Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈશ્વિક સ્તરે ટ્રેડવોરના પગલે મેટલ્સ બજારમાં મંદીનો આંચકો

વિશ્વ બજારમાંથી વહેતા થયેલા સમાચારો મુજબ અમેરિકા અને ચીન વચ્ચે તાજેતરમાં વકરેલા ટ્રેડવોરની અસર ચીન પર વ્યાપક પડી છે. ચીનમાં મે મહિનામાં મેન્યુફેકચરિંગના જે આંકડા આવ્યા હતા  તેની સરખામણીએ ત્યાં તાજેતરમાં બહાર પડેલા જૂન મહિનાના આંકડાઓ નબળા આવ્યા છે. આની અસર વૈશ્વિક સ્તરે કોપર સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મિલ્સ પર પડી છે. 

વિશ્વ બજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ વિશેષ રહેતું આવ્યું છે અને ચીનના અર્થતંત્ર વિષયક આવી રહેતા નબળા આંકડાઓની તાત્કાલિક અસર મેટલ્સ બજાર પર દેખાઈ છે. વિશ્વ બજારમાં કોપરના ભાવ તાજેતરમાં ગબડી ૩ મહિનાની ડિલીવરીમાં ૬૩૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના વાવડ મળ્યા છે. આ ભાવ ટનના આવ્યા છે. કોપર પાછળ અન્ય ઈન્ડસ્ટ્રીયલ  મેટલ્સના ભાવ પણ દબાણ હેઠળ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. 

હકીકતમાં ચીનથી અમેરિકામાં  આયાત થતા એલ્યુમિનિયમ તથા સ્ટીલ પર  ટેરીફ વધારીને અમેરિકાના પ્રમુખે  આ ટ્રેડવોરનો આરંભ કર્યો હતો અને ત્યારબાદ ચીને વળતો હુમલો કરતાં આ ટ્રેડવોરે તાજેતરમાં ઉગ્ર સ્વરૃપ લીધું હતું. ચીન તથા અમેરિકા પછી આ ટ્રેડવોર યુરોપ સુધી વિસ્તર્યું છે. ભારત પર પણ તેના છાંટા ઉડયા છે. આની અસર વૈશ્વિક વિવિધ કોમોડિટીઝ બજારો પર પડી છે પરંતુ તેની વિશેષ અસર મેટલ્સ બજાર પર દેખાઈ છે.

વૈશ્વિક સ્તરે લંડન મેટલ એક્સચેન્જ મેટલ્સના બજારો માટે બેન્ચમાર્ક ગણાય છે અને આ એક્સચેન્જમાં ભાવની થતી વધઘટના પ્રત્યાઘાત વિશ્વના અન્ય દેશોના મેટલ્સ બજાર પર તાત્કાલિક દેખાય છે.  લંડન મેટલ એક્સચેન્જમાં તાજેતરમાં બેઝ  મેટલ્સનો ઈન્ડેક્સ  નવી નીચી સપાટીએ દોવા મળ્યો છે. તેજીવાળા સટ્ટોડિયાઓ ઊભા લેણ હળવા કરતા દેખાયા છે. મંદીવાળાઓ આક્રમક બન્યા છે.

અધૂરા પૂરું અમેરિકામાં તાજેતરમાં  વ્યાજના દર વધ્યા છે તથા વિશ્વ બડજારમાં ડોલરના ભાવ વિવિધ કરન્સીઓ સામે ઉંચકાયા છે તેના પગલે પણ વિશ્વના મેટલ્સ બજારોે દબાણ હેઠળ આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. ચીનનું  અર્થતંત્ર ૨૦૧૮માં નબળું રહેવાની આગાહી થતાં વિશ્વના મેટલ્સ બજારના ખેલાડીઓમાં નિરાશા જણાઈ છે. ચીનની માગ વિશ્વ બજારમાં ઘટી રહી છે.

ચીનની સરકાર દેશમાં પ્રદૂષણ ઘટાડવા તથા પર્યાવરણ બચાવવા વિવિધ પગલાઓ લઈ રહી છે અને તેની અસર પણ બજારોમાં દેખાઈ છે. ચીનની સરકારે પ્રવાહીતા વધારવા તાજેતરમાં ક્રેડિટ રિઝર્વ રેશિયો વધાર્યો છે છતાં તેની ધારી અસર ચીનના અર્થતંત્ર પર દેખાઈ નથી. ચીનમાં ક્રેડિટ ગ્રોથ અપેક્ષાથી નબળો રહ્યો છે.

વિશ્વ બજારમાં એલ્યુમિનિયમના ભાવ તાજેતરમાં નીચામાં ટનના ૨૧૦૦ ડોલર બોલાયા છે અને વિશ્વ બજારના જાણકારો આગળ ઉપર ૨૦૦૦ ડોલરના ભાવ જોવા મળશે એવી આગાહી કરી રહ્યા હતા.  વિશ્વ બજારમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં અમેરિકાએ રશિયાની  એલ્યુમિનિયમની મોટી કંપની પર અંકુશો લાદવાનું નક્કી કર્યું હતું એ પૂર્વે જે ભાવ જોવા મળ્યા હતા એવા ભાવ તાજેતરમાં દેખાયા હતા. 

અમેરિકા દ્વારા રશિયાની આ કંપની પર હવે પછી જો અંકુશો દૂર કરાશે તો વિશ્વના એલ્યુમિનિયમ બજારો પર દબાણ  વધવાથી ભીતિ પણ જાણકારો બતાવતા હતા. નિકલના  ભાવમાં નીચામાં ૧૪ હજાર ડોલર  આસપાસ સપોર્ટ મળવાની  ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. નિકલમાં સપ્લાય ડેફીસીટ સામે જસત બજારમાં માગ કરતાં પુરવઠો વધુ જેવી સ્થિતિ વિશ્વ બજારમાં દેખાઈ છે.

ઉભી બજારે  દિલીપ શાહ

Post Comments