Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવું વર્ષ ચાંદીનું પુરવાર થશે: ભાવ વધી કિલો દીઠ રૃ.૪૩,૦૦૦ થવાની શક્યતા

બુલિયન બિટ્સ-દિનેશ પારેખ

તા.8 જાન્યુઆરી 2018 સોમવાર

વિશ્વ બજારમાં ૨૦૧૭ના વર્ષના અંતિમ દિવસોમાં સોનાની તેજીને પાટુ મારીને  તેજીની બળદગાડીને નવા વર્ષમાં દોડતી કરીને સોનાના ભાવમાં ૨૦-૨૦ ડોલર પ્રતિ ઔંસના ઉછાળાએ સોનાના રોકાણકારોને નવા વર્ષની ભેટ આપી છે.૨૦૧૮નું વર્ષ સોનાના ભાવને  ધીમી ગતિએ તેજીની ગતિ અપાવશે અને ભાવો ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડશે.

આરબીસી વેલ્થ મેનેજમેન્ટના મેનેજીંગ ડિરેકટર  જોર્જ ગેરોના મતાનુસાર ૨૦૧૮ના વર્ષમાં ફુગાવો વધતાં તથા શેરબજારની તેજીને બ્રેક લાગતાં સોનું ધીમી ગતિએ તેજી પકડશે અને  શેરબજારની હરિફાઈમાં સોનાને જીત મળશે. કીટકો ન્યુઝના ઈન્ટરવ્યુમાં જોર્જ ગેરોએ જણાવ્યું  કે તેઓ ૨૦૧૮ના વર્ષના અંતમાં સોનાનો ભાવ ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંસ થશે તેવો મત ધરાવે છે અને તેના ટેકા રૃપે ઉમેરે છે કે ૨૦૧૭ના વર્ષના છેલ્લા રજાના દિવસોના વાતાવરણમાં ઓછો વેપાર થતો હોવા છતાં  સોનાની તેજીએ જે કાઠુ કાઢયું છે તે સરાહનીય છે.

તેઓએ જુન માસમાં ઈન્ટરનેશનલ પ્રેસીયસ મેટલ ઈન્ડસ્ટીટયુટ દ્વારા યોજાયેલ કોન્ફરન્સમાં  કરાયેલ અનધિકૃત  સર્વેક્ષણમાં બહુમતે કરાયેલ આગાહીમાં સોનાના ભાવોમાં તેજી રહેશે અને આવતા વર્ષે ભાવો કદાચ ૧૯૫૦ ડોલર પ્રતિ ઔંમસને  આંબે તેવા નિષ્ણાતોના મતને  ટેકો આપ્યો હતો ત્યારે  ત્યાંના અમુક વોટરોએ મંદીની  તરફેણ કરીને  સોનાની  આગાહીમાં   સોનું ૧૦૧૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે તેવી શંકા દર્શાવી હતી છતાં  ૨૦૧૭ના વર્ષમાં સરેરાશ   ૧૩૧૫થી ૧૩૨૫ ડોેલર પ્રતિ ઔંસનો ભાવ રહેશે તેવી આગાહી કરી હતી.વિશ્વ બજારમાં ૨૦૧૮ના વર્ષમાં સોના કરતા ચાંદીમાં અફડાતફડી થવાની શક્યતા છે સોના કરતાં ચાંદીમાં મોટી તેજી આવશે. રોકાણકારો ચાંદીમાં મોટો ઉછાળો આવશે તેવી આશા રાખી રહ્યા છે.

