Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અખાત્રીજ - આ વખતે સોનાના વેચાણમાં કેવો ટ્રેન્ડ જોવા મળશે ?

સોનાની ખરીદીમાં કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા અમલી બનતા વેચાણ પર અસર થશે

જીઓપોલિટીકલ વોલેટાલિટીના પગલે ચાલુ વર્ષે સોનામાં પોઝિટિવ ટ્રેન્ડ

તા. ૨૮ એપ્રિલે અખાત્રીજ આવે છે. તમામ ધાર્મિક, માંગલિક કામકાજ માટે આ દિવસ શુભ દિવસ ગણાય છે. તે રીતે જ સોનાની ખરીદી માટે પણ આ દિવસને સારો દિવસ ગણાય છે.

સોના-ચાંદીના વેપારીઓ પણ આ દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આમ પણ ગત નવેમ્બરમાં નોટબંધીના પગલા બાદ જ્વેલર્સોના ધંધામાં ઓટ આવી ગઈ છે. ત્યારે અખાત્રીજના દિવસે વેચાણ સારૃ રહેશે તેવી ધારણા જ્વેલર્સ વર્ગ મુકી રહ્યો છે. પરંતું અહીં પ્રશ્ન એ ઉદ્ભવેછે કે જ્વેલર્સ વર્ગની આ આશા ફળીભૂત થશે ખરી ? સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે ?

આવા અનેક પ્રશ્નોનો જવાબ આપવો એ એક અઘરી બાબત છે. આમ છતાંય આપણે આ કિંમતી ધાતુના સ્થાનિક અને વૈશ્વિક ટ્રેન્ડ પર એક નજર કરીએ તો,

ચાલુ કેલેન્ડર વર્ષમાં તાજેતરમાં જ એટલે કે દસેક દિવસ અગાઉ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

તેના પગલે સ્થાનિક બજારમાં પણ તેના ભાવ ઊંચકાયા હતા. તેમાંય વળી અમદાવાદ બુલિયન બજારમાં સોનાએ ગત સપ્તાહના અંતે ફરી એકવાર રૃા. ૩૦૦૦૦ની ઊંચી સપાટી હાંસલ કરી લીધી છે. આમ, ૨૦૧૭ના વર્ષમાં વૈશ્વિક સોનાના ભાવમાં ૧૩થી ૧૪ ટકાનો વધારો થવા પામ્યો છે. જ્યારે ઘર આંગણે ૬થી ૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બુલીયન બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગત નવેમ્બરમાં સરકાર દ્વારા ભરાયેલ નોટબંધીના પગલાં બાદ બુલીયન બજારમાં તમામ ગણિત અને આંકડા બદલાઈ જવા પામ્યા છે. વૈશ્વિક મુવમેન્ટના પગલે પણ જ્વેલર્સના બિઝનેસ પર અસર થઈ છે. આ મુવમેન્ટમાં ખાસ કરીને અમેરિકન ડોલર સામે રૃપિયાની મજબૂતાઈનો સમાવેશ થાય છે. રૃપિયાની મજબૂતાઈના પગલે ભારતમાં સોનાના ભાવ પર ખાસ કોઈ ગંભીર અસર જોવા મળી નથી. જોકે, સરકારે સોનાની ખરીદી માટે કેશ ટ્રાન્ઝેક્શનની અમલી બનાવેલ મર્યાદાની બિઝનેસ પર અસર જોવા મળે તેવી સંભાવના છે.

આ મુદ્દા ઉપરાંત બીજો મહત્ત્વનો મુદ્દો છે. જીએસટીના અમલનો. સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઈથી જીએસટીના અમલની તડામાર તૈયારીઓ થઈ રહી છે. હાલના કરમાળખા મુજબ સોના પર ૧ ટકો વેટ લાગે છે. જીએસટીના અમલમાં સોના પર ૬ ટકા ટેક્સ લાગે તેવી સંભાવના છે. આ ઉપરાંત ઈમ્પોર્ટ ડયુટી અલગ. હાલ સોના પર ૧૦ ટકા ઇમ્પોર્ટ ડયુટી છે. આમ, જીએસટીના અમલ બાદ સોનું મોંઘુ બની શકે તેવી સંભાવના છે.

