Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાહેર ક્ષેત્રની બેન્કોનું રીકેપિટલાઝેશન સાથે તેનું વ્યવસાયીકરણ કરવું પણ એટલું જ જરૃરી

- બેન્કોમાં નાણાં ક્યાં સુધી ઠાલવતા રહેવાનું એ પણ એક પ્રશ્ન છે

તા.11 ફેબ્રુઆરી 2018, રવિવાર

નોન પરફોર્મિંગ એસેટસના જંગી આંકે દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની અસ્કયામતોનું મોટેપાયે ધોવાણ કર્યું છે. આ બેન્કોની બેલેન્સ શીટસ ઝડપથી ફરી સમથળ કરવાનું જરૃરી બની ગયું છે પરંતુ તે કરવાની કામગીરીમાં અનેક અંતરાયો જોવા મળી રહ્યા છે. દેશના આર્થિક વિકાસ અને રોજગાર વધારવામાં જાહેર ક્ષેત્રની બેન્કોની ભૂમિકાનું મહત્વ ધ્યાનમાં રાખીને સરકારે ખાડે ગયેલી જાહેર ક્ષેત્રોની બેન્કોને ફરી સદ્ધર બનાવવા બે મુખ્ય પગલાં હાથ ધર્યા છે. એક તો ઈન્સોલવન્સી અને બેન્કરપ્સી કોડનો અમલ અને બીજુ બેન્કોને રીકેપિટલાઈઝડ કરવાનો નિર્ણય. રીકેપિટલાઈઝેશન કાર્યક્રમ હેઠળ આગામી બે વર્ષમાં બેન્કોમાં રૃપિયા ૨.૧૧ લાખ કરોડ ઠાલવાશે.
 

બેન્કોનું રીકેપિટલાઈઝેશ આ કંઈ પહેલવહેલું નથી. ૧૯૯૦ના દાયકાથી જ્યારે જ્યારે પણ સરકારી બેન્કો નબળી પડી છે ત્યારે તેમાં સરકાર નાણાં ઠાલવતી આવી છે. ૨૦૧૦-૧૧ બાદ તો સ્થિતિ વધુ વણસી ગઈ છે. ૨૦૦૯-૧૦ સુધી બેન્કોમાં એકંદરે રૃપિયા ૨૩૦ અબજ ઠલવાયા હતા. ૨૦૧૦-૧૧થી ૨૦૧૬-૧૭ના ગાળામાં બેન્કોને ટેકો પૂરો પાડવા કુલ રૃપિયા ૧૦૮૧ અબજ ઠલવાયા હતા.  પ્રારંભમાં  રીકેપિટલાઈઝેશન કાર્યક્રમનો મૂળ હેતુ થોડીઘણી નબળી જાહેર ક્ષેત્રની બેન્કોની સમશ્યા દૂર કરવા માટેનો હતો પરંતુ સમય જતા આ એક પરંપરા બની ગઈ છે અને મોટી જાહેર ક્ષેત્રની બેન્કોમાં પણ નાણાં ઠાલવવાની આવશ્યકતા પડવા લાગી છે.
 

ભારતને જાહેર ક્ષેત્રની બેન્કોની આવશ્યકતા નથી એવું નથી પરંતુ મર્યાદિત માત્રામાં રાખવાનું હવે જરૃરી બની ગયું છે. જેમ ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એવી જ સ્થિતિ દેશની નાણાંકીય વ્યવસ્થાની છે. વધુ પડતી બેન્કો છાશવારે દેશની નાણાં વ્યવસ્થાને ખોરવી નાખતી હોવાનું જોવા મળે છે. કોઈ જાહેર ક્ષેત્રની બેન્ક પોતાના નફાની વૃદ્ધિ માટે પૂરતા સ્રોતો ઊભા કરવા શક્તિમાન ન હોય તો આવી બેન્કોનો ભાર ઊંચકવાને બદલે તેનું ખાનગીકરણ કરી નાખવું અથવા તો તેને અન્ય બેન્કમાં ભેળવી દેવાનું દેશ માટે નફાકારક સાબિત થઈ શકે છે.

એનપીએના લાંબા સમયના ઊકેલ માટે જાહેર ક્ષેત્રની બેન્કોને કામકાજમાં પૂરતી સ્વાયત્તતા અપાય તે પણ આવશ્યક છે. જાહેર ક્ષેત્રની બેન્કો પરથી સરકારી નિયંત્રણ સદંતર દૂર કરવાનું શકય નથી તેમ છતાં તેમાં અમલદારો અને રાજકારણીઓની દરમિયાનગીરી હવે અટકવી રહી. બેન્કોને સ્વાયત્તતાનો અર્થ એવો પણ નથી કે તેમના પર કોઈ પ્રકારની દેખરેખ ન હોવી જોઈએ. ચાબુક નહીં પરંતુ લગામ રાખવી જરૃરી છે. સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં નાણાં પૂરા પાડવાના પગલાં લીધા છે. બેન્કોને નાણાંકીય રીતે મજબૂત કરવા ઉપરાંત ડિફોલ્ટરો ખાસ કરીને વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી નાણાં વસુલવા બેન્કરપ્સી કોડ પણ લાગુ કરાયો છે પણ કોડ હેઠળ શરૃ થયેલી કાર્યવાહીના અપેક્ષિત પરિણામો હજુ જોવા મળતા નથી.

વિજય માલ્યા પ્રકરણ બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સીબીઆઈ જેવી તપાસ સંસ્થાઓ બેન્કોની એનપીએની  બારીકાઈથી તપાસ કરશે તેવી અપેક્ષા અને આશા રખાતી હતી પરંતુ રૃપિયા ૧૦ લાખ કરોડની એનપીએ છતાં કોઈ મોટી કાર્યવાહી થઈ હોવાનું છાપે ચડયું નથી. બેન્કોની તાણ હેઠળની એસેટસને કેસ ટુ કેસ ધોરણે તપાસીને લોન્સ મંજુર કરવામાં કોઈ ગેરરીતિ આચરાઈ છે કે કેમ તેની તપાસ થવી જોઈતી હતી.  આવી તપાસ મારફત જ બેન્કો અને ઉદ્યોગો વચ્ચેની સાંઠગાંઠને ખુલ્લી પાડી શકાયા હોત.
 

આપણી જાહેર ક્ષેત્રની બેન્કો  પ્રજાના ટેકસના નાણાંથી ચાલે છે અને બેન્કો ચલાવનારા પોતે સક્ષમ નથી એવું પણ નથી. વિશ્વમાં ભારત જ એક એેવું લોકશાહી રાષ્ટ્ર  છે જ્યાં સરકાર પોતે પણ વ્યવસાયીક ધોરણે બેન્ક ચલાવે છે. પરંતુ તેના સંચાલનમાં વ્યવસાયીક અભિગમ જોવા મળતો નથી અને માટે જ  જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારીની કહેવત બેન્કિંગ ક્ષેત્રમાં ખરી પાડી છે. સત્તા પર  ટકવા આપણા રાજકારણીઓ માટે સરકારી બેન્કો એક દૂઝણી ગાય છે જેનો તેઓ પહેલા નિચોડ કાઢી લે છે અને બિમાર પડે છે ત્યારે  ગામના પૈસે તેની દવા કરવા નીકળે છે.  દૂઝણી ગાય બની રહેતી હોવાને કારણે જ કદાચ અત્યારસુધીની કોઈપણ સરકાર બેન્કો પરથી પોતાનું વર્ચસ્વ ઓછું કરવા વિચારતી નથી એમ કહીશું તો ખોટું નહી ંગણાય.

Post Comments