૨૦૧૭ના વર્ષમાં ચાંદીની નરમ કામગીરી જોયા બાદ  વિશ્વની અગ્રગણ્ય ઈન્વેસ્ટ બેન્ક  ગોલ્ડમેન  સાચ જણાવે છે કે ૨૦૧૮ના વર્ષમાં ચાંદીની કામગીરી  સારી રહેશે ભાવો પણ સોના કરતા વધુ ઉછળશે.નોવા સ્કોશીયા બેન્ક જણાવે છે કે ૨૦૧૮ના  વર્ષમાં ચાંદીના ભાવોમાં  ૧૭થી ૨૦ ટકાનો  સુધારો જોવા  મળશે જે ગયે વર્ષે માત્ર ૮ ટકા જ  વધ્યો હતો. રેલીગર સિક્યુરિટીના સૂત્રો જણાવે છે કે જ્યારે વૈશ્વિક ઔદ્યોગિક ક્ષેત્રે  વૃદ્ધિ થઈ રહી છે  તેમાં ચાંદીના ભાવો પણ ઉછાળો અનુભવે.એકંદરે ચાંદીની માંગ ઔદ્યોગિક  વૃદ્ધિને  સાંકળી લે છે અને જ્યારે  ઉદ્યોગ વિશ્વના કુલ   ઉત્પાદનની ૨-૩ જેટલી ચાંદીનો ઉપયોગ કરે છે. બન્ને વચ્ચેની કડી વધુ મજબૂત બનતા તેનો  પ્રભાવ ચાંદીના ભાવ પર પડે છે પરિણામે  ચાંદીના ભાવોમાં વધારો થાય.

ચાંદીના પુરવઠાની રસપ્રદ નોંધ લઈએ કે  વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ સુધીમાં  અમેરિકન  સરકારે  ૬૩૬૦ લાખ ઔંસ ચાંદી વેચી છે ત્યારબાદના ૨૦૧૪થી ૨૦૧૭ના ૪ વર્ષ સુધી ચાંદી સ્ટોક ઘટી જતા આ ૪ વર્ષમાં સરકારે એક ઔંસપણ ચાંદી બજારમાં  ઠાલવી નથી કે નથી વેચી.

બીજી રસપ્રદ નોંધ છે કે ૨૦૧૫થી ૨૦૧૭માં  ૨૦૦૦થી ૨૦૦૭ના વર્ષ કરતા ચાંદીના ભાવો ખૂબ જ વધુ હતા છતાં બજારમાં ચાંદીના સ્ક્રેપની  આવક ઘટી. દા.ત. ૨૦૦૦ની સાલમાં ચાંદીનો ભાવ ૪.૯૫ ડોલર પ્રતિ ઔંસનો હતો. ત્યારે ચાંદીના સ્ક્રેપની આવક ૧૮૧૦ લાખ ઔંસની  હતી ચાંદીના ભાવો ૨૦૧૫-૧૭માં તેનાથી ૩ ગણા ભાવો હોવા છતાં ચાંદીના  સ્ક્રેપની આવક ૧૪૦૦ લાખ ઔંસની થઈ દર વર્ષે ચાંદીનો પુરવઠો  ઘટતો જાય છે  પરિણામે લાંબા ગાળે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાશે.રોકાણકારો ઉપરોક્ત વાતનું ધ્યાન રાખીને  લાંબા ગાળામાટે ચાંદીને પકડી રાખશે તો તેમને  પ્રચુર નફો રળવાની તક ઝડપી શકશે.

એકંદરે ચાંદીની માંગ વધશે રોકાણકારો ચાંદીમાં નાણાં રોકશે સોના કરતાં ચાંદીમાં  ઓછી મૂડીનું  રોકાણ કરીને વધુ નફો  તારવશે.સ્થાનિક સોનામાં  છેલ્લા ૬ દિવસથી તેજી રહી છે અને બુધવારે રાત્રે સોનાના ભાવ રૃ.૩૦૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થતો હતો ત્યારે વાયદો રૃ.૨૯૨૫૬ પ્રતિ ૧૦ ગ્રામ બોલાતો હતો.ફેબુ્રઆરી માસથી લગ્નો શરૃ થશે તેની પહેલા આ સોનાના ભાવોવધવા લાગતા બજારમાં ઘરાકોનું  સેન્ટીમેન્ટ બદલાશે.તેવામાં આરએસબીએલના મેનેજિંગ ડિરેકરટર  જણાવે છે કે ભાવો ઉંચકાચા ઘરાકી પર થોડીક અસર પડશે પરંતું લોકો સોનું તથા દાગીના ખરીદવામાં  પાછી પાની નહી કરે.બજારના બીજા બુલિયનના વેપારી તથા હોલસેલ દાગીનાના વેપારી જણાવે છે કે સોનાની તેજી સોનાને  રૃ.૩૧૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ તરફ લઈ જશે છતાં ઘરાકી નહીં ઘટે.

