Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

ભારતમાં ગરીબી પ્રવર્તવા પાછળનું મુખ્ય કારણ શું છે ?

અઢળક યોજનાઓ છતાંય

ઉદ્યોગોની વાતનો હિન્દ સ્વરાજીસ્ટો વિરોધ કરે છે અને આધુનિક ઉદ્યોગોએ જે સગવડોના સાધનો ઊભા કર્યા છે તેનો ભરપૂર ઉપયોગ કરે છે

કલ્યાણ યોજનાઓ અને ગર્વનન્સ :

ગમે તેટલી કલ્યાણ યોજનાઓ બનાવો અને બજેટમાં તેની ફાળવણી કરો પરંતુ તેમાંથી મોટોભાગ જો વચેટિયાઓ (રાજકારણીઓ) સરકારી, અમલદારો, વ્યાપારીઓ, તલાટીઓ અને મામલતદારો સામાન્ય નોકરિયાતો વચ્ચેથી જ પડાવી લે તો કલ્યાણ યોજનાઓનો કોઈ અર્થ સરતો નથી. બેંકો અને ખાસ કરીને સરકારી બેંકો (પબ્લીક સેકટર યુનીટસ) પોતાના માનીતા ઉદ્યોગકારોને નાણાં ધીરે અને તે બાબતમા પણ ભ્રષ્ટાચાર આદરે તો તેને આપણે 'ક્રોની કેપીટાલીઝમ' કહીએ છીએ. તે મૂડીધારકોની બેંકો પર કેટલી મોટી વગ (પ્રભાવ) છે તે દર્શાવે છે તેવા ઓળખાણ અને ભ્રષ્ટાચાર બન્ને સંડોવાયેલા હોઈ શકે છે. જો કે કારણ એવું અપાય છે કે દેશમાં માંગની સ્થિતિ ખરાબ હોવાથી મૂડીધારકો અને ઉદ્યોગકારો અને મોટા વ્યાપારીઓ લોનના નાણાં પરત કરી શક્યા નથી. પણ તે પૂર્ણ સત્ય નથી. એનપીએ આપણી બેંકોની ગ્રોસ નોન પરફોર્મીંગ એસેટ્સ (એનપીએ)ના આંકડા દેશના અર્થકારણને ધુ્રજાવી દે તેવા છે. એનપીએ એ તો રૃપાળુ નામ છે પરંતુ તેનો ખરો અર્થ 'બેડ લોન' એટલે કે ખરાબ રીતે ધીરેલા નાણાં થાય. દરેક બેંકની, દુનિયાની દરેક બેંક ધીરાણ આપવામાં ભૂલ કરે છે. અને તેની 'બેડલોન્સ' કે 'બેડ ડેબ્ટ' હોય છે. પરંતુ ભારતની પીએસયુ (પબ્લીક સેકટર એકમો) એ તેવાં હદ વટાવી દીધી છે. ઇ.સ. ૨૦૧૪માં આપણી બેંકોની એનપીએ ૨,૯૨,૧૯૩ (બે લાખ બાણુ હજાર એકસો ત્રાણુ) રૃપિયા હતી. ઇ.સ. ૨૦૧૫માં તે વધીને ૪,૩૭,૮૫૯ (ચાર લાખ સાડત્રીસ હજાર આઠસો ઓગણ સાઇઠ) રૃપિયા થઇ ગઇ. ઇ.સ. ૨૦૧૬માં તે ફરીથી ધીરાણમાં ખરાબ રીતે અપાયેલા ધીરાણ (બેડ લોન)ની ૨૦૧૪માં ટકાવારી ૪.૪ ટકા હતી.

