Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મરી બજારમાં ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે પુરવઠામાં વૃધ્ધિ

ભારતમાં પાકતા વિવિધ કરિયાણા, તેજાના વિ.ની ખ્યાતી વિશ્વ બજારમાં ઘણા વર્ષોથી ફેલાયેલી  રહી છે. ભારતની આ ચીજોની ગુણવત્તા ચડિયાતી રહેતી હોવાથી દેશના આ ઉત્પાદનો વૈશ્વિક સ્તરે ખાસ્સા પ્રમાણમાં વપરાતા રહ્યા છે. લાખ્ખો ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે અને આના પગલે પણ આ દેશોમાં ભારતના આ ઉત્પાદનોની વિશેષ માગ રહેતી આવી છે. જોકે તાજેતરના વર્ષોમાં સંદર્ભમાં સમીકરણો ખાસ્સા બદલાયા છે અને હવે ભારતના આ ઉત્પાદનો સામે સ્પર્ધા પણ વૈશ્વિક સ્તરે વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં મરીનો વેપાર તાજેતરમાં વધ્યો છે.

મરીનો પાક ભારત ઉપરાંત બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા, વિયેતનામ, ચીન, થાઈલેન્ડ, મડાગાસ્કર વિ. વિવિધ દેશોમાં તાજેતરમાં વધ્યો છે. વૈશ્વિક સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૪માં મરીનું વૈશ્વિક કુલ ઉત્પાદન આશરે ૩ લાખ ૬૦ હજાર ટન આસપાસ નોંધાયું હતું તે ત્યારબાદ વધી ૨૦૧૫માં આશરે ૪ લાખ ૧૬ હજાર ટન તથા ૨૦૧૬માં આશરે ૪ લાખ ૨૮થી ૨૯ હજાર ટન થયું છે.

૨૦૧૭ના પાછલા વર્ષે આવું ઉત્પાદન નોંધપાત્ર વધી પાંચ લાખ ટનની સપાટી પાર કરી ૫ લાખ ૩થી ૪ હજાર ટન જેટલું થયું છે. વિશ્વના વિવિધ મરી ઉત્પાદક દેશોમાં જે નવા છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે તેના ફળ બજારમાં આવતા થતાં ઉત્પાદનમાં વૃદ્ધી વેગવંતી બની છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે મરીના બજારભાવ ૨૦૦૫થી ૨૦૧૫ના ગાળામાં  તેજી તરફી રહ્યા પછીના ગાળામાં ભાવ દબાણ હેઠળ આવ્યા છે.

ભારતમાં મરી વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્રે આશરે ૩૪થી ૩૫ હજાર લોકો ડાયરેકટ રોજગારી મેળવી રહ્યા છે. તથા મરીના વેપારના કારણે દેશને વાર્ષિક આશરે અઢી અબજ ડોલર જેટલી હુંડિયામણની આવક થાય છે. જોકે તાજેતરમાં દેશના મરી વેપાર તથા ઉદ્યોગ સામે વિવિધ પડકારો ઊભા થયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ઘરઆંગણે આયાતી માલોના પ્રશ્નો ઉભા થયા છે અને સરકાર આ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરી રહી છે છતાં તેની જોઈતી અસર થઈ રહી નથી એવું બજારમાં ચર્ચાઈ રહ્યું છે.

આયાત માટે ભાવ મર્યાદા બાંધવામાં આવી હોવા છતાં ઘરઆંગણે મરીના કિલોદીઠ ભાવ જે ડિસેમ્બર ૨૦૧૭માં રૃ.૪૫૦ આસપાસ રહ્યા હતા તે ત્યારબાદ ઘટતા જ રહી તાજેતરમાં નીચામાં રૃ.૩૬૦ સુદી જતા રહ્યા હતા. આયાત નિયંત્રણો મૂકાતાં મરીની આયાત કરી ફરી નિકાસ કરતો વર્ગ નારાજ થયો છે. આ ઉપરાંત બજાર ભાવો પણ આયાત અંકુશો પછી વધવાના બદલે દબાણ હેઠળ જ રહેતાં ઘરઆંગણે મરી ઉગાડતા ખેડૂતોની સમસ્યા જેમની તેમ જ રહી છે.

આ સમસ્યાના મૂળિયા હકીકતમાં વિશ્વ બજારમાં રહ્યા છે. વિશ્વ બજારમાં મરીના ભાવ એફઓબી  ધોરણે ટનના ૨૦૧૫ના મધ્યમાં જે ઉંચામાં રેકોર્ડ  ૯૫૦૦ ડોલર સુધી ગયા હતા તે ત્યારબાદ સતત તૂટતા રહી તાજેતરમાં નીચામાં ૨૮૦૦થી ૩૦૦૦ ડોલરના તળિયે ઉતરી ગયા છે. ઘરઆંગણે મરીના બજારભાવ ૨૦૧૫ના મધ્યમાં ઉંચામાં કિલોના રૃ.૬૦૦ સુધી પહોંચ્યા હતા  તે ત્યારબાદ ઘટતા રહી તાજેતરમાં ૩૭૫થી ૪૦૦ સુધી જતા રહ્યા છે.  મરીનો વૈશ્વિક પુરવઠો છેલ્લા બે વર્ષમાં ખાસ્સો વધી ગયો છે. વાર્ષિક ધોરણે આવી પુરવઠા વૃદ્ધી ૧૧થી ૧૨ ટકા જેવી થઈ રહી છે.

ભારતમાં આયાત અંકુશો આવ્યા પછી મરીની નિકાસ કરતો ઘરઆંગણા હેઠળના ઉદ્યોગ પણ સંકટમાં આવ્યો છે. આ ઉદ્યોગમાં આશરે ૩ હજાર કરોડ રૃપિયાનું રોકાણ થયેલું છે. નિકાસ માટે ૧૫ ટકા વેલ્યુ એડિશનની શરત રાખવામાં આવી છે. વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ભારતથી વેલ્યુ એડિશન કર્યા પછી  મરીની નિકાસ થવી મુશ્કેલ બની છે. વિશ્વ બજારમાં ભારતના પ્રોસેસ થયેલા મરી બજાર હિસ્સો ગુમાવી  રહ્યા છે. 

દરમિયાન,  મરીની આયાતમાં કિલોના રૃ.૫૦૦ની ભાવબાંઘણી બાંધવામાં આવતાં હવાલાના સ્વરૃપના વ્યવહારો પણ વધવાની શક્યતા જન્મી હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી છે.  ભારતમાં મરીનું ઉત્પાદન ૨૦૧૬માં ૪૮૫૦૦ ટન થયું હતું. તે ૨૦૧૭માં વધી આશરે૫૭ હજાર ટન થયું  છે. ચાલુ વર્ષે પણ ઉત્પાદન વૃદ્ધી આગળ વધવાની આશા છે. દરમિયાન, દેશના ઉત્પાદક રાજ્યોમાંથી મળી રહેલા છેલ્લા સમાચાર મુજબ બજારમાં નીચા ભાવોએ હવે ખેડૂતોની વેચવાલી અટકી રહી છે.

Post Comments