Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોંઘવારીના મુદ્દે રિઝર્વ બેંકની ચેતવણી છતાં પણ સરકાર કુંભકર્ણ નિદ્રામાં....

તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર

ગત સપ્તાહે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની બેઠક દરમિયાન અપેક્ષા મુજબ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરાયા ન હતા. સરકારથી માંડીને તમામ સ્તર સુધી આ સમાચારની નોંધ લેવાઈ પરંતુ,રિઝર્વ બેંક દ્વારા ફુગાવા અથવા તો મોંઘવારી સંદર્ભે જે ચેતવણીનો સુર ઉચ્ચારાયો છે તેના પર ખાસ કોઇનું ધ્યાન ગયું જ નથી. આ બેઠકના અંતે રિઝર્વ બેંકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં મોંઘવારી ઘટે તેવી કોઈ શક્યતા જ નથી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેણે દરમાં ફેરફાર કરવાનું ટાળ્યું હતું.

રિઝર્વ બેંક દ્વારા મોંઘવારીમાં ઘટાડો નહીં થવા પાછળના કારણોની રજૂઆત કરાઈ હતી. મોંઘવારી નહીં ઘટવા પાછળના રજૂ કરાયેલા કારણો પર નજર કરીએ તો (૧) સરકારે ખેડૂતોને અપાતા ટેકાના ભાવ બમણા કરવાની કરેલી જાહેરાત, (૨) ક્રૂડ ઓઇલના ભાવની સતત ઉછળકૂદ (૩) કેન્દ્ર દ્વારા સાતમા પગારપંચના અમલના પગલે રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓના ભથ્થામાં કરાયેલો વધારો (૪) વિકસીત દેશો દ્વારા તેમના અર્થતંત્રને વેગીલું બનાવવા ભરાઈ રહેલા નાણાંકીય પગલાંની ભારતમાં થતી રોકાણ પર પ્રતિકૂળ અસર (૫) ખાનગી ક્ષેત્ર દ્વારા નવા મુડી રોકાણની ઉદાસીનતાના પગલે સરકાર રોકાણ વધારશે તો રાજકોષીય ખાધમાં વધારો થવાની ગણતરી (૬) સરકાર દ્વારા કેટલાક ચીજોમાં કરાયેલા આયાત જકાતમાં વધારાના કારણે જે તે ચીજવસ્તુના પણ ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આમ,આગામી સમયમાં મોંઘવારી કેમ નહીં ઘટે તે માટે શ્રેણીબધ્ધ કારણોની રજૂઆત કરીને રિઝર્વ બેંકે ફુગાવો ૫.૧થી ઊંચા દરે રહે તેવી ધારણા મુકવાની સાથોસાથ રાજકોષીય અશિસ્તતા તેમજ વૈશ્વિક નાણાં બજારોમાં ઉદ્ભવતી વોલેટાલિટીની અસર થવાના સંકેત આપ્યા હતા. રિઝર્વ બેંકે ફુગાવા વધવા પાછળના જે કારણો રજૂ કર્યા છે તે તમામ કારણો એકદમ સચોટ અને અસરકર્તા છે. આમ છતાં રિઝર્વ બેંક દ્વારા રજૂ કરાયેલ ચેતવણીના સૂરને સરકારે ધ્યાનમાં લીધો હોય તેમ જણાતું નથી.

રિઝર્વ બેંક દ્વારા ખતરાનાં એલાર્મનું બટન દબાવ્યું હોવા છતાંય સરકાર આ મુદ્દાને ધ્યાનમાં લેવા માંગતી જ ના હોય તે રીતે વર્તી રહી છે. રિઝર્વ બેંકની ચેતવણી સંદર્ભે સરકરા દ્વારા આજ દિન સુધી એકપણ મુદ્દે સરકાર દ્વારા રિસ્પોન્સ અપાયો નથી. સંસદમાં જાતિવિષયક ચર્ચા તેમજ નિર્ણયો કરવાની જગ્યાએ સરકાર દ્વારા માત્રને માત્ર વિપક્ષો પર હુમલા કર્યા કરવાની જાતિ જ અખત્યાર કરવામાં આવી છે.

રિઝર્વ બેંકની બે દિવસની બેઠક બાદ તેણે નિર્ણયોની જાહેરાત કરી ત્યારે પણ સંસદ ચાલુ જ હતી. આમ છતાંય સરકાર દ્વારા રિઝર્વ બેંક દ્વારા રજૂ કરાયેલા આ મુદ્દાઓ પૈકીના એકપણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નહતી. જે દર્શાવે છે કે આ સરકારને અર્થતંત્રને સ્પર્શતા મુદ્દાઓના ઉકેલમાં કોઈ રસ નથી અથવા તો કોઈ ગતાગમ પડતી નથી. એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં લેવાતા નથી.

રિઝર્વ બેંક દ્વારા મોંઘવારી વધવા પાછળના જે મુદ્દા રજૂ કરાયા છે તે તમામ મુદ્દા સચોટ છે. જો આ મુદ્દે કોઈ ચોકક્સ પગલાં નહીં ભરાય તો મોંઘવારીમાં વધારો થશે જ તેમ કહેવું અસ્થાને નથી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉની યુપીએ સરકારના કાર્યકાળના અંતિમ તબક્કા દરમિયાન મોંઘવારીમાં વધારો થયો હતો. ત્યારબાદ લોકસભાની યોજાયેલ ચૂંટણી દરમિયાન મોંઘવારીમાં ઘટાડો કરવાના વચનને ધ્યાનમાં રાખીને પ્રજાએ ભાજપ પર પસંદગી ઉતારી હતી.

આજે મોદી સરકારના કાર્યકાળના સાડાત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા હોવા છતાં મોંઘવારીમાં કોઈ જ ફરક પડયો નથી બલ્કે વધી છે. આમ છતાંય સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ગમે તે મુદ્દો ઉદ્ભવે ત્યારે સરકાર તે મુદ્દાના નિરાકરણ લાવવાના બદલે તે મુદ્દાના દોષનો ટોપલો વિપક્ષો પર ઢોળવાની નીતિ અપનાવી રહી છે તે ઊચિત છે ખરી? તેવો પ્રશ્ન-આજકાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

Post Comments