Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદના - મેનકા ગાંધી

તમારાથી નબળાને મારીને ક્યારેય સુખી ના થવાય

પવિત્ર ધાર્મિક ગ્રંથોની સલાહને દરેકે પોતાના ઉપયોગમાં એડ્જેસ્ટ કરી લીધી છે

પૃથ્વી પરના દરેક જૂથ પ્રત્યે કરૃણા બતાવવી જોઇએ : નબળા જીવને મારીને કંઇ મળતું નથી..

ધર્મને અનુસરતા પૈકી મોટાભાગના લોકો તેમના જ ધર્મ સાથે સંકળાયેલા પવિત્ર પુસ્તકો નથી વાંચતા. આવા લોકો પોતાના ધર્મ સાથે સંકળાયેલી સામાજીક પરંપરાઓમાં ઉત્સાહથી ભાગ લઈ તેને અનુસરે છે. ટૂંકમાં તે ધાર્મિક ક્રિયાઓ કરે છે, પૂજન અર્ચન કરે છે પણ ધર્મ સાથે સંકળાયેલા પુસ્તકો ભાગ્યે જ વાંચે છે.

ઉદાહરણ આપીને લખીએ તો મહમ્મદ પયગંબર સાહેબની ખાવાની હેબીટ બહુ ચોક્કસ હતી તે શુદ્ધ શાકાહારી હતા. તમની કામગીરી અને ઉપદેશ એ બધું જ શાકાહાર સાથે સંકળાયેલું હતું પરંતુ દરેક મુસ્લિમ સ્ત્રી કે પુરૃષ એમ માને છે કે માંસ ખાવું એ તેના ધર્મનો એક ભાગ છે. એવી જ રીતે શીખ સમુદાય પણ કરે છે. શીખોના તમામ ધર્મગુરૃઓ શાકાહારી હતા છતાં શીખો શાકાહારી ઉપદેશ નથી પાળતા. આવું જ બૌધ્ધ ધર્મમાં છે.

થીરૃવલ્લુવરના ઉપદેશ વચ્ચે પોતે ઉછર્યા છે અને તેમના સિદ્ધાંતોને વરેલા છે. થીરૃવલ્લુવરન એક એવા કવિ હતા કે જેમણે વિશ્વનો શ્રેષ્ઠ થીરૃકુરલ ઉપદેશ આપ્યો હતો. જેમાં સિદ્ધાંતોને કેવી રીતે વળગી રહેવું તે દર્શાવતા હતા. જો કે ધર્મના વડાઓના ઉપદેશ પોતાને કેટલો લાભદાયી છે અને ક્યાં ક્યાં પોતે પ્રેકટીકલી તેનો ઉપયોગ કરી શકે તેટલું લઇને બાકીનો ઉપદેશ કે સલાહ છોડી દે છે. જેમાં ડ્રીંકીંગ, જુગાર, માંસ ખાવું, પરસ્ત્રી ગમન કરવું, મહિલાઓને મારવી, ચોરી કરવી કે લૂંટફાટ કરવાનો સમાવેશ થાય છે. કોઈ ધર્મના વડાએ માંસ ખાવાનું કે ચોરી કરવાનું લખ્યું નથી છતાં આ લોકો ધર્મને પણ પાળે છે અને ધર્મ વિરોધી કામ પણ કરે છે.

