Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈલેક્ટ્રીક વાહનો માટે માત્ર વાતોના વડા, ચોક્કસ નીતિ તો ઘડાઇ જ નથી

તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર

દેશના વિવિધ રાજ્યોમાં પ્રદૂષણમાં થયેલા વધારાને અંકુશમાં લાવવા ચોક્કસ યોજના ઘડવા સરકાર દ્વારા છાશવારે જાહેરાતો થાય છે. પરંતુ હજુ સુધી આવી કોઇ યોજના જાહેર થઇ નથી અને પ્રદૂષણના દૂષણમાં સતત વધારો થતો જાય છે. પ્રદૂષણના વધારા પાછળ વાહનોના થતા ધુમાડા પણ જવાબદાર હોઇ સરકાર દ્વારા ઈ-વ્હિકલ્સને વેગ આપવાની વાતોની શરૃઆત થઇ છે. પણ સરકાર દ્વારા તેના માટે ચોક્કસ નીતિ બનાવાઇ નથી. સરકાર દ્વારા દેશમાં કાર્યરત ઓટો કંપનીઓને પણ આ સેગમેન્ટમાં સક્રિય બનવા સૂચન કરાયા છે.

તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલ ઓટો ઈન્ડસ્ટ્રીના પ્રદર્શન - ઓટો એક્સ્પોમાં પણ દેશમાં કાર્યરત ઓટો કંપનીઓ દ્વારા ઈ-વ્હિકલ્સ રજૂ કરાયા હતા. તો કેટલીક કંપનીઓ દ્વારા આ અંગેની યોજનાઓ તેમજ પ્રોજેક્ટ રજૂ હતા. આ યોજના એટલે કે કોઇપણ ક્ષેત્રમાં નવી યોજના રજૂ થાય તે આવકાર્ય બાબત છે. પણ આ નવી યોજનાના કારણે અન્યને નુકસાન થાય તો આવી યોજનાનો કોઇ અર્થ સરતો નથી.

સરકાર દ્વારા પ્રદૂષણને કાબુમાં લાવવા ઈ-વ્હિકલ્સની યોજના તો રજૂ કરાઇ છે પણ આ યોજનાના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીમાં બેરોજગારીમાં વધારો જ થશે. તો બીજી તરફ તેના પગલે વીજળીની માંગમાં પણ વધારો થશે. આમ, આ ક્ષેત્રમાં પણ દેશમાં ક્ષમતામાં વધારો કરવો પડશે. આ મુદ્દો પણ આમ તો એક પડકાર જ છે. કારણ કે આમ પણ વીજ ઉત્પાદન ક્ષેત્રે પ્રતિકૂળતાઓનો સામનો થઇ જ રહ્યો છે તો બીજી તરફ કોલસાની અછતના કારણે દેશના થર્મલ પાવર પ્લાન્ટો પણ મુશ્કેલીમાં જ મૂકાયેલા છે. ત્યારે ઈ-વ્હિકલ્સના કારણે ૨૦૩૦ સુધીમાં વીજ માંગમાં ૧૬૦ અબજ યુનિટનો વધારો થવાની ધારણા છે.

વિદેશના બજારો માટે ઇલેક્ટ્રિક વાહનો બનાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં સરકાર આ અંગે સ્પષ્ટ નીતિ જાહેર ન કરે ત્યાં સુધી તેને રજૂ કરવા માટે ખચકાઈ રહી  હોવાના અહેવાલો સાપડે છે.આ કંપનીઓ ભારતમાં ઇલેકટ્રિક વાહન લઈ આવવાનું કોઈ તાત્કાલિક આયોજન ધરાવતા નથી, એમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.

ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે શાનદાર તક છે, સરકારે તે અંગે સ્પષ્ટ નીતિ, સમયગાળો અને આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવુ જોઈએ તથા ઓટોમોબાઇલ ઓઇએમના ઇલેક્ટ્રિક વાહન તરફ સ્વીચ થવા તૈયાર કરવા જોઈએ દેશની ઇવી પોલિસી ૨૦૧૮-૧૯ના પ્રથમ ક્વાર્ટરમાં જાહેર થવાનો અંદાજ છે.

જોકે, ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ટુ વ્હિકલક્ષેત્રે સરકારે હજુ ચોક્કસ નીતિ ઘડી નથી. બીજી તરફ ભારતીય બજારનો માહોલ જોતા ગ્રાહકો આ સેગમેન્ટને ઝડપથી સ્વીકારે તેમ જણાતું નથી. સરકાર દ્વારા ૨૦૩૦ સુધીમાં ઈલેક્ટ્રીક વાહનોની યોજના બનાવી હોવાના કારણે આગામી દાયકામાં પેટ્રોલ-ડીઝલના વાહનોના વેચાણમાં પણ તોતિંગ વૃધ્ધિ થશે.

Post Comments