Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

કાપડ બજારમાં ઘરાકીની નહીં , પરંતુ કોસ્ટિંગની તેજી : નાણાં વગરની ઘરાકી

કાપડ બજારમાં કાપડ બનાવવાનો ઉત્પાદન ખર્ચ વધવા પામેલ છે. તેની સામે ફીનીશ કાપડના ભાવમાં વધારો થયેલ નથી. કાપડમાં ગ્રે કાપડના ભાવ ઉંચા ગયેલ છે અને તેની સામે નાણાભીડ અને અન્ય કારણોના લીધે ફીનીશ કાપડના ભાવ તેની પેરીટીમાં વધારો થયેલ નથી. આમ કાપડ બજારમાં રીવર્સ સાયકલ ચાલી રહેલ છે. આના પરિણામે કાપડનો ધંધો કરતા રીટેલ અને હોલસેઇલ વેપારીઓની મૂંઝવણ વધેલ છે. કાપડમાં કપાસના ભાવ જે ગયા વર્ષે રૃ ૩૩૦૦૦ રહેલ તે આ વર્ષે વધીને રૃ ૪૪૪૦૦ થયેલ છે. ગયા વર્ષ કરતા કોટન યાર્નના ભાવમાં ૩૦થી ૪૦ ટકા ભાવમાં વધારો થયેલ છે. તેવી જ રીતે સિન્થેટીક્સ યાર્ન અને ફાઈબરના ભાવમાં ૨૫થી ૩૦ ટકા ગયા વર્ષ કરતા ભાવમાં વધારો થયેલ છે. આમ સમગ્ર રીતે કાપડ બનાવવું મોઘું થયેલ છે. અને તેના પરિણામે ગ્રે કાપડના ભાવમાં રૃ. ૧૦થી ૨૦નો વધારો મીટર દીઠ થયેલ છે. જ્યારે ફીનીશ કાપડના ભાવ વધારા માટે ફાંફાં કરવા પડે છે. વધુમાં માર્ચ એન્ડિંગના લીધે કાપડમાં નાણાભીડ સખત છે. વેપારીઓનું માનવું છે કે કાપડ બજારમાં નાણા વગરની ઘરાકી છે. માલો વેચાણ છે ડીલીવરી થાય છે પરંતુ તેના નાણા ફરતા નથી. ચક્કર ઉધું થાય છે.

કાપડના ધંધામાં કેટલા પ્રમાણમાં નાણા રોકવા તે વેપારી વર્ગને સમજાતું નથી. બેંકોની લીમીટ પણ પૂરી વપરાતી થયેલ છે. વધુમાં માર્ચ મહિનો એટલે નાણાકીય એડજેસ્ટમેન્ટનો મહિનો. વેપારી વર્ગ વર્ષના ૧૧ મહિના ધંધો કરે છે. અને માર્ચ મહિનામાં હિસાબો એડજસ્ટ કરે છે. માર્ચમાં એડવાન્સ ટેક્સ, વીમા પ્રીમીયમ, શરાફી વ્યાજ, ઇન્કમ ટેક્ષ માટેના એડજસ્ટમેન્ટ ટીડીએસની જોગવાઈ, પીપીએફ, સરકારી સિક્યોરિટીમાં રોકાણ વગેરે કરવાનું હોવાના લીધે કાપડ બજારના રોટેશનમાંથી ચલણ બહાર નીકળી જાય છે. આના કારણે કાપડના વેપારીઓ અને ઉત્પાદક વર્ગ કારમી નાણાભીડમાં છે અને બજારમાં પેમેન્ટનું ચક્ર અટકી ગયેલ છે. આમ પણ કાપડમાં પેમેન્ટના ધારા ધોરણ બગડી ગયેલ છે. મહાજન દ્વારા વારંવાર આ અંગે કાયદા કરવામાં આવે છે. પરંતુ કાપડનો ધંધો ગરજાઉ હોવાના લીધે કોઈ કાયદા કાનુનનો અમલ થઇ શક્તો નથી. વધુ પડતુ ઉત્પાદન અને સામે ઘરાકીનો અભાવ મુખ્ય પ્રશ્ન છે. આમા નિકાસમાં પણ કામકાજ ઘટેલ છે. દેશની ટેક્ષટાઈલની નિકાસ એપ્રિલથી ડીસેમ્બરના ગાળામાં ૪.૫ ટકા ઘટીને ૨૬ અબજ ડોલરની થઇ હતી. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમીક્ષક ગાળામાં ટેક્ષટાઈલની નિકાસ ૨૭.૨ અબજ ડોલરની હતી. પાવરલુમ વીવર્સ સમક્ષ તાજેતરમાં નિયમિત વીજ પુરવઠો અને પર્યાપ્ત યાર્ન ઉપલબ્ધતાનો પડકાર રહેલો છે.

ભારતમાં કપાસના પાક વિશેની અનિશ્ચિતતા છે. ગયા વર્ષ કરતા કપાસના ભાવ સારા પ્રમાણમાં વધી ગયેલ છે. ગયા વર્ષે જે કપાસના ભાવ રૃ ૩૩૦૦૦ હતા તે આ વર્ષે વધીને રૃ ૪૪૪૦૦ થયેલ છે. ખેડૂતો માટે કપાસ માટે આ વર્ષ સારૃ છે. પરંતુ તેના પરિણામે કોટન યાર્નના ભાવો સારા પ્રમાણમાં વધી ગયેલ છે. તેની સરખામણીએ કાપડમાં ગ્રે કાપડના ભાવો વધેલ છે. પરંતુ ફિનીશ કાપડના ભાવ નહિ વધતા વેપારી વર્ગની અકળામણ વધેલ છે. વધુમાં અમુક પ્રોસેસ હાઉસો આનો આડકતરો ફાયદો લેતા હોય છે. પ્રોસેસ હાઉસો ગ્રે કાપડ ફીનીશ માટે જોબ કરતા હોય છે. તે ઉચા ભાવોના માલો ડાયરેક્ટ વેચી નાખે છે. જ્યારે ભાવ ઘટે ત્યારે માલની ડીલીવરી વેપારીવર્ગને કરે છે. આના લીધે મહાજને વેપારીવર્ગને સૂચના આપેલ છે કે જે પ્રોસેસ હાઉસો પોતે ટ્રેડીંગ એક્ટીવીટીમાં હોય તેના ત્યાં રો કાપડનું પ્રોસેસ કરતા ડબલ વખત વિચાર કરવો જોઇએ. આવા ક્રાયસીસ વખતે વેપારીઓને ખોટો માર પડતો હોય છે.

કાપડમાં ગ્રે કાપડમાં ભાવમાં વધારો થતા જુના ભાવના માલો બજારમાં ખપી ગયેલ છે. આના લીધે દેશાવર અને લોકલમાં માલ બોજો ઓછો થઇ ગયેલ છે. પરંતુ જે રીતે જુના ભાવમાં માલો વેચાયા છે તેની સામે જે ફોર્સથી નાણા ફરવા જોઇએ તે ફોર્સથી નાણા વેપારીઓના હાથમાં નહિ આવતા પરિસ્થિતિ પ્રવાહી થઇ ગયેલ છે. માર્ચ એન્ડિંગના લીધે નાણાની સાયકલ બગડવા પામે છે. આગળ ય્જી્ જુલાઈમાં આવશે. તેવી શક્યતા વધી ગયેલ છે. ય્જી્ ના કારણે ધંધો નાના હાથોમાંથી સરકી જશે અને મોટા સંગઠિત યુનિટોનો ધંધો વધશે. બે નંબરના કામકાજ ઓછા થઇ જતાં પાવરલુમ કેન્દ્રોને ફટકો પડશે. લેવેચના ભાવમાં કોઈ સીક્રસી રહેશે નહિ. આના કારણે વેપારીઓના નફા ઘટશે. ય્જી્ ના લીધે ઉધારી ઘટી જશે જે કાપડના ધંધા માટે પ્લસ પોઇન્ટ છે. જો કે હિસાબી કામકાજ ખૂબ જ વધી જશે. ઓક્ટ્રોય નીકળી જશે. અને આખુ ભારત એક માર્કેટ થઇ જતા માલની હેરફેર અને વેપાર સરળ બની જશે. આજે મેનમેઇડ ફાઈબર પર ૧૨.૫ ટકા એકસાઇઝ ડયૂટી છે જ્યારે કોટન ફાઈબર પર ડયૂટી નથી.
કાપડના ભાવ : કાપડમાં ગ્રે કાપડના ભાવો વધેલ છે. તેની સરખામણીએ ફીનીશ માલોના ભાવો વધવા માટે ફાફાં કરવા પડે છે. વેપારીઓને બે બાજુ માર ખાવો પડે છે. આ વખતના માર્ચ એન્ડિગના સરવૈયામા મોટા ભાગના વેપારીઓ કમાયા નથી અને વર્ષ દરમિયાન પોતાની મૂડીથી દુકાન અને ઘર ખર્ચ કરવો પડતો થયેલ છે.

ડેનિમમાં ઘણા બધા ઉત્પાદક યુનિટો થઇ ગયેલ છે. ડેનિમમાં જુના ભાવના માલો ચુક્તે વેચાઈ ગયેલ છે. આમ તો ડેનિમ ચણા-મમરાની જેમ વેચાઈ રહ્યું છે. ડેનિમમાં કોસ્ટિગ ઘણુ વધી ગયેલ છે. પરંતુ ભાવ ૪-૫ ટકા વધ્યા છે. યાર્ન ડાઇડ શર્ટિંગ્સમાં મીનીમમ ચેક્સની ડીમાન્ડ છે. ૪૦-૪૦ ૧૦૮-૭૨ ગ્રે રૃ ૮૫માં વેચાય છે. એરજેટ લૂમના ૬૩ પનો ગ્રે ૬૦/૬૦ ૧૬૫/૧૦૪ સાટીન રૃ ૮૨ અને એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૪/૭૨ રૃ ૬૨માં માલો મલે છે. કોટન ધોતીનું ઉત્પાદન ઓછું છે. કોટન ધોતી ૯ મીટર ૪૭ પનો ૬૪/૫૬ ક્વોલીટી જોટાના ભાવ રૃ ૧૯૫ છે. અને પીસી ધોતી ૬૪/૫૬ રૃ ૧૫૦માં વેચાય છે.
 

Post Comments