તમિળનાડુમાં તાજેતરમાં થયેલા હિંસાચારમાં સ્થાનિક સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે થીરૃકુરલે બુલની રમતને માન્યતા આપી હતી. આ ગેમમાં બુલ પણ માર્યા જયા છે અને કેટલાક લોકો પણ માર્યા જાય છે. જયારે કેટલાકને ઇજા થાય છે. ભારતમાં પ્રાણીઓ પર ઘણા અત્યાચાર થાય છે તેમાંનો એક અત્યાચાર છે. ટૂંકમાં તમિળનાડુના ઉત્તમ ગ્રંથનો અર્થ લોકોએ પોતાને ગમે તે રીતે કાઢયો હતો. કમનસીબી એ છે કે ટોળાશાહી આગળ સત્તાવાળાઓ લાચાર બની જાય છે. જ્યારથી તમિળનાડુની બુલ ફાઇટને મંજુરી મળી છે ત્યારથી અન્ય રાજ્યો પણ કોક ફાઇટ (મરઘાની ફાઇટ), બળદોની ફાઇટ ગાયોની રેસ વગેરેને હિંદુ ગ્રંથોમાં ટાંકેલા વાક્યો સાથે માગણી કરી રહ્યા છે. કેવી રીતે થીરૃકુરલ આવી ઘાતકી ગેમને મંજૂરી આપી શકે ? આવી ઘાતકી ગેમ માટે થીરૃકુરલને ટાંકવામાં આવે તે ચોક્કસ લોકોની ચાલ છે કે જે પ્રાણીઓ પર હિંસાચારમાં માને છે. બળદને આલ્કોહોલ પીવડાવો એટલે તેનું લીવર કાયમ માટે બગડે છે, તેની સ્કીન ખેંચવામાં આવે ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી જાય છે. તેની પૂંછડી કાપવી, તેની આંખોમાં મરચું નાખવું, તેના પ્રજનનના અવયવ પર મરચું પાથરે જેથી તે બળતરાના કારણે કૂદાકૂદ કરે છે અને અંતે મોતને ભેટે છે. આવું તીરૃકુરલ કહે તે શક્ય નથી કેમ કે તેની વાતોમાં તો કરૃણાભરી હોય છે.

પ્રાચીન તમિળમાં થીરૃકુરલની ૧૩૩૦ કણિકાઓ છપાઈ છે. દરેક કણિકા સાત શબ્દોવાળી છે. જેને કડી કહે છે. પ્રથમ લાઇનમાં ચાર અને બીજીમાં ત્રણ કડી હોય છે. આ દરેક કડી જીવન હર્યું-ભર્યું કેવી રીતે જીવવું તે કહે છે.

થીરૃકુરલ કરૃણા વિશે શું કહે છે ?

કણિકા ૨૦૪ :તમારે કોઈ દર્દ-દુ:ખથી દુર રહેવું છે ? તો અન્યને નુકશાન ના પહોંચાડો...

કણિકા ૨૦૬ :ધિક્કારવાળા દુશ્મનોથી બચી શકાય છે, પરંતુ ધિક્કારભર્યા કામો કરનારાથી ચેતતા રહેવું જોઈએ.

કણિકા ૨૦૭ :સંપત્તિવાન અને દયાળુ લોકો વધુ સંપત્તિ મેળવવા દાવો કરે છે, જો કે તેના કરતા વધુ સંપત્તિ અન્ય લોકો પાસે પણ હોય છે.

કણિકા ૨૪૧ : દયા અને કરૃણા પ્રસરાવી શકાય એવા રસ્તા શોધો કેમકે માર્ગો તો ઘણા છે પણ દયાનો માર્ગ એ મુકિત તરફ લઇ જતો માર્ગ છે.

કણિકા ૨૪૨ : જેમનું હૃદય દયાથી ભરેલું હોય છે તે ક્યારેય અંધારા તરફ ખેંચાતો નથી.

કણિકા : ૨૪૩ : કોઇપણ જીવને દુ:ખ ના આપો; દયાળુ લોકો દરેક જીવના રક્ષણમાં માને છે.

કણિકા : ૨૪૪ : ફળદ્રુપ પૃથ્વી પરથી પસાર થતો ઠંડો પવન એ વાતનો સાક્ષી છે કે દરેકે શાંતિથી જીવવું જોઇએ.

કણિકા : ૨૪૬ : જેમ આ દુનિયા પૈસા વગરના લોકો માટે નથી એમ તે દયા વિહોણા લોકો માટે પણ નથી.
કણિકા : ૨૪૭ : જે લોકો પાસે પૈસા નથી એ એક દિવસ જરૃર સમૃધ્ધ થશે, પરંતુ જે લોકો પાસે કરૃણા નથી એ હંમેશા ખાડામાં પડયા રહેવાના છે.

કણિકા : ૨૪૮ : દયાળુ ભાવનાના વિના દાન ના થઇ શકે. આ સત્યને મગજમાં રાખવું જોઇએ.
કણિકા : ૨૪૯ : તમારાથી નબળા લોકોને ત્રાસ આપો ત્યારે એ વિચારો કે તમારાથી વધુ શક્તિશાળી લોકો સામે ઊભા હોય ત્યારે તમારી શું દશા થાય છે.

