Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડેટા સીક્યોરિટીની સુરક્ષા બાબતે બે મત નહિ પરંતુ પ્રાઇવસીને નામે ઇનોવેશનનો કાંકરો ન કઢાય

- ઇન્ટરનેટ ઓફ થિંગ્સના આગમન પછી રીયલ ટાઇમ ડેટા પ્રોસેસિંગની જરૃરિયાત સતત વધારો થતો જશે

૨૫ મેના રોજ યુરોપીયન યુનિયનના દેશોમાં  જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન અસ્તિત્વમાં આવ્યો છે. ડેટા પ્રોટેકશન અને કંપનીઓ પર્સનલ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે અને નાગરિકોના અધિકારો અને એમના અંકુશ અંગે યુરોપીયન યુનિયનનો કાયદો એટલે 'જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન' (જીડીપીઆર). આ પ્રાંતમાં વ્યવસાયિક હિત ધરાવતી ભારતીય કંપનીઓ યુરોપીયન યુનિયન (ઈયુ)ના કાયદાનો ભંગ  ન થાય એ માટે સજ્જ છે. આઈટી કંપનીઓ માટે નોર્થ અમેરિકા પછી ઈયુના દેશો બીજા નંબરની બજાર છે.

તાજેતરના વૈશ્વિક અર્થતંત્રમાં ડેટા એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. ઔદ્યોગિક ક્રાંતિ એ સદીમાં વૈશ્વિક અર્થતંત્ર માટે 'ગેમ ચેન્જર' બની હતી. 'ડેટા રિવોલ્યુશન' ઔદ્યોગિક ક્રાંતિને સુધ્ધાં પાછળ છોડી દેશે. નવાન્મેશોની ખાણ ડેટામાં છે. આપણા અસ્તિત્વના તમામ પાસાઓને ડેટા આધારિત સેવાઓ સ્પર્શે છે. એની અસર મહત્ત્વની છે. આજે જે ઈનોવેશન માનવ જીવન સાથે વણાઈ ગયા છે, એની કલ્પના માત્ર ૨૦ વર્ષ અગાઉ રીસર્ચ સાઈન્ટિસ્ટ અને સાઈ-ફી ફિકશનના લેખકો સિવાય કોઈને નહોતી. ઈન્ટરનેટના માધ્યમે વિશ્વમાં  ભૌગોલિક અંતરાયોને આંબી જઈ મુક્તિ પ્રદાન કરી છે એની પાછળનું એકમાત્ર કારણ 'ઈનોવેશન બૂમ' છે.

સ્ટાર્ટ અપ કંપનીઓ છે. હોલીવુડ એ કેલિફોર્નિયાને જેટલી ઓળખ અપાવી છે એનાથી અનેક ગણી ઓળખ સિલિકોન વેલી'એ અપાવી છે. ૧૫ ઠ ૨૦ ક્ષેત્રફળના ગેરેજમાં અથવા કોઈક સસ્તા કોફી હાઉસમાં યુવાનોના  મસ્તિષ્કમાં ફૂટેલાં વિચારો આજે અબજો ડોલરનું પોતીકુ અર્થતંત્ર બની ગયા છે. આંખના પલકારામાં ડેટા વિશ્વના તમામ ખંડોમાં પહોંચી જાય છે. કલાઉડ બેઝડ ટેકનોલોજીની મદદથી ડેટાને સ્ટોર અને પ્રોસેસ કરવામાં એટલી મદદ મળે છે કે નાની મૂડી ધરાવતી કંપનીઓ અને વ્યક્તિઓ મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી શકે છે.

કમનસીબે આનુ બીજુ પાસુ પણ છે. એ ડેટા  સીક્યોરિટીનું. જે સ્વેરવિહાર, મુક્તિ અને નવોન્મેષનો આનંદ આપણે માણીએ છીએ, ત્યારે સરકાર અને કોર્પોરેશનોએ ડેટા બ્રીચ, સાયબર સીક્યોરિટી અને ડેટાના દુરોપયોગને પ્રશ્નને ઝઝૂમવું પડે છે. એની જરૃરી બની જાય છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ઉત્તેજન આપવા, નવા વિશ્વને પ્રમોટ કરતા ડેટાનું સંરક્ષણ કરવા વિશ્વવ્યાપી યોગ્ય માળખું ઉભુ થાય.

આ બાબતને ધ્યાનમાં રાખી વૈશ્વિક ધોરણે યોગ્ય નીતિ ઘડવાની શરૃઆત થઈ ગઈ છે અને ડેટા પ્રોટેકશન અને પ્રાઈવસીનો બદલાતો લેન્ડસ્કેપ નજરે ચઢે છે. ફેસબુકના વડાએ અમેરિકા સંસદ અને યુરોપિયન યુનિયનના વડાઓને જવાબ આપવો પડયો છે. એક સારી વાત એ છે કે માર્ક ઝકરબર્ગએ ખોટો અને લૂલો બચાવ ન કરતા માફી માંગી લીધી છે. ભારત અને યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે ઉભયપક્ષી લાભદાયક સાથ સહકાર સાધવાનો લાંબા સમયનો ઈતિહાસ છે. આ ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવાની જરૃર છે.