૨૦૧૫માં ૬ ટકા અને ૨૦૧૬માં ૯.૩ ટકા હતી. આટલી મોટી ટકાવારી તદ્દન અસ્વીકાર્ય છે અને તે બેકીંગ ક્ષેત્રની નિષ્ફળતા દર્શાવે છે. બેંકોના મોટાભાગના દેવાદારો સારા હોય છે અને લોન તથા વ્યાજના પૈસા સમયસર ચૂકવી દે છે. પરંતુ ખરાબ દેવાદારો વ્યાજ અને મુદ્દલ ચૂકવતા નથી અને મોટાભાગે ખોટા બહાના કાઢે છે. આપણી બેંકોના મોટા દેવાદારોમા હીરાના અમુક વેપારીઓ, ફડચામાં ગયેલી બે એરલાઈન કંપનીઓ, એક મીડીયા હાઉસ, મલ્ટી સ્ટેટ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ સોસાયટી, કેટલીય ખનિજ કંપનીઓ અને હજારો વ્યાપારીઓ અને પ્રોપાયટર્સ છે. અહીં યાદ રહે કે આપણી ખાનગી બેંકોની એનપીએ ઘણી ઓછી છે. આપણા બજેટને બેંકોની આ નિષ્ફળ લોનો સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી પરંતુ આપણા બજેટની રકમ સાથે આ ખરાબ લોનોની સરખામણી કરતા જણાય છે કે ભ્રષ્ટાચાર અને ખરાબ મેનેજમેન્ટ બન્ને ભેગા મળીને આપણા દેશને કેટલો ગરીબ રાખે છે. આપણું ૨૦૧૭-૨૦૧૮નું કુલ જેટ ૨૧.૪૬ લાખ કરોડનું છે.

અને બેંકોનું ખરાબ ધીરાણ લગભગ ૭ લાખ કરોડનું છે. યાદ રહે કે વધુ ખરાબ ધીરાણ ભ્રષ્ટાચારને કારણે હોતું નથી પરંતુ ધીરાણ આપવામાં ખોટું જજમેન્ટ પણ ભાગ ભજવે છે. મોટાભાગે આમ હોય છે પરંતુ ઘણા કીસ્સાઓના મૂડીપતીઓની વગ કે પહોળુ અને ઊંડું ખીસ્સુ પણ તેમા ભાગ ભજવે છે. ભારતની આ બાબતમાં અન્ય દેશો સાથે સરખામણી કરતા શરમથી માથુ ઝૂકી જાય છે. ચીનમાં એનપીએ માત્ર ૨ ટકા, દક્ષિણ આફ્રિકા ને માત્ર ૩ ટકા અને બ્રાઝીલમાં ૪ ટકા છે. માત્ર રશિયા જે અત્યારે ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે તેની એનપીએ ભારત જેટલી જ એટલે કે નવ ટકા છે. કાર્લ માર્ક્સને તો એટલી જ ખબર હતી કે મૂડીપતીઓ માલિકોનું સરપ્લસ લૂંટીને ધન એકઠું કરે છે. માટે શ્રમિકોએ સંગઠિત થઇને હિંસક ક્રાંતિ કરવી જોઇએ. તેને જરાય ખ્યાલ ન હતો કે રાજ્યની બેંકો ધનિકોને જંગી મૂડી પૂરી પાડશે અને આ મૂડી પરત નહી કરીને ધનિકો માત્ર શ્રમીકોનું નહી પણ સમગ્ર સમાજનું પણ શોષણ કરશે. કાર્લ માર્ક્સ ભારતની ૧૮૫૦-૧૮૬૦મા સ્થિતિ જોઇને રડયા હતા. તેને વિષે અનેક લેખો લખ્યા હતા. હવે કબરમાં ફરીથી રડશે.

