Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

EPFOમાં નોંધાયેલા નવા નામ નવી: રોજગારની તકોના સર્જનનું પ્રતિબિંબ કદાપી નથી

- જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાઓમાં અનુક્પમે ૬ અને ૪.૭ લાખ વ્યક્તિઓને રોજગાર મળ્યા એ આંકડા નવા રોજગ

- જીએસટીની જંજાળથી સ્ટેટમેન્ટમાં નામ ઉમેરવા અને આવકમાં કપાત મેળવવા કર્મચારીઓને ચોપડે ચઢાવ્યા છે

એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)માં થયેલા નવા નામની નોંધણીઓ કુલ અને નવી નોકરીઓની  નોંધણીનો ચિતાર આપે છે.  કુલ નોકરીઓની  સંખ્યાનો એ સંકેત તો આપે છે પરંતુ આ આંકડા  સચોટ હોય એ જરૃરી નથી. હાલમાં, રોજગારની  વ્યાખ્યા એટલી અટપટી છે કે નોકરીઓ માટેના સચોટ આંકડા પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રમાં. કોર્પોરેટ સેકટરમાં તો રોજગારીના આંકડા વાર્ષિક અહેવાલમાં દર્શાવવામાં આવે છે.

બજેટના દસ્તાવેજમાં વિવિધ મંત્રાલયોને પૂરા પાડવામાં આવેલા કર્મચારીઓની સંખ્યા સ્પષ્ટપણે  દર્શાવે છે. પરંતુ, જ્યારે રાજ્ય સરકારો અને બીજી સરકાર સાથે સંકળાયેલા સંગઠન આ બાબતે કેન્દ્ર સરકાર જેટલું પારદર્શી  વલણ નથી બતાવતી. પે કમિશન જરૃર આંકડાઓ જાહેર કરે છે પણ એ ભૂતકાળના હોય છે અન ેવર્તમાન સાથે સુસંગત બિલકુલ નથી હોતા. અહીં ઈપીએફઓના આંકડાઓનું મૂલ્ય   અને મહત્ત્વ વધી જાય છે.

કારણ કે ઈપીએફઓમાં  જેટલી નવી નોંધણી વધતી જાય એ પરથી એમ માની શકાય કે દેશમાં વધુને વધુ રોજગારની તક સર્જાઈ છે. પરંતુ, આમ છતાં બાબત આટલી  સરળ નથી.  ઈપીએફઓમાં નોંધણીના આંકડા ભલે વધે પરંતુ તમામ શક્યતા છે કે નવી નોંધણી  હકીકતમાં નવા રોજગાર નથી. સંબંધિત  કર્મચારી  ફરજ પર પહેલાથી હતો અને માત્ર માલિકે ઈપીએફઓના કાર્યલાયમાં નોંધણી મોડી કરાવી છે. ઉપરાંત જે તે કર્મચારી ખાનગી ઈપીએફમાંથી ઈપીએફઓ તરફ વળ્યો છે.

હવે  જીએસટીનો વ્યાપ સતત વધતો રહ્યો છે  અને નાના યુનિટોને મળેલી અમુક છૂટ બંધ થઈ છે.  એકમો પણ ટેક્સ સત્તાવાળાઓ સાથે નોંધણીની  ઔપચારિકતાઓ પૂરી કરશે. ત્યારે ટેક્સમાં છૂટછાટ મેળવવા માટે એના એ કર્મચારીઓના નામ ઈપીએફઓમાં નોંધાવશે જેમની નોકરી ચાલુ હતી પણ નામની નોંધણી નહોતી થઈ. શક્ય છે અગાઉ એમને પગાર પણ રોકડમાં અપાતો હોય, પરંતુ જીએસટીની જંજાળથી હવે ટેક્સ સ્ટેટમેન્ટમાં નામ ઉમેરવા અને આવકમાંથી કપાત મેળવવા આ કર્મચારીઓ ચોપડે ચઢશે.  તો હકીકતમાં આ નવા રોજગારનું સર્જન કહી શકાય?

જો ઉપરોક્ત બાબત સાચી હોય તો જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાઓમાં  અનુક્પમે ૬ અને ૪.૭ લાખ વ્યક્તિઓને રોજગાર મળ્યા એ આંકડા નવા રોજગારને  લગતા સચોટ કેવી રીતે હોઈ શકે. આ આંકડા  સાચું અને વાસ્તવિક ચિત્ર રજૂ નથી કરતા. સામાન્ય  રીતે સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓ  ત્યારે અપાય છે જ્યારે માર્ચ કે એપ્રિલ મહિનામાં   વિદ્યાર્થીઓ શૈક્ષણિક  સંસ્થાઓમાંથી  ઉર્તીણ  થઈને બહાર પડે અને એમનું પ્લેસમેન્ટ થાય. કેલેન્ડર વર્ષના આખરી મહિનાઓમાં જો નોંધણીની સંખ્યામાં ઉછાળો જોવામાં આવ્યો હોય તો એ 'જોબ શિફટ'ને કારણે હોવાની શક્યતા વધુ છે.

