Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના પર જીએસટી રેટ સંદર્ભે વિરોધાભાસી વલણ

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન અને ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશને આ મુદ્દે રજૂ કરેલા પોતાના મંતવ્ય

વિતેલા સપ્તાહમાં જીએસટી કાઉન્સિલની મળેલ બેઠકમાં મહત્તમ સેસ કેટલી લેવી તે અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જે મુજબ ઠંડા પીણા અને લકઝરી ગુડસ પર લેવાનારા ૨૮ ટકાના ગુડસ અને સર્વિસ ટેક્સ ઉપરાંત ૧૫ ટકા સેસ પણ લેવામાં આવશે. આરોગ્યને હાનિકારક ગુડઝને પણ ઉપરોકત સ્લેબમાં સમાવાશે.

જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ ચીજવસ્તુઓને કયા સ્લેબમાં મુકવી તે અંગે હાલ કવાયત ચાલી રહી છે. તો આ મુદ્દાની બીજી તરફ સોના પર જીએસટીનો કયો રેટ અમલી બનાવવો તે અંગે સોનાના વેપાર સાથે સંકળાયેલ બે એસોસીએશન વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનની એવી માંગ છે કે ગોલ્ડ જવેલરીના ઉત્પાદકો અને રીટેલરોને જીએસટી ૧.૨૫ ટકાના દરે અમલી બનવી જોઈએ.

તો બીજી તરફ ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનનું એવું કહેવું છે કે સોનાની દાણચોરી ઘટાડવા સરકારે ઇમ્પોર્ટ ડયુટી ઘટાડીને ૬ ટકા કરવી જોઈએ અને જીએસટીમાં ૬ ટકાના સ્લેબમાં તેનો સમાવેશ થવો જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે દેશમાં કેરાલાને બાદ કરતાં તમામ સ્થળે સોના પર વેરાનું માળખું સમાન છે. આ માળખા મુજબ સોના પર ૧૦ ટકા ઇમ્પોર્ટ ડયૂટી અમલી બનાવાયેલ છે. જયારે એક ટકા એકસાઇઝ ડયૂટી વસુલાય છે. એક માત્ર કેરાલામાં ૫ ટકા વેટ વસુલાય છે. તે સિવાય અન્ય સ્થળે ૧ ટકા વેટ અમલી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં દેશના ૧૫ રાજ્યોના નાણાંમંત્રીની મુલાકાત લીધી હતી. અને આગામી સમયમાં વધુ પાંચ રાજ્યોના નાણાં મંત્રીની મુલાકાત લેવાશે.

 વિવિધ રાજ્યોના નાણા મંત્રી સાથેની બેઠકમાં આ પ્રતિનિધિ મંડળે સોના પર જીએસટીના મુદ્દે ચર્ચા-વિચારણા કરી પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

ફેડરેશને જણાવ્યું હતું કે આ ક્ષેત્રને વધુ નિયમકારી બનાવવા તેમજ દાણચોરીના દૂષણને દૂર કરવા જેમ્સ જવેલરી સેકટરને ૧.૨૫ ટકાના સ્લેબ હેઠળ આવરી લેવું જોઈએ. જો સરકાર આ પગલું ભરશે તો ઇન્ડસ્ટ્રી વધુ સંગઠિત બનશે. તેમજ આ ઇન્ડસ્ટ્રી માટે પણ આ માળખું તમામ સ્તરે રાહતદાયક પૂરવાર થશે.

બીજી તરફ ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશને સરકાર સમક્ષ દાણચોરીના દૂષણને ડામવા હાલની ૧૦ ટકાની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડીને ૬ ટકા કરવા રજૂઆત કરાઇ છે. તો બીજી તરફ આ ઇન્ડસ્ટ્રીને જીએસટીના ૬ ટકાના સ્લેબમાં રાખવા રજૂઆત કરાઇ છે.

આમ જેમ્સ જવેલરી ક્ષેત્રની બે આગેવાન સંસ્થાઓએ જીએસટી રેટ સંદર્ભે અલગ પ્રતિભાવ રજૂ કર્યા છે. જો કે, સરકારે હજુ આ અંગે કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી. પરંતુ, આ મુદ્દે આગામી સમયમાં પ્રતિકૂળતા ઉદભવે તેવા એંધાણ છે.
 

Post Comments