Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોના લાભ માટે નહીં બલ્કે, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ટેકાના ભાવમાં કરાયેલો વધારો

- ખરીફ પાકના ટેકાના ભાવમાં બાવન ટકા સુધીનો વધારો

- ટેકાના ભાવ વાવણી પહેલા મે માસના અંત પહેલા જાહેર થવા જોઇએ આમ, મોડેથી જાહેર કરાયેલા ટેકાના ભાવ એ ખેડ

દેશભરના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખ્ખો લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ખરીફ પાકના ટેકાના ભાવની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. વિતેલા સપ્તાહમાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમી અફેર્સની બેઠકમાં વિવિધ ખરીફ પાકના ટેકાના ભાવમાં બાવન ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. ટેકાના ભાવ જાહેર કરવાની સાથોસાથ સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે ખેડૂતોને ફાયદો થાય તે હેતુસર ભરાયેલા આ પગલાનાં કારણે સરકારી તિજોરી પર રૃા. ૧૫૦૦૦ કરોડનો બોજો પડશે.

સરકારે જાહેર કરેલા ખરીફ પાકના ટેકાના ભાવ સંદર્ભે અનેક પ્રતિકૂળ બાબતો ઊભી થવા પામી છે. જેમાં પ્રથમ તો કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઇસીઝ (CACP) દ્વારા કરાયેલ ભલામણોને ધ્યાનમાં લેવાઇ નથી અને તે અનુસાર ટેકાના ભાવમાં વધારો કરાયો નથી. આ ઉપરાંત ટેકાના ભાવની ગણતરી માટે સરકારે જે પધ્ધતિ અપનાવી છે તેને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો જાહેર કરાયેલા આ ટેકાના ભાવ ખેડૂતને પાક લેવા પાછળ જે ખર્ચ થાય છે તેના ૭૫ ટકા જેટલા જ થાય છે તેમ સમગ્ર સ્થિતિથી વાકેફ કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાયા તેની બીજી તરફ કૃષિ નિષ્ણાંતોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખરીફ પાક અંગેના સરકારી નિર્ણયોની જાહેરાત મે માસના અંત પહેલાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં જ થઇ જવી જોઇએ.

કારણકે ત્યાર પછી એટલે કે મે માસના અંત પછી જ ખેડૂતો ખરીફ પાક લેવાની તૈયારીઓ કરે છે. તેથી જો ખરીફ પાકના ટેકાના ભાવ મે માસના અંત પહેલા જાહેર થાય તો ખેડૂતોને કયો પાક લેવો તેની પસંદગી કરવાનો સમય મળે છે. આ ઉપરાંત અન્ય પાક અંગે વિચારણા કરવાનો પણ સમય મળે છે.

હવે સરકારે મે માસની જગ્યાએ છેક જુલાઇ માસમાં એટલે કે એક સવા મહિના પછી ટેકાના ભાવ જાહેર કર્યા છે. આ એક - સવા માસ દરમિયાન ખેડૂતો ખરીફ પાક માટેની વાવણી કરી ચૂક્યા છે. તેથી હવે તેમને પાક અંગેની પસંદગી કરવાનો કોઇ વિકલ્પ જ નથી રહ્યો. આમ, ટેકાના ભાવ મોડેથી જાહેર થતા ખેડૂતોને સરવાળે  તો ફટકો જ પડયો છે તેમ કહી શકાય.

જાણકારોના મત મુજબ સરકારે ગત વર્ષે તેમજ ૨૦૧૪ની ચૂંટણી વખતે પણ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની આવકમાં દોઢગણો વધારો થયાનું વચન આપ્યું હતું. અને ટેકાના ભાવમાં વધારો કરવા માટે ગત બજેટથી જ કવાયત હાથ ધરાઇ હતી. પરંતુ વિવિધ પરિબળોને પગલે તે માસના અંત સુધીમાં ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર થઇ શક્યા નહોતા.

સરકાર એમ કહે છે કે અમે ટેકાના ભાવમાં વધારો કરીને અગાઉ આપેલું વચન પૂર્ણ કર્યું છે. આમ, ઉપરથી જોતા એમ લાગે કે આ પગલું ખેડૂતોને રાહત થાય, તેમના લાભ માટે ભરાયું છે. પરંતુ આ પગલું આંટીઘૂંટીભર્યું છે એટલે કે ટેકાના ભાવની ગણતરીની પ્રક્રિયા સમજીએ તો જ આ સમગ્ર બાબતની વાસ્તવિકતા ઊજાગર થાય. ઘણા લોકોને એ પણ ખબર નથી કે સરકાર પાક પાછળ થતા ખર્ચને કેવી રીતે મૂલવે છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્ષ ૨૦૦૬ દરમિયાન એમ એસ સ્વામીનાથનની અધ્યક્ષતા હેઠળના રાષ્ટ્રીય આયોગ દ્વારા લઘુતમ ટેકાના ભાવ આપવાની જે ભલામણ કરી હતી તે પાક પાછળના સંપૂર્ણ ખર્ચના દોઢગણા આપવાની હતી. પરંતુ, આ મુજબ ગણતરી થતી નથી. સરકાર પાક પાછળ થતા ખર્ચની ગણતરીમાં ફક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ થતા  ખર્ચને જ ધ્યાનમાં લે છે.

ખેડૂતો દ્વારા પાક લેવા પાછળ પોતાના ખિસ્સામાંથી કરવામાં આવતા અન્ય ખર્ચા જેમાં ખેડૂત પોતે, તેમના કુટુંબીજનો અને મજૂરોને ચૂકવવામાં આવતું ખેત મહેનતાણું (મજૂરી ખર્ચ) તથા ભાડા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે તે તમામ ખર્ચને સરકાર ગણતરીમાં લેતી નથી.

આમ, કોઇપણ પાક પાછળ છતા આ તમામ ખર્ચને ગણતરીમાં લઇએ તો સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરાયા છે તે પાછળ  થતા પૂરા ખર્ચના ૭૫ ટકા જેટલા જ થાય છે.સરકાર દ્વારા સ્વામીનાથન આયોગ દ્વારા કરાયેલ આ ભલામણને અવ્યવહારુ ગણાવીને ખારીજ કરી દેવામાં આવી છે. સરકારનું એવું કહેવું છે કે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સિવાયના થતા અન્ય ખર્ચાનો ચોક્કસ અંદાજ મૂકી શકાતો નથી. આમ, સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવનું ગણિત અલગ જ થી મંડાય છે. તેથી ખેડૂતોને તો સરવાળે કોઇ ફાયદો થતો જ નથી.

ટૂંકમાં સરકાર દ્વારા ખરીફ પાકના જાહેર કરાયેલા ટેકાના ભાવ એ ખેડૂતોને રાહત થાય, તેમને ફાયદો થાય અથવા તો પસંદગીનો પાક લઇ શકે તે હેતુ ધ્યાનમાં રખાયો હોય તો તે મે માસના અંત પહેલા જ જાહેર કરી દેવાયા હોત. પરંતુ, સરકાર દ્વારા સવા માસ મોડેથી જાહેર કરાયેલા ટેકાના ભાવને જોતા એમ કહી શકાય કે સરકારે ખેડૂતોને નહીં બલ્કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો છે...

Post Comments