Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેલેન્ટની અછતનો સામનો કરનારા દેશોમાં ભારતનો પણ થયેલો સમાવેશ

- તાલીમ મારફત સ્કીલ કેળવી દેશમાં કુશળ કર્મચારીબળની અછત દૂર કરવાના પ્રયાસો જરૃરી

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક સર્વેમાં વિશ્વભરના કોર્પોરેટસ ટેલેન્ટ અછતનો સામનો કરી રહ્યા છે અને  સૌથી વધુ અસર પામનારા ટોચના ૧૦ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. દેશના ૫૬ ટકા જેટલા એમ્પ્લોયરો ખાલી પડેલા હોદ્દા પૂરવામાં મુશકેલી અનુભવી રહ્યા છે. ટેલેન્ટ શોર્ટેજ સર્વે પ્રમાણે, વિશ્વભરમાં સર્વે કરાયેલા ૪૦,૦૦૦ એમ્પ્લોયરોમાંથી ૪૫ ટકાને  ખાલી હોદ્દા પર નવી ભરતી કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.

વિશ્વમાં ટેલેન્ટની વિક્રમી અછત છે, ત્યારે પ્રશ્ન માત્ર ટેલેન્ટ શોધવા પૂરતો જ નથી રહેતો પરંતુ આપણે તે ઊભી કરવાની પણ આવશ્યકતા છે. વિશ્વમાં કામની નવી પદ્ધતિ માટે કંપનીઓએ કર્મચારીઓની કુશળતામાં વધારો કરવાના પ્રયાસો ઝડપી બનાવવા પડશે જેથી કંપની પોતે પણ સફળ રહેશે અને કર્મચારીઓને લાંબા ગાળા સુધી રોજગારની ખાતરી મળી રહે.

ટેલેન્ટ શોર્ટેજની દ્રષ્ટિએ જાપાન વિશ્વમાં સૌથી  ગંભીર અસર ધરાવતું દેશ છે. જાપાનની ૮૫ ટકાથી વધુ કંપની ટેલેન્ટની અછતનો  સામનો  કરી રહી છે ૮૧ ટકા સાથે બીજા ક્રમે રોમાનિયા અને ૭૮ ટકા સાથે તાઈવાનનો ક્રમ ત્રીજો છે.

કંપનીઓ જેમ જેમ ડિજિટલ થતી જાય છે અને કામની પદ્ધતિ પણ બદલાય છે ત્યારે, ટેકનિકલ સ્કિલ અને સંદેશવ્યવહાર, સહકાર અને સમશ્યાના ઊકેલ લાવી શકે તેવા કર્મચારીબળ મેળવવાનું ઘણું અગત્યનું છે. અરજદારોમાં અનુભવ અને મજબૂત કુશળતાનો અભાવ ટેલેન્ટની અછત માટેના મુખ્ય કારણો છે. ટેલેન્ટ મેળવવામાં ચીનને ઓછી સમશ્યા નડે છે.

ચીનની માત્ર ૧૩ ટકા કંપનીઓએ પોતાને ટેલેન્ટની અછતનો અનુભવ થયાનું સર્વેમાં જણાયું છે. વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો એશિયા પેસિફિક વિસ્તારના દેશો સૌથી વધુ ટેલેન્ટ અછત અનુભવી રહ્યા છે. ટેલેન્ટ અછતવાળા ટોચના દસ દેશોમાંથી પાંચ દેશો, જાપાન, તાઈવાન, હોંગકોંગ, સિંગાપુર અને ભારત એશિયા પેસિફિક વિસ્તારના છે.

અત્યારસુધીના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો જણાય છે કે ટેકનોલોજી અને આર્થિક-સામાજિક પદ્ધતિઓમાં આવતા બદલાવને તક તરીકે માનીને તેને ઝડપી લેવા તૈયાર રહેનારાઓ હમેશા સફળ રહ્યા છે. હાલમાં કોમ્પ્યુટર ક્ષેત્રે બદલાવ (આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ, ઓટોમેશન વગેરે) આવી રહ્યા છે જે આપણા સમયની તક છે. અન્ય બદલાવોની સરખામણીએ આ બદલાવમાં રોજગાર ગુમાવવાની શકયતા વધુ રહેલી છે એટલે કે આ બદલાવ રોજગાર માટે જોખમી જણાય રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી આજના યુગની કંપનીઓએ આ બદલાવ તથા ઊભી થઈ રહેલી અપેક્ષાઓને પહોંચી વળવા પોતાને સજ્જ કરવાની રહે છે.

જો ભવિષ્યનો અંદાજ આવી શકતો હોય તો તે પ્રમાણે યોજના કરી તેને અમલમાં મૂકવાનું સરળ રહે છે પરંતુ હાલમાં ટેકનોલોજી ક્ષેત્રે જે બદલાવ શરૃ થયો છે તેના પરિણામો કેવા હશે તેનો અંદાજ મેળવવો મુશકેલ છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ તથા રોબોટિકસના વધી રહેલા અવકાશને જોતા રિસ્કીલિંગની માત્રા સમજવી મુશકેલ છે. આવી સ્થિતિમાં કંપનીઓ માટે કર્મચારીઓના રિસ્કીલિંગ અથવા રિટ્રેનિંગ આવશ્યકતા પ્રમાણે હાથ ધરવામાં આવી રહી છે.

૨૦૨૦ સુધીમાં અથવા તો ૨૦૨૦ માટે જો ખરી માનસિકતા અને નિપુણતા સાથેના કર્મચારીબળ મેળવવો હશે તો કંપનીઓએ તે માટે સખત પગલાં લેવાનું શરૃ કરવાનું રહેશે. જીવનભર એક જ રોજગારમાં ગુંથાઈ રહેવાની માનસિકતા બદલાય અને સમયની સાથે સતત શીખતા રહે તેવા કર્મચારીબળને સ્વીકારવાનો વ્યૂહ અથવા તો હાલના કર્મચારીઓમાં તે ક્ષમતા ઊભી કરવાના વ્યૂહને કંપનીઓએ અપનાવવો પડશે.
આ વ્યૂહ મારફત જ કુશળ કર્મચારીઓની અછતને દૂર કરી શકાશે. ટેકનોલોજીમાં આવતા બદલાવ કેટલાક રોજગાર ખૂંચવી નાખે છે ખરા પરંતુ સમયસરના રિસ્કીલિંગ અને રિટ્રેનિંગથી તેની માત્રા ઘટાડી શકાય છે.

  જડ વિચારધારા તથા લાગણીશીલતા  જેવા કેટલાક પરિબળો ૨૦૨૦ તો શું તે પછી પણ નાબુદ કરી શકાશે નહીં. ટેકનોલોજીના યુગમાં ભાવિ અનિશ્ચિત છે પરંતુ આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં આપણે દરેક પડકારોનો સામનો કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ. પડકારોનો સામનો કરવામાં વ્યવહારુ નિર્ણયો તથા બિનજરૃરી નિષ્કર્ષ પર આવવાને બદલે પ્રાધાન્યતાઓની ઓળખ ટેકારૃપ પરિબળો બની રહે છે.

ભારતમાં કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યુઅરશિપ મંત્રાલયને  વર્લ્ડ બેન્ક નાણાં ઉપલબ્ધ કરાવે છે ખરા પરંતુ ભારત સરકારે વહેતા મૂકેલા મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને જોતા તાલીમબદ્ધ કર્મચારીઓની આવશ્યકતા પણ એટલી વધુ ઊભી થઈ રહી છે કે સ્કિલ વિકાસ માટે  ભંડોળના અન્ય સ્રોત તરફ નજર દોડાવવાનું આવશ્યક બની ગયું છે.  યુવાઓને રોજગાર એ માત્ર ભારતની જ નહીં પરંતુ વૈશ્વિક સમશ્યા છે. તાલીમબદ્ધ કર્મચારીઓની અછત દરેક ઉદ્યોગોમાં મોટી માત્રામાં છે.

ભારત સરકાર કર્મચારીમાં સ્કીલિંગ પર ભાર આપી રહી છે ત્યારે વ્યવસાયીક તાલીમ અભ્યાસક્રમ તથા કુશળતા વિકાસને ગંભીરતાથી લેવાતા નથી એ પણ એક હકીકત છે. તાલીમ કેન્દ્રોમાં પૂરી પડાતી તાલીમ સમયને અનુરૃપ હોતી નથી અથવા તો ઉદ્યોગોની માગ પ્રમાણે તે  હોતી નથી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત વેપાર વાતાવરણ વચ્ચે કર્મચારીની ટેલેન્ટ ઉદ્યોગ માટે  અસ્કયામત બની રહે છે. વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં નોકરિયાત વર્ગનું સ્તર ઊંચુ છે, પરંતુ ભારતના  પચાસ ટકાથી વધુ કર્મચારીઓને  રોજગારમાં સંતોષ મળતો નથી અથવા તો તેમને મનપસંદ રોજગાર મળતો નથી.

આઈટી ઉદ્યોગની સંસ્થા નાસ્કોમે ૨૦૨૫ સુધીમાં  આઈટી ક્ષેત્રનો પચાસ ટકા રોજગાર ઓટોમેશનથી થતો જોવા મળશે અને આને કારણે આ સેવા ક્ષેત્રમાં ઘટાડા તરફી પ્રવાહ ચાલુ થઈ ગયો છે. ભવિષ્યમાં કેવા પ્રકારના રોજગાર ઊભા થશે અને કેવા પ્રકારના તાલીમબદ્ધ કર્મચારીબળની જરૃરત ઊભી થશે તે કહેલું હાલમાં મુશકેલ છે છતાં એક વાત નિશ્ચિત છે કે તાલીમબદ્ધ કર્મચારીબળ પૂરું પાડવાની  બાબતમાં આપણે હજુ પણ સમય  કરતા પાછળ છીએ.

દેશના વિવિધ ક્ષેત્રોમાં ઓટોમેશનનું  હાલનું અને ભાવિ ચિત્ર સમજવા માટે વિગતવાર અભ્યાસ કરવો જરૃરી છે અને ઓટોમેશનને કારણે રોજગારની તકો પર કેવી અસર પડશે તેનો પણ અંદાજ કાઢવો જરૃરી બની રહે છે. વૈશ્વિકીકરણ, ટેકનોલોજી ક્ષેત્રે નવીન શોધો તથા ઈન્ટરનેટના વિસ્તરણને જોતા ભારતના નીતિવિષયકોએ શિક્ષણના હેતુ તથા તેના પરિણામો અંગે વિચાર કરવાની આવશ્યકતા છે. દેશમાં શિક્ષણ વ્યક્તિ તથા સરકાર બન્ને માટે મોંઘુ બની ગયું છે. શિક્ષણ નીતિ ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કીલ્ડની માગને સુસંગત હોય તેવી હોવી જરૃરી છે.

Post Comments