કણિકા : ૨૫૦ : જ્યારે તમારા ચહેરા પરનું સ્મિત ગુસ્સો હરી લે છે, ત્યારે એ વિચારો  કે ગુસ્સો તમારો  સૌથી મોટો દુશ્મન છે.
કણિકા : ૩૦૪ : જો માણસ તેનો પોતાનો જ રક્ષક હોય તો તેણે ગુસ્સા સામે પણ રક્ષણ મેળવવું જોઇએ, જો એમ ના કરી શકે તો તે જ તેના ગુસ્સાનો ભોગ બનશે.
કણિકા : ૩૦૫ : આગની નજીક જવાથી ભલભલા દાઝે છે, તેને બચાવવા જનાર તેના મિત્રો પણ દાઝી જાય છે.
કણિકા : ૩૦૬ : જો અન્યને નુકસાન કરવાથી થોડી ખુશી મળતી હોય તો તે હૃદય સ્વીકારતું નથી. અન્યને દુખી કરવાથી હૃદય નારાજ થાય છે.
કણિકા : ૩૧૨ : કોઇને પણ વિના કારણે ઉશ્કેરવો તે પોતાને જ અંતે દુ:ખમાં જુવે છે.
કણિકા : ૩૧૫ : કોઇપણ પગલું જે માણસને પોતાને ગમતું નથી, તે બીજા સામે ના ભરવું જોઇએ.
કણિકા : ૩૧૬ : મુખ્ય સિધ્ધાંત એ છે કે હાથે કરીને કોઇને નુકસાન ના પહોંચાડો.
કણિકા : ૩૧૭ : શા માટે લોકો અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે, કેમકે અંતે તો તેને જ નુકસાન થવાનું છે.
કણિકા : ૩૧૮ : કોઇ પણ પોતાના ખોટા કાર્યો અંગે બીજી સવારે દુ:ખ વ્યક્ત કરે તો માનવું કે તેને આ સોરી કહેવાનો વિચાર ગઇ બપોરથી જ આવવો શરૃ થયો હશે.
કણિકા : ૩૧૯ : જે લોકો અન્યને નુકસાન પહોંચાડે છે તે પોતાને જ નુકસાન કરે છે, એટલે જ જો કોઇ નુકસાનરહીત રહેવા માગે તો બીજાને નુકસાન ના કરે.
કણિકા : ૩૨૦ : સદાચારી વર્તન એટલે શું તે ક્યારેય જીવનને બગાડતી નથી, કોઇની હત્યા કરવી એ સૌથી મોટું પાપ છે.
કણિકા : ૩૨૧ : સદાચારની ભાવના પરંપરાગત ચાલી આવે છે, એટલે જ પૃથ્વી પરના તમામ  જીવો તરફ કરૃણા બતાવવી જોઇએ.
કણિકા : ૩૨૨ : હત્યા કોઇપણ રીતે ચલાવી શકાય નહીં, તેનો પ્રત્યાઘાત તરત જ પડે છે.
કણિકા : ૩૨૩ : સારો રસ્તો કયો ? એવો રસ્તો કે જે હત્યાથી દૂર રહે અને પૃથ્વીના જીવો તરફ કરૃણા બતાવે.
કણિકા : ૩૨૪ : વિશ્વમાં અનેક લોકો કરૃણા બતાવે છે, આ લોકો હત્યા બાબતે બાંધછોડ નથી કરતા, અને અહિંસાનો પ્રચાર કરે છે.

આપણે એટલું સમજી લેવું જોઇએ કે જે પ્રાણી કે માનવ જીવન જે આપણા કરતા ઓછું શક્તિશાળી છે તેને નુકસાન પહોંચાડવાથી તમને કશું મળવાનું નથી. અહીં આપેલી કણિકાઓ વાંચશો તો જીવન સુખમય કરી શકશો.

શું તમે ખરેખર સુખી છો ? શું અન્ય નબળા જીવોને નુકસાન પહોંચાડવાથી તમે વધુ સુખી થઇ શકશો ?

Post Comments