ભારતમાં ગરીબીના કારણો

૭૦ વર્ષના સ્વાતંત્ર્ય પછી ભારતીય સમાજ અને અર્થકારણ હજી ખેતીપ્રધાન હોય તો તે ગરીબી દૂર ના કરી શકે ખેતીવાડીમાં ઉદ્યોગ કરતા 'વેલ્યુ એડેડ' ઘણુ ઓછું છે. ઉદ્યોગો માંગને પહોંચી વળવા મૂડીવાદીઓ ૨૪ કલાક ફેકટરીઝ ચલાવી શકે છે. જગતભરમાં પોતાના થાણાં (ઉત્પાદન કેન્દ્રો) નાખી શકે છે. ખેતીનું ઉત્પાદન ચક્ર હવામાન અને વરસાદ આધારિત છે. તેમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ત્રણ મહિનાથી માંડીને નવ મહીનાનું અંતર હોય છે. તેના રાતોરાત ઉત્પાદન વધી ના શકે. ભારતમાં કઠોળના ભાવો ગયા વર્ષે એકદમ વધી ગયા તેથી ખેડૂતોએ આ વર્ષે કઠોળનું ઉત્પાદન વધાર્યું પરંતુ ભાવો તો ત્યારે જ નીચા જાય જ્યારે બજારમાં કઠોળનો નવો પાક આવે. નવો પાક આવતા ત્રણથી છ મહિના થઇ જાય. અત્યારે નવા પૂરવઠાને કારણે કઠોળના ભાવો નીચા થતા જાય છે.
ખેતીની અને ઉદ્યોગ મેન્યુફેકચરીંગ સાયકલ્સ જુદી જુદી હોય છે. સર્વીસ સેક્ટરની ઝડપી હોય છે.

ભારતની ખેતીવાડીનું ક્ષેત્ર :

ભારતમાં ગરીબીનું એક મુખ્ય કારણ એ છે કે જીડીપીમાં ખેતીવાડીનો ફાળો માત્ર ૧૫ ટકા (ઘણા અહેવાલો ૧૪ ટકા કે ૧૭ ટકા મુકે છે) છે જ્યારે આ ક્ષેત્રમાં ૪૯ ટકા લોકો કામ કરે છે. જો તેના ૪૯ ટકા લોકો કામ કરતા હોય તો તેમણે જીડીપીમાં ૧૫ ટકાને બદલે ૪૯ ટકાનો ફાળો આપવો જોઈએ. તે દર્શાવે છે ભારતમાં ખેતીવાડીનું ક્ષેત્ર કેટલુ બીનકાર્યક્ષમ (ઇનએફીશીયન્ટ) છે. ભારતની કુલ વસતીમાં ૬૮ ટકા લોકો ગામડામાં અને ૩૨ ટકા  શહેરોમાં રહે છે. ખેતીવાડી ક્ષેત્રના ઓછા ફાળાને કારણે ગામડામા ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે.
ભારતે ખેતીપ્રધાન દેશમાંથી ઉદ્યોગ પ્રધાન દેશ (ચીનની જેમ) બનવાનું છે. ચીનની માથાદીઠ આવક ૭૮૨૦ ડોલર્સ છે જ્યારે ભારતની માથાદીઠ આવક લગભગ ૧૬૦૦ ડોલર્સ છે. યાદ રહે કે ૧૯૪૯માં જયારે ચીન સામ્યવાદી બન્યુ ત્યારે આપણાથી વધારે ગરીબ હતુ. આપણી જીડીપીમા ઉદ્યોગનો ફાળો અત્યારે ૨૫ થી ૨૬ ટકા છે. ઉદ્યોગના સેકટરમાં માઈનીંગ (ખનીજો), મેન્યુફેકચરીંગ અને વીજળીનો સમાવેશ થાય છે. એ ઉદ્યોગોનો ફાળો ૨૫ થી ૨૬ ટકામાંથી વધારીને ૪૦ ટકા કરી શકીએ તો ભારતના ગરીબો કે જે વસતીના ૨૧ ટકા (લગભગ ૨૬.૫૦ કરોડ) ગણાય છે તેમની ગરીબી દૂર કરી શકીએ. ચીને પોતાના ખેતીપ્રધાન અર્થકારણને ઉદ્યોગપ્રધાન બનાવ્યું છે અને તેના નાગરિકોનો જીવન આવરદા ૭૬ વર્ષનો કરી દીધો છે. ભારતનો અત્યારે ૬૯ વર્ષ છે. ઉદ્યોગોની વાતનો હિન્દ સ્વરાજીસ્ટો વિરોધ કરે છે અને આધુનિક ઉદ્યોગોએ જે સગવડોના સાધનો ઊભા કર્યા છે તેનો ભરપૂર ઉપયોગ કરે છે. હોંશે હોંશે મોંઘી મોટરકારો ચલાવે છે.

ખેતીલાયક જમીન અને સિંચાઈ :

ભારતની ગરીબીનું એક બીજુ કારણ સિંચાઇનો અભાવ છે. અત્યારે ભારતની ખેતીલાયક જમીન ૧૪.૧ કરોડ હેકટર્સ (એક હેકટર એટલે લગભગ અઢી એકર) માંથી માત્ર ૪૬ ટકા જમીનમાં સિંચાઇની સગવડ છે. બાકીની ૫૪ ટકા આકાશી ખેતી છે. સિંચાઇ માટે બંધો બાંધવા પડે. તેનો પણ અમુક સંસ્થાઓ પર્યાવરણ પ્રદૂષણને નામે વિરોધ કરે છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તો પણ બંધનો વિરોધ થાય છે. અલબત્ત હિન્દ સ્વરાજીસ્ટો બંધોનો વિરોધ કરતા નથી પણ ઝનૂની પર્યાવરણવાદીઓ (શિવાનંદા વગેરે) કરે છે.
યાદ રહે કે ભારતના કુલ ખેતરોમાંથી ૮૫ ટકા ખેતરો એક હેકટર (અઢી એકર)થી નાનાં છે. કૃષિ પ્રધાન ભારતમાં ૨૦૧૪-૨૦૧૫માં કૃષિ ઉત્પાદનનો વૃધ્ધિ દર નેગેટીવ હતો, ૨૦૧૫-૨૦૧૬માં માત્ર ૧.૨ ટકા હતો અને ૨૦૧૬-૨૦૧૭માં અંદાજીત ૪.૧ ટકા છે.

ટેક્ષ ચોરી :

ભારતની ગરીબીનું કારણ હવે પકડાય છે. તે ભ્રષ્ટાચાર અને કરચોરી છે. કરચોરી એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. ભારતમાં તમામ પ્રકારના કરવેરાની કેન્દ્રીય આવક જીડીપીના માત્ર ૧૧ ટકા છે. ૨૦૧૦-૨૦૧૧માં તે જીડીપીના ૧૦.૫ ટકા હતી તે પછીના વર્ષોમાં પણ તે અનુક્રમે ૧૦.૨ ટકા, ૧૦.૮ ટકા અને ૧૦.૯ ટકા હતી. અન્ય દેશોમાં તેની ટકાવારી જાણવી છે ? સ્વીડનમાં ૨૬.૩ ટકા, યુ.કે.માં ૨૫.૬ ટકા, સ્પેનમાં ૨૨ ટકા હતી પણ મજબૂત કોર્પોરેટ લોબી ધરાવતા અમેરિકામાં તે માત્ર ૧૧.૪ ટકા હતી. જો ભારત તેના કેન્દ્રીય આવકવેરાની આવક બેગણી કરી દે તો આપણે ભારતના ૨૬.૫ કરોડ ગરીબોને દર મહિને વ્યકિતદીઠ ૨૦૦૦ રૃપિયા પોર્વટી એલાઉન્સ આપી શકીએ. પાંચ જણના કુટુંબની આવક મહિને દસ હજાર થતા ગરીબી અદ્રશ્ય થઇ જાય. આપણી કરચોરી અને ભ્રષ્ટાચાર ભારતને ગરીબ રાખે છે. હિંસક વર્ગવિગ્રહમાં માનનાર ચારૃ મજમુદાર, કનુ સન્માલ અને સાંથાલ ખોટા હતા. નક્ષલવાદીઓ હવે ખંડણીખોર બની ગયા છે અને શંકાના આધારે બાતમીદારોને બંદુકની ગોળીથી મારી નાખે છે.

Post Comments