Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વીજળીનું ઉત્પાદન ઘટવા છતાં કોલસાની માગમાં આશ્ચર્યજનક વૃદ્ધી

વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં આવેલી મોટી તેજીના પ્રત્યાઘાતો વિવિધ બજારો પર પડયા છે. ક્રૂડતેલના ભાવો તાજેતરમાં વિશ્વ બજારમાં  ઉછળી ત્રણ વર્ષની નવી ઉંચી ટોચને આંબી ગયા છે. ન્યુયોર્કના ભાવ ઉછળી બેરલના ૭૦ ડોલરની સપાટીને વટાવી ગયા છે સામે બ્રેન્ટક્રૂડના ભાવ વધી ૭૫ ડોલરની ઉપર જતા રહ્યા છે. ક્રૂડતેલ ઉછળતાં વિશ્વ બજારમાં નેચરલ ગેસ પણ વધી ગયું છે. ક્રૂડતેલની તેજીના છાંટા કેમિકલ્સ અને રંગરસાયણ બજારો પર પણ પડયાના નિર્દેશો મળ્યા છે. કોલસા બજાર પર પણ તેની અસર વૈશ્વિક સ્તરે દેખાઈ છે.

દરમિયાન, ઘરઆંગણે કોલસાની બજાર તથા ઉદ્યોગ જગતમાં  છાશવારે બનતી રહેલી વિવિધ ઘટનાઓ ટોક ઓફ ધી ટાઉન  નિવડી રહી છે. તાજેતરમાં કોલસાની અછતના કારણે વિજળી બનાવતા ઉત્પાદકોના માટે સંકટ ઊભું થયું હતું અને વીજ ઉત્પાદન ખોરવાયું હતું. પાવર-પ્લાન્ટોમાં ફયુઅલની માગમાં તાજેતરના મહિનાઓમાં સતત વૃદ્ધી થતી જોવા મળી છે. દેશના કોલસા ઉત્પાદકો આવી માગને પહોંચી વળવા પાછલાઆઠથી નવ મહિનાઓથી સતત પ્રયત્નશીલ રહ્યા છે.

છતાં અછતનો વિવાદ છાશવારે સપાટી પર આવતો રહ્યો છે. આ ગાળામાં કોલસાનો પુરવઠો જો કે વધ્યો છે છતાં વીજળી બનાવતા એકમો હસ્તક કોલસાનો જથ્થો વધ્યો નથી અને  અમુક તબક્કે તો ગંભીરતા બતાવતી નીચી સપાટીએ ઉતર્યાના વાવડ તાજેતરમાં છાશવારે મળતા રહ્યા છે.  આવી પરિસ્થિતિમાં ઘરઆંગણાના કોલસા ઉત્પાદકો પોતે વિમાસણ અનુભવી રહ્યા છે. દેશમાં સરકાર હસ્તકના કોલસા ઉત્પાદકો દ્વારા મુખ્યત્વે  ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન કરાતું રહ્યું છે.

જોકે બજારના જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં વીજ ઉત્પાદનમાં કોઈ વિશેષ વૃદ્ધી થઈ નથી. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી ઓથોરિટી દ્વારા બહાર  પાડવામાં આવેલાં  આંકડાઓ આ વિશે પ્રકાશ પાડતા જોવા મળ્યા છે. આ આંકડાઓ મુજબ ૨૦૧૫-૧૬ના વર્ષનાં જનરેશન આશરે ૪.૭૦ ટકા જેટલું  વધ્યું હતું અને તેની સામે ૨૦૧૭-૧૮ના વર્ષમાં દેશમાં વીજળીનાં ઉત્પાદનમાં આશરે ૪.૦૨ ટકાની વૃધ્ધી થઈ છે.

