Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રૂડની ઊછળકૂદ : ફુગાવો તથા ભછઘમાં વધારો થવાના એંધાણ

-ઇરાનની રાજકીય અસ્થિરતા પ્રબળ બનશે તો ક્રૂડ વધીને 70 ડોલરની સપાટી કૂદાવે તેવી સંભાવના

તા.8 જાન્યુઆરી 2018 સોમવાર

વિતેલા સપ્તાહમાં દેશના અર્થતંત્રને સ્પર્શતા કોઈ મહત્ત્વના સમાચાર હોય તો તે ક્રૂડ ઓઇલમાં ઉદ્ભવેલ તેજીના હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા એક પખવાડિયાથી મક્કમ ગતિએ વધારો થતાં તે ત્રણ વર્ષની ઉંચી એવી ૬૮ ડોલરની સપાટી નજીક પહોંચી ગયું છે. ક્રૂડના સતત વધતા ભાવને પગલે આગામી સમયમાં દેશમાં ફુગાવો ફરી એકવાર પ્રબળ બનવાની સાથોસાથ નાણાંકીય મોરચે પણ પ્રતિકૂળતાનો માહોલ સર્જાય તેવી દહેશત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

ઇરાનમાં ઉદ્ભવેલ રાજકીય અસ્થિરતા તેમજ નોર્થસી તથા લિબિયા ખાતે પુરવઠામા અંતરાયો ઉભા થતા તેની સીધી અસર ક્રૂડના ભાવ પર જોવા મળી છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ઉદ્ભવેલા કોલ્ડ વેવના માહોલના કારણે પણ વૈશ્વિક સ્તરે ક્રૂડના પુરવઠામાં ઘટાડા સામે માંગ પ્રબળ બની હોવાના અહેવાલો છે. આ ઉપરાંત અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટીને ૫૦ લાખ બેરલ્સ અંદર ઉતરી આવ્યાના અહેવાલોની પણ ક્રૂડના ભાવ પર અસર થવા પામી છે.

આમ, વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને ૬૮ ડોલર નજીક એટલે કે ૬૭.૯૪ ડોલરની ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. ઇરાન ખાતે ઉદ્ભવેલ અશાંતિ પ્રબળ બને અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આકરા વલણના પગલે આગામી સમયમાં ક્રૂડના ભાવ વધીને ૭૦ ડોલરની સપાટી કૂદાવી દે તેવી સંભાવના વૈશ્વિક બજારના એનાલીસ્ટોએ વ્યક્ત કરેલી છે.

ક્રૂડના ભાવમાં વધારાની ભારતના અર્થતંત્ર પર સીધી અસર થશે એમ કહેવું જરા પણ વધુ પડતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ભારત તેની ક્રૂડની જરૃરિયાત પૈકી ૮૨ ટકા જેટલી આયાત કરીને આ જરૃરિયાત સંતોષે છે. આમ, ક્રૂડના ભાવવધારાના કારણે દેશના આયાત બિલમાં તોતિંગ વધારો થશે. જેની સીધી અસર ચાલુ ખાતાની ખાધ (સીએડી) પર જોવા મળશે. એનાલીસ્ટોની ગણતરી મુજબ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ ૧૦ ડોલરનો વધારો થાય એટલે ચાલુ ખાતાની ખાધમાં ૮ અબજ ડોલરનો વધારો થશે આ ઉપરાંત ફ્યુઅલ ઓઇલ સબસીડીમાં પણ અંદાજે બે અબજ ડોલરનો વધારો થશે. તો બીજી તરફ ક્રૂડ જીડીપી વૃદ્ધિમાં ૩૦ બેસીસ પોઇન્ટનો ઘટાડો થશે. આમ, આ આંકડા અર્થતંત્ર પરના ભારણમાં વધારો કરશે.

બીજી તરફ ક્રૂડના ભાવમાં વધારાના કારણે ફુગાવો પણ વધશે. આંતરરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો વધતા ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવમાં વધારો કરશે જેની સીધી અસર ફુગાવા પર પડશે સીપીઆઇ બાસ્કેટમાં ડિઝલ અને પેટ્રોલનું સંયુક્ત વેઇટેજ ૨.૩ ટકા જેટલું છે. આમ, આ આંકડો જોતાં ઇંધણના ભાવ વધવાની સાથે જ ફૂગાવા પર સીધી અસર જોવા મળશે.

એનાલીસ્ટો દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટ મુજબ ક્રૂડના ભાવ બેરલદીઠ ૬૦ ડોલર આસપાસ હોય ત્યારે જ ફુગાવો વધવાની શરુઆત થાય છે. પરંતુ તેને મેનેજ કરી શકાય છે. તેથી ખાસ કોઈ મોટી અસર જણાતી નથી પરંતુ જો ક્રૂડના ભાવ વધીને ૭૦/૭૫ ડોલર પહોંચશે તો ફુગાવાની ઝડપ પણ વધશે અને તે વખતે તેને મેનેજ કરવો એ અઘરી બાબત પુરવાર થશે. આ ઉપરાંત સરકારે જાતિ વિષયક નિર્ણયો સંદર્ભે પણ આકરું વલણ અપનાવવું પડશે.

ક્રૂડનો તાજેતરનો ભાવવધારો આમ જોઈએ તો મહદઅંશે ઇરાન પર નિર્ભર કરે છે. ઇરાનમાં ઉદ્ભવેલ રાજકીય અશાંતિ પ્રબળ બનશે તો ક્રૂડના ભાવ વધુ ઉંચકાશે તેમાં ય વળી તાજેતરમાં આ મુદ્દો યુ.એસ. પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાયેલ ટ્વિટ બાદ ઇરાન ખાતેની પ્રતિકૂળતામાં વધારો થવા પામ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ હાલ ઇરાન દૈનિક ૭,૦૦,૦૦૦ બેરલ્સ ક્રૂડનો પુરવઠો પૂરો પાડે છે. આ પુરવઠો ખોરવાઈ જવાના કારણે જ ક્રૂડના ભાવ ઉંચકાઈ રહ્યા છે.
 

Post Comments