આમ, આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકો આ વખતે અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરે તેવી સંભાવના છે. જો કે, આમ છતાંય ઘરઆંગણે હાલ સોનાના ભાવ વર્ષની ઊંચી સપાટીએ હોઈ નવી ખરીદીનું પ્રમાણ મર્યાદિત રહે તેવી ધારણા આ વર્તુળોએ વ્યક્ત કરી હતી.

સોનામાં રોકાણ સંદર્ભે થોડી ચર્ચા કરીએ તો, ચાલુ વર્ષે સોનાના ભાવમાં જે વધારો થયો છે તે જીઓપોલીટીકલ વોલેટાલિટીના કારણે જોવા મળ્યો છે. જ્યારે આ પરિબળો શાંત થશે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળશે તેમ જણાવતા બજારના અભ્યાસી વર્તુળોએ ઊમેર્યું હતું કે આમ પણ છેલ્લા બે વર્ષમાં ઈક્વિટી માર્કેટમાં સોના કરતા ઊંચું વળતર મળ્યું છે.

છેલ્લા છ માસમાં સોનામાં એકંદરે નવી ખરીદીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પરંતુ, વૈશ્વિક સ્તરે ક્રૂડના વધતા ભાવ અને જીઓપોલિટીકલ ટેન્શનના કારણે તમામ નીચા મથાળે સોનામાં વેલ્યુ બાઇંગ જોવા મળ્યુ છે. આમ, સોનામાં નેગેટીવ ટ્રેન્ડની સાથોસાથ પોઝિટીવ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.

આમ છતાંય બજારનો અભ્યાસી વર્ગ સ્પષ્ટપણે એમ માની રહ્યો છે કે જીઓપોલીટીક્લ વોલેટાલિટીની પ્રબળતા ઘટશે તે સાથે જ સોનાના ભાવમાં પણ ઘટાડો થશે જ. તેથી હાલના ઊંચા ભાવ આગામી સમયમાં ઘટવાની સંપૂર્ણ શક્યતા છે.

આ મુદ્દાની સાથોસાથ અન્ય એક મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો આ વખતે સરકાર દ્વારા રજૂ કરાતા ગોલ્ડ બોન્ડનો પ્રથમ તબક્કો પણ આજથી જ શરૃ થયો છે. ચાર દિવસ પછી અખાત્રીજનો તહેવાર આવે છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટરો ફીઝીકલ ગોલ્ડની ખરીદીની જગાએ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ ઉપરાંત સરકાર દ્વારા રોકડથી સોનું ખરીદવા પર લાદેલ મર્યાદાના કારણે પણ લોકો ફીઝીકલ ગોલ્ડની જગાએ ગોલ્ડ બોન્ડ તરફ વળે તેવી શક્યતાઓ વધુ છે.

આ ઉપરાંત, ઇન્વેસ્ટરો પાસે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો (ગોલ્ડ-ઇટીએફ) પણ વિકલ્પ છે. સલામત રોકાણ માટે આ વિકલ્પ સારો છે. આમ છતાંય, રોકાણકારો આ વિકલ્પથી અળગા રહે છે તે બાબત તેના ઇન્ફ્લો અને આઊટફ્લોના આંકડા પરથી પૂરવાર થાય છે.

ટૂંકમાં, આગામી સપ્તાહે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં ખાસ કોઈ વધારો થવાની શક્યતા જણાતી નથી. બીજી તરફ સોનાની ખરીદીમાં પણ વિવિધ પરિબળોના પગલે જો અને તોની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. આમ છતાંય, સોનામાં નવી ખરીદીતો જોવા મળશે જ. કેશ ટ્રાન્ઝેકશનની મર્યાદાના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો જોવાશે