Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમ્મુ- કાશ્મીરની પરીક્ષામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ

- એક તરફી યુદ્ધવિરામ અંગે મુખ્યપ્રધાન મહેબુબા તૈયાર છે

- જો કે, ભાજપના નાયબ મુખ્યપ્રધાન કહે છે કે, યુદ્ધવિરામ બંને પક્ષે થવો જોઈએ

ભારતની વિદેશી બાબતો અને જ્મ્મુ- કાશ્મીરની બાબતોમાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે તે મહત્ત્વની કડી છે તેમનું નામ રામમાધવ છે ! (આ કમનસીબી ના કહી શકાય ?) સરકારની જમ્મુ- કાશ્મીરની નીતિ અંગે રામમાધવે એક વાર એમ કહ્યું હતું કે, સરકાર પોતાની નીતિઓ બાબતે કડક છે. વિચિત્ર વાત તો જુઓ સમસ્યા નિવારવાના બદલે સરકાર નીતિને વળગી રહી છે.

રામમાધવ તેમની દિલ્હીની ઓફિસ અને ઘરમાં સલામત છે હું તેમને શુભેચ્છા આપું છું. પરંતુ ૨૨ વર્ષનો રાજવેલ થીરૃમ સલામત નહોતો તે મૃત્યુ પામ્યો છે. આડા માર્ગે દોરવાયેલા પથ્થરબાજે તેના પર પથ્થરમારીને મારી નાખ્યો હતો.

૨૨ વર્ષના થીરૃમનીની ભૂલ એ હતી કે તે તેના કુટુંબ અને કેટલાક કર્મચારીઓ સાથે લીવ ટ્રાવેલ કન્સેશન પર કાશ્મીરના પ્રવાસે આવ્યો હતો. એક યુવાનનું મોત થયું છે તે કમનસીબીભરી વાત છે પરંતુ પોતાની નીતિને વળગી રહેલી સરકારને કોલેસ્ટેરોલ ડેમેજ થયું છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં આ મુદ્દે ઘણું નુકસાન થયું છે.ભારતને બાંધી રાખનાર પાયાઓને નુકસાન થયું છે. જેમ કે,

૧. બંધારણમાં આવેલી દરખાસ્તોને માન આપવું :
કલમ ૩૭૦ની અસર ભારતની કેન્દ્ર સરકાર અને જમ્મુ- કાશ્મીરના રાજવીઓને એકસૂત્રે બાંધતી હતી. આ માત્ર એક રાજ્ય માટેની કોઈ સ્પેશ્યલ દરખાસ્ત નહોતી. આર્ટિકલ ૩૭૧થી ૩૭૧ (૧) જેવી અન્ય દરખાસ્તો પણ છે. બીજી જે સ્પેશ્યલ દરખાસ્ત ઉમેરાઈ રહી છે તે અંગે કેન્દ્ર સરકાર તેમજ  NSCN (M)વચ્ચેની છે.

૨. લશ્કર પર રાજકીય છાંટ :
જમ્મુ- કાશ્મીરમાં રાજકીય પક્ષોએ જ્યારે સર્વાનુમતે એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. ત્યારે લશ્કરના વડાએ આ માટેનો અર્થ તેમની માન્યતા પ્રમાણે એવો કર્યો હતો કે, આઝાદી ક્યોય આવવાની નથી. જો તમારે અમારી સાથે લડવું હોય તો પછી અમે પણ અમારી તમામ શક્તિ લડવામાં વાપરીશું. શું એકતરફી યુદ્ધ વિરામનો સરકાર દ્વારા આવો જવાબ હોઈ શકે ?

૩. પ્રજા અને સંસદ માટે પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારી હોય છે :
જમ્મુ- કાશ્મીરમાં કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ છે. જે અર્થહીન સ્થિતિમાં ભાગલામાં પરિણમી છે. અડધા એ રીતે વર્તે છે કે જમ્મુ સરકાર કામ કરે છે, તો અડધા એમ માને છે કે કાશ્મીર સરકાર છે. મુખ્યપ્રધાન ખુદ રમજાન માસ દરમ્યાન ઇદ સુધી યુદ્ધવિરામ ઝંખે તો નાયબ મુખ્યપ્રધાન કહે છે કે, યુદ્ધવિરામ એક સાઇડથી ના હોય બંને બાજુએથી થવો જોઈએ.

