Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂત્રો અને આંકડાના જોરે સરકાર ક્યાં સુધી ચાલશે ?

- છેલ્લા એક વર્ષથી તૂટી રહેલું આર્થિક તંત્ર

- અચ્છે દિનના દાવા પડતા મૂકાયા હવે નવું સૂત્ર ચાલે છે; સાફ નિયત, સહી વિકાસ

કોઈ એક જ આંકડાના જોરે તમે કેટલી વાર છૂપાઈ રહેશો ? સમાચાર માધ્યમો આ આંકડાને કેવી રીતે મૂલવે છે તે મહત્ત્વનું છે. ૨૦૧૭- ૧૮ના ગ્રોથના આંકડા સેન્ટર સ્ટેટીક્સ ઓફિસે (CSO) જાહેર કર્યા છે. સમાચાર માધ્યમો આ ૭.૭ના આંકડાને વળગી રહ્યા છે.

પ્રથમ નજરે એમ લાગે કે આ ૨૦૧૭- ૧૮ના આખા વર્ષ માટેનો જીડીપી ગ્રોથ છે; અને તે પ્રશંસાજનક છે. હકીકત એ છે કે આ ગ્રોથના આંકડા માત્ર એક ક્વાર્ટર (ત્રિમાસિક) Q-૪ ના છે. તેનું કારણ એ છે કે વિપરીત સ્થિતિની અસર પાયા સુધી પહોંચી નથી. આખા વર્ષ દરમ્યાનનો જીડીપી ગ્રોથ ૬.૭ ટકા જેટલો રહ્યો છે.

ક્યુ-ફોરનો ગ્રોથ રેટ આગળ વધીને સરકાર એવો દાવો કરે છે કે, નોટબંધી અને જીએસટીની અસરમાંથી આર્થિક તંત્ર બહાર નીકળી ગયું છે. જો કે અચ્છે દિનનો દાવો સરકારે પડતો મૂક્યો હોય તેમ લાગે છે. ચાર વર્ષના અંતે સરકાર બીજા એક સ્લોગન તરફ વળી છે જેનું નામ છે 'સાફ નિયત, સહી વિકાસ'
ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે તેના ચાર વર્ષ દરમ્યાન ઘણાં વચનો તોડયા છે જેમ કે દરેકના બેન્ક એકાઉન્ટમાં ૧૫ લાખ, બે કરોડને રોજગારી, એમએસપી + ૫૦ ટકા, કૃષિ લોન માફ કરવી, દરેક કિસાનને વીમાનું કવચ, જમ્મુ- કાશ્મીરમાં શાંતિ તેમજ સલામતી, સરળ જીએસટી વગેરે વગેરે...તમે જે જાણતા હો તે વચનો પણ આ યાદીમાં જોડી શકો છો.

લોકોના હાથમાં શું આવ્યું ?
પાંચ વર્ષના અંતે સરકાર શું કહે છે તે પરથી પ્રજા કોઈ ઓપિનિયન નહી આપે પણ પોતાના હાથમાં શું આવ્યું કે પોતે શું ફેરફાર જોયો તેના પરથી પાંચ વર્ષને મૂલવશે. અહીં આપેલા ગ્રાફ પરથી હકીકત જાણી શકાશે. દરેક લાઇન વચનો આપ્યા બાદના વર્ષથી જ નીચે જતી જણાય છે.

કેટલાક તારણો વિવાદના ડર સિવાય પણ કાઢી શકાય છે. ૨૦૧૨-૧૩થી શરૃઆત કરીએ તો ગ્રોથ આગળ વધતો હતો. જીડીપી ગ્રોથ ૨૦૧૨-૧૩માં ૫.૫ પરથી વધીને ૨૦૧૩-૧૪માં ૭.૪ ટકા અને ૨૦૧૪-૧૫માં ૮.૨૧ ટકાનો હતો ત્યારબાદ તેમાં ઘટાડો થવા લાગ્યો હતો. માત્ર બે વર્ષમાં ૮.૨ ટકા પરથી ૬.૭ ટકા પર આવી ગયો હતો. એટલે કે ૧.૫ ટકા ઘટયો હતો. મેં નોટબંધી પછી આટલા જ ઘટાડાનું અનુમાન કર્યું હતું.