અને નવા રોજગારની રચનાને  કારણે પાંખી. ઉપરાંત ઉપર જણાવ્યું એ પ્રમાણે  એવું પણ હોઈ શકે કે માલિકે ઈપીએફઓમાં  નામની નોંધણી મોડી અથવા જીએસટીની જફાને કારણે જખ મારીને કરાવી હોય.ખેર આ આંકડાઓની સંદિગ્ધતા તો રહેવાની,  પરંતુ રોજગાર વધવાને કારણે વેપાર-વાણિજયના ક્ષેત્રમાં બીજી સીધી અને આડકતરી  અસરો થાય છે. દેશમાં નવા લેબર ફોર્સ આપે એટલે નાગરિકોથી અને કૌટુબિક આવક વધવાની. જો આમ હોય તો એનો અર્થ એ કે નાગરિકોએ પોતાની કમાણી ખર્ચ અથવા બચત કરી.

પરંતુ ગારમેન્ટ, મીડિયા પ્લેયર્સ, કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેલીવિઝન, એસી, વોશિંગ મશીન અને  ટુ વ્હીલર ઈત્યાદિ રોજિંદી  જરૃરિયાતની ચીજવસ્તુઓની માગ ગયા વર્ષની  તુલનાએ ઘટી છે.  તો બેન્ક ડિપોઝીટ અને મ્યુચ્યુઅલ ફંડ તથા  સોનાના વેચાણના આંકડા  પણ નિરૃત્સાહી છે. આની સરકાર વિકાસ અને રોજગારના જે આંકડાઓ રજૂ કરે છે એ ભ્રામક હોવાની શક્યતા નકારી ન કાઢી શકાય.

ટુ-વ્હીલરના વેચાણમાં વધારો દેખાય છે પણ એનું બીજું કારણ છે. ગયા વર્ષે નોટબંધીને પગલે આ  બજાર અત્યંત  સુસ્ત બની ગઈ હતી. હવે નોટની  તંગી હળવી બનતા અને એને કારણે બંધ થયેલા  ધંધા-વ્યવસાયોમાં કળ વળતા લોકોના હાથમાં બે પૈસા આવ્યા છે. હવે એમના ગામ-કસબામાં તો જાહેર પરિવહનની સુવિધા  છે નહીં.

મેટ્રોના થાંભલા નખાવાના પણ નથી. દેશના મોટા વર્ગની પરિવહનની  જરૃરિયાત  ટુ-વ્હીલર પૂરી કરે છે. આથી આ ઉદ્યોગ હરણફાળ ભરી છે. નહીં કે વધેલા રોજગારને કાર ણે આ ગતિ સાંપડી છે. ઈન્ક્રીમેન્ટલ ઓચો લોન્સમાં મામૂલી  વૃદ્ધિ માટે પણ આ પરિબળ જવાબદાર છે. ટુ વ્હીલર ઓટો લોનનું કદ અગાઉ ૧૦,૪૦૦ કરોડ હતું જે  વધીને  ૧૨,૪૫૦ કરોડ થયું છે. પરંતુ આનું  કારણ નવા વર્કર જરૃર છે. પરંતુ આ વૃદ્ધિ સાથે  કદાપી ન સાંકળી શકાય.

જો ખરેખર જોબ ક્રિએશન થયું હોત તો આ મૂલ્ય ૧૫ હજાર કરોડને આંબી ગયું હોત.હવે બીજું ગણિત જોઈએ. ઈન કેસ નવા રોજગારને કારણે વધેલી આવક વ્યક્તિઓએ વાપરી નથી અને એનું સેવિંગ કરીએ એમ માનીએ. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ક ડિપોઝીટના આંકડા પણ ખાસ વૃદ્ધિ નથી દર્શાવતા.  વર્ષ ૨૦૧૬માં બેન્કો પાસે જે નાણા આવ્યા હતા એ નોટબંધીને પ્રતાપે. 

પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ના આંકડા ૨૦૧૫-૧૬થી ખાસ્સાં  નીચા છે. આ સંજોગોમાં એવા તારણ પણ આપી શકાય કે માત્ર ઈપીએફઓમાં નોંધાયેલા નામની સંખ્યામાં વૃદ્ધિને કારણે એવું ન માની શકાય કે દેશમાં નવા રોજગારના સર્જનમાં અભૂતપૂર્વ  વધારો નોંધાયો છે.

જે મહિનાઓનું ઉદાહરણ સરકાર આપે છે એ કંપનીઓના નવા રિક્રૂટમેન્ટ માટે બિલકુલ મહત્ત્વના નથી. હકીકતમાં  આ વર્ષનો જીડીપીનો વિકાસ દર ગયા નાણાકીય વર્ષ કરતાં  ઓછો મૂકાયાનો અંદાજ એ હકીકત  તરફ અંગુલિનિર્દેશ  કરે છે કે  દેશમાં નવી નોકરીઓની સંખ્યામાં ઉછાળો નહીં નોંધાય. ઈપીએફઓનો ડેટા ઉત્સાહપ્રેરક જરૃર છે પરંતુ જો આંકડાઓનું આ રીતે વિશ્લેષણ કરીએ તો એનું તારણ આ નીકળે છે. સરકાર આંકડાઓ અંગે ભ્રમ ફેલાવી રહી છે.

Post Comments