થર્મલ ક્ષેત્રે આવું ઉત્પાદન અગાઉના વર્ષમાં ૫.૩૪ ટકા જેટલું વધ્યું હતું તે વૃદ્ધીની ટકાવારી  ૨૦૧૭-૧૮ના વર્ષમાં ઘટીને ૪.૨૭ ટકા નોંધાઈ છે. આમ દેશમાં વીજ ઉત્પાદનમાં વૃદ્ધીની ગતિ ધીમી પડી છે અને ઉલ્ટાની પીછેહઠ જોવા મળી છે. આમ છતાં પાવર પ્લાન્ટોમાં કોલસાની માગમાં સતત એકધારી વૃદ્ધી થતી રહી છે એ વાતે આ ક્ષેત્રના વેપાર અને ઉદ્યોગ જગતના ખેલાડીઓ આશ્ચર્ય બતાવતા થયા છે.

માર્ચ મહિનાના આંકડાઓ જોતાં દેશમાં ૨૦૧૭ના માર્ચમાં ઈલેક્ટ્રીસીટી જનરેશન ૫.૪૬ ટકા જેટલું વધ્યું હતું અને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આવી વૃદ્ધી માત્ર ૩.૦૭ ટકા જ જોવા મળી છે. આ ગાળામાં થર્મલ  ક્ષેત્રે જનરેશન ૫.૧૫ ટકાથી સાધારણ વધી ૫.૨૫ ટકા આસપાસ નોંધાયું છે. દરમિયાન, પાવર પ્લાન્ટોમાંથી મળેલા નિર્દેશો મુજબ મે મહિનાના આરંભમાં આ પ્લાન્ટો પાસે કોલસાનો  જેટલો સિલ્લક જથ્થો હતો તે માત્ર ૧૦ દિવસ ચાલે એટલો જ સિલ્લક હતો  એવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ પૈકી આશરે ૩૧ વિજ ઉત્પાદન પ્લાન્ટો હસ્તક માંડ સાત દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો સિલ્લક  જોવા મળ્યો હતો જયારે ૧૯ આવા એકમો પાસે તો માંડ ચાર દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો  સિલ્લક નોંધાયો હતો. ગયા વર્ષે મે મહિનાના આંરભ આવી પરિસ્થિતિ ન હતી અને એ વખતે માત્ર એક જ વિજ ઉત્પાદક પ્લાન્ટમાં કોલસાનો સિલ્લક જથ્થો કટોકટી દેખાય એચટલી નીચી સપાટીએ ઉતરી ગયો હતો અને એ સિવાયના વિજ ઉત્પાદક એકમોમાં કોલસાનો આવો જથ્થોે સંતોષજનક જોવા મળ્યો હતો.

ચાલુ વર્ષે વિજ ઉત્પાદક પ્લાન્ટોમાં  કોલસાનો જથ્થો  માર્ચ તથા એપ્રિલના આરંભમાં પૂરતો હતો જ્યારે મે મહિનાના આંરભમાં આવો જથ્થો નોંધપાત્ર ઘટેલો જોવા મળ્યો  છે. કોલસાનું વેચાણ ચાલુ વર્ષે એપ્રિલમાં આશરે ૧૩ ટકા વધ્યું છે જ્યારે ઉત્પાદનમાં આશરે ૧૭ ટકાની વૃદ્ધી નોંધાઈ છે. આની સામે વિજ ઉત્પાદનમાં વિશેષ વૃદ્ધી જોવા મળતી નથી છતાં કોલસાની અછતની બુમરાણ ચાલુ રહી છે.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ વીજ ઉત્પાદનમાં  સરકાર હસ્તકના એકમો દ્વારા જે ઉત્પાદન  કરવામાં આવે છે.  તેમાં કોલસાનો વપરાશ વધુ થાય છે.જોકે ખાનગી ક્ષેત્રના પાવર ઉત્પાદકો  નાણાંભીડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  રાજ્ય  હસ્તકના વીજ ઉત્પાદકોએ ખાનગી ઉત્પાદકો પાસેથી સસ્તી વિજળી મેળવવી શક્ય છે. ચૂંટણીના સમયમાં આ મુદ્દો આગળ આવી રહ્યો છે.

Post Comments