કથળતું તંત્ર :
ક્રેડિટ ગ્રોથ ૧૩.૫ ટકા પરથી ઘટીને ૫.૪ ટકા પર પહોંચી ગયો છે. ૨૦૧૭- ૧૮માં તેમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે. ક્રેડિટ ગ્રોથમાં ઉદ્યોગોને કેટલી ક્રેડિટ આપી તે મહત્ત્વનું છે. છેલ્લા ૪ વર્ષમાં ઉદ્યોગોને આપેલી ક્રેડિટના આંકડા ૫.૬ ટકા, ૨.૭ ટકા, -૧.૯ ટકા અને ૦.૭ ટકા છે.

* ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ (IIP) પણ સ્થિર રહ્યો છે. ભારત સરકારે કરેલા અનેક દાવા છતાં આંકડા સાચું કહી દે છે. સંરક્ષણ ઉત્પાદનોને લેવાદેવા છે ત્યાં સુધી એમ કહી શકાય કે, 'મેક ઇન ઇન્ડિયા' મોડેલ કેટલાક દિવસ પહેલા સત્તાવાર રીતે પડતું મૂકાયું છે.

* ગ્રોસ NPA (નોન પરફોર્મિંગ એસેટ્સ) ૨,૬૩,૦૧૫ કરોડ પરથી વધીને ૧૦,૩૦,૦૦૦ કરોડ પર પહોંચી તે હજુ પણ વધશે. બેન્કિંગ સિસ્ટમ પોતે જ દેવાળિયા બની ચૂકી છે.

મેં કોઈ એવો બેન્કર નથી જોયો કે જે સામે ચાલીને લોન મંજૂર કરી દે કે, કોઈ રોકાણકાર એવો નથી જોયો કે જે વિશ્વાસ સાથે બેંકમાં નાણાં રોકે ! ભારતનું આર્થિક તંત્ર જે એક વ્હીલ પર ચાલે છે તેનું નામ 'ખર્ચ અને ખર્ચ' છે !!

* ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન (GFCF) ૨૦૧૩-૧૪માં ૩૧.૩ ટકા હતો જે તૂટીને ૨૦૧૫-૧૬માં ૨૮.૫ ટકા પર આવ્યો હતો. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તે સ્થિર રહ્યો હતો. ટૂંકમાં મારો કહેવાનો હેતુ એ છે કે પ્રાઇવેટ રોકાણ ડામાડોળ છે.

* વેપાર ક્ષેત્રે થતી નિકાસને મોટો ફટકો પડયો છે. ૨૦૧૩-૧૪માં જે નિકાસ ૩૧૫ અબજ અમેરિકી ડોલર હતી ત્યાંથી તૂટતી તૂટતી ૩૦૦ અબજ ડોલર પર પહોંચી છે. ચારમાંથી બે વર્ષ દરમ્યાનની આ સ્થિતિ હોઈ તે બાકીના વર્ષમાં વધુ તૂટી હશે.

નિરાશાજનક મૂડ :
આપણે ગ્રાફ સિવાયના ઘણા સંકેતો દ્વારા આર્થિક સ્થિતિનું ચિત્ર મેળવી શકીએ છીએ. પરિસ્થિતિનું નબળું પૃથક્કકરણ અને આડેધડ નિર્ણયો (નોટબંધી, ગૂંચવાડાભર્યો જીએસટી, કૃષિ મજૂરીના સ્થિર દરો, પેટ્રોલ ડિઝલના ઊંચા ભાવ, ટેક્સ રીકવરી માટે અક્કડ વલણ, કિન્નાખોરીભરી તપાસ વગેરે) જવાબદાર છે.
દેશનો મૂડ નિરાશાજનક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સર્વે (મે- ૨૦૧૮) દર્શાવે છ કે, છેલ્લા એક વર્ષમાં આર્થિક સ્થિતિ વધુ કથળી છે. કૃષિ જેવા ક્ષેત્રે તો નિરાશાજનક સ્થિતિ ગુસ્સામાં પરિવર્તિત થઈ છે. એવી જ રીતે દલિતો, બેરોજગારોમાં પણ નિરાશાજનક સ્થિતિ આંદોલનમાં પરિણમી છે.

કંઈ નવી નીતિ આવી રહી છે અને નવી નીતિનો કોણ ઇન્ચાર્જ છે તે પણ સ્પષ્ટ નથી હોતું વડાપ્રધાનની આર્થિક સલાહકારોની સમિતિ ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ છે. મને આશ્ચર્ય એ થાય છે કે ક્યાં સુધી આ સરકાર આંકડા અને સ્લોગનોના જોરે ટકી રહેશે...!
 

Post Comments