૪. કોઈ ગંભીર પગલાં નહિ :
દરેક પગલાં જવાબદારીભર્યા હોવા જોઈએ જમ્મુ- કાશ્મીર માટે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ. દરેક અધિકારભર્યા પગલાં જવાબદારીભર્યા હોય એવું લાગતું નથી.

મે- ૨૦૧૪માં નવી સરકાર રચાઈ ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રીને બોલાવ્યા હતા એવી જ રીતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની મોટી દિકરીના વિવાહ થવાના હતા ત્યારે ડિસેમ્બર ૨૦૧૫માં વડાપ્રધાન મોદી પોતે ત્યાં ગયા હતા. સપ્ટેમ્બર- ૨૦૧૬માં કહેવાતી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત થાય છે ત્યારબાદ ઓક્ટોબર- ૧૭માં સરકાર મધ્યસ્થી નીમે છે.

સરકાર આ બધું નીતિ પ્રમાણે નથી કરતી કાશ્મીરની ખીણમાં કોઈ એ સ્વીકારવા તૈયાર નથી કે સરકાર કાશ્મીરની સમસ્યા અંગે ગંભીર છે શા માટે સર્વપક્ષીય બેઠકથી દૂર ભાગવામાં આવે છે કે શા માટે મધ્યસ્થી દેખાતા નથી કે તેમના વિશે કાંઈ સાંભળવા નથી મળતું.

૫. જમ્મુ કાશ્મીરની અખંડિતતા જાળવવાની છે :
ઘણાં લોકો એમ માનવા લાગ્યા છે કે, જમ્મુ- કાશ્મીર અકબંધ નહી રહી શકે. કેટલાક એમ માને છે કે ત્રણ ક્ષેત્રમાં અલગ પ્રવૃત્તિ ચાલે છે. જમ્મુની પાકિસ્તાન સરહદે બનતી ઘટનાઓના કારણે ઘણાં લોકો અન્યત્ર ખસવા તૈયાર છે. લડાખ ક્ષેત્ર પોતાની જાતને કાશ્મીરથી દૂર રાખે છે.

આ ક્ષેત્ર પણ બુદ્ધના પ્રભુત્વવાળું લડાખ અને મુસ્લિમ પ્રભુત્વવાળા કારગીલમાં વહેંચાયેલું છે. કાશ્મીર ખીણની સ્થિતિ ઉકળતા ચરૃ જેવી છે. આ ત્રણેય ક્ષેત્રને એક કરે એવી પોલિસી જોવા નથી મળતી.

૬. વધતો હિંસાચાર :
રાજા ક્યારેય પોતાની પ્રજા સામે તલવાર નથી ઉપાડતો. આપણે બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે, કાશ્મીરની ખીણમાં આંતરિક અધોષિત યુદ્ધની સ્થિતિ છે. પથ્થરમારો કરનારા સહિતના લોકો સામે લશ્કરના ઉપયોગના કારણે ખીણની સ્થિતિ સાવ જ વણસી ગઈ છે.હિંસાચાર અને મૃત્યુનો આંક સતત વધે છે  પીડીપી અને ભાજપના જોડાણવાળી સરકાર વચ્ચે ઘણાં ડખા છે પણ સૌથી મોટી ટ્રેજેડી એ છે કે મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી સરકાર ચલાવી રાખે છે.

જેમ જેમ દિવસો પસાર થાય છે એમ એમ હું વધુ હતાશ થાઉં છું. ભારત એક એવું રાષ્ટ્ર છે કે જે એકતા, અખંડિતતા, ધાર્મિક સમભાવ, સહિષ્ણુતાને વરેલું છે. પ્રજાની સમસ્યાના જવાબ આપવા સરકાર બંધાયેલી છે. જમ્મુ- કાશ્મીરમાં સરકારની અગ્નિ પરીક્ષા ચાલે છે. ટૂંકમાં ભારત એક રાષ્ટ્ર તરીકે સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ ગયો છે.

Post Comments