જાુના સોનાના દાગીના ખરીદનાર બજારના બે મોટા વેપારી જણાવે છે કે  લોકો દાગીના સાથે  સાથે બુલીયન  એટલે કે  સોનાની લગડી તથા સિક્કાની ખરીદી કરીને સોના પ્રત્યેનો  મોહ દાખવશે. આ ઉપરાંત હાજર સોનાને બદલે રોકાણકારો લાંબાગાળાના રોકાણવાળા સોવરેન ગોલ્ડ બોન્ડમાં   રોકાણ કરીને  પોતાની મૂડી  સલામત રાખશે.

બજારનાં લોકોને એવું લાગે છે કે જો સરકાર બેન્કમાં રહેલા પૈસામાંથી કશા નિયંત્રણો લાદીને એકાઉન્ટ હોલ્ડરના પૈસાનો અમુક ભાગ બેન્કની  નુકશાની પેટે તેમની પાસે રાખીને રૃપિયાનું પેમેન્ટ લાંબા ગાળે આપશે બેન્કને નાણાંકીય  પ્રવાહિતતા પુરી પાડીને આડકતરી મદદ કરશે તેવું પ્રાવધાન લાવવાની કોશિષ કરે છે.  પરિણામે કદાચ બેન્ક એકાઉન્ટ હોલ્ડરો  પોતાના નાણા બેંકમાં  ન રાખીને તેનો ઉપાડ કરીને સોનામાં રોકાણ કરીને  હાજર સોનાની  ખરીદી કરીને  પોતાના નાણાની સલામતી  રહે તેવા  પ્રયત્નો કરે પરિણામે બેન્કની   લીકવીડીટી પર  વિપરીત અસર પડી શકે.

દાણચોરીથી સોનું આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. બાંગ્લાદેશથી પુષ્કળ સોનું કલકત્તા બજારમાં   આવી રહ્યું છે.એકંદરે સોનામાં મંદી નથી અને સોનું  રૃ.૩૧૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવને આંબે. સ્થાનિક ચાંદી બજારમાં લેવેચનું  પ્રમાણ ઘટી રહ્ય.ું છે.  અઠવાડિયા દરમિયાન   ચાંદીના વૈશ્વિક ભાવો  ભલે મજબૂત બને ડોલર સામે રૃપિયો મજબૂત થતા ચાંદીની પડતરમાં ઓછો ફેર પડે છે.

બુધવારે મુંબઈ બજારમાં ચાંદી રૃ.૩૯૭૫૦ પ્રતિ કિલો વગર બીલમાં ક્વોટ થઈ  છે બુલીયન  વેપારીઓ  માત્ર ૧૫૦ ભાવ ફેરે ચાંદીની ખરીદી કરીને બજારને જીવંત રાખે છે.જાુની ચાંદીની આવક ઘટી રહી છે. અમદાવાદમાં બુધવારે રાત્રે ચાંદીનો ભાવ રૃ.૩૯૮૫૦ પ્રતિ કિલો  ક્વોટ થતો હતો.

આયાતકારોની પડતરી ઉંચી પડવાને કારણે તેઓ મર્યાદિત ચાંદીની  આયાત કરે છે.  લાંબા ગાળે  ચાંદીમાં  તેજી સમાણી છે. ચાંદી નજીકના દિવસોમાં રૃ.૪૩૦૦૦ પ્રતિ કિલોનો ભાવ દાખવી શકે.ચાંદી વાયદો રમનારા  આ ભાવે લેણ કરીને  ટૂંકી વધઘટના સૌદા કરીને ટુંકો નફો તારવે છે.એકંદરે ચાંદી કંઈ દિશા પકડશે તે કહેવું મુશ્કેલ છે.

Post Comments