ભારત વૈશ્વિક બજારમાં એક એવા બિંદુએ ઉભુ છે જ્યાંથી લાંબી છલાંગ મારવી શક્ય છે. ભારત વિશ્વનું એક સૌથી વધુ ઝડપે વિકસતુ અર્થતંત્ર છે અને આનું એક મુખ્ય કારણ આઉટસોર્સિંગ માર્કેટ અથવા આઈટી- બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સર્વિસ છે. ૧૨૦- ૧૩૦ બિલિયન ડોલરની આ બજારમાં ભારતનો ફાળો જંગી ૬૬ ટકાની આસપાસ છે. ડેટા પ્રિવસીના કાયદા ભારતમાં  ઘડાય ત્યારે વૈશ્વિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. ડેટા પ્રોસેસિંગની માંગ અને જરૃરિયાતત સતત વધતી રહેવાની છે ત્યારે ભારતે લવચીકતા અપનાવવી પડશે. આ સ્થિતિમાં જડ વલણ અપનાવવાથી આર્થિક નુકસાન થશે અને વિશ્વમાં દેશની છબી ખરડાશે.

ડેટા પ્રોસેસિંગની વૈશ્વિક જરૃરિયાત કૂદકેને ભૂસકે વધતી જાય છે અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ના વ્યવહારુ આગમનની સાથે ડેટા પ્રોસેસિંગ હરણફાળ ભરશે. આઇઓટી સતત ઉપભોક્તાઓ અને કોર્પોરેટ કંપનીઓ પાસેથી ડેટા મેળવતું રહેશે. ડેટાનો વ્યવસ્થિત અભ્યાસ થાય અને એનો વાણિજ્યનો હેતુ બર આપે એ માટે રીયલ ટાઇમ પ્રોસેસીંગ અનિવાર્ય છે. ડેટા  પ્રોસેસીંગ અને રીયલ ટાઇમ પ્રોસેસિંગની બાબતે ભારત પાછળ રહી જશે તો બીજા વિકસિત અને વિકાસશીલ દેશ બાજી મારી લેશે.

ઇનોવેશન અને પ્રાઇવસી એકબીજાનાં પૂરક છે. ઊપભોક્તાઓનો વિશ્વાસ જીત્યા વગર અને પ્રાઇવસી માટે પૂરતા પગલા લીધા વગર ઇનોવેશન સંભવી ન શકે. ડેટા કલેકશન પર વધુ પડતા નિયંત્રણો મૂકવા વિના ઉપભોક્તાઓને 'એમ્પાયર' કરવા મહત્વની બાબત છે. જોકે ભારત સરકાર સાયબર ફ્રોડ, ડેટા  બ્રીચ અને સુરક્ષાના અન્ય મુદ્દાઓ વિશે સજાગ છે. તાજેતરમાં નેશનલ ડેટા કમ્યુનિકેશન પોલીસ નામનો મુસદ્દો, ઘડવામાં આવ્યો હતો.

જેમાં 'સિક્યોર ઇન્ડિયા' નામનો એક અલાયદો વિભાગ માત્ર ડેટા પ્રોટેકશનને ફાળવવામાં આવ્યો છે. આમા ડેટાને ઇકોનોમિક રિસોર્સ માનવાની સાથે દેશના નાગરીકોના હક અને એમની પ્રાઇવસીને બરકરાર રાખવાની હિમાયત કરવામાં આવી છે.ભારત ડેટા રીવોલ્યુશન તરફ જઇ રહ્યું છે. ડેટા અને ડેટાને લગતા વિષયોમાં ક્રાંતિનો સમય આવી રહ્યો છે.

આઉટ સોર્સિંગ બૂમ અને ઘરઆંગણાના સ્ટાર્ટ-અપ આ ક્રાંતિમાં ઘી હોમવાનું કામ કરશે. વૈશ્વિક અર્થતંત્રમાં દેશનું સ્થાન મજબૂત બનાવવા આપણે એવી ડેટા નીતિઓ ઘડવી જોઇએ જે વિકાસની સાથોસાથ ખાનગી અને સંવેદનશીલ માહિતીઓ અંગેની ગુપ્તતા બરકરાર રહે. રવિ શંકર પ્રસાદે સાચુ કહ્યું હતું કે પ્રાઇવસીને નામે ઇનોવેશનની હત્યા ન  થઇ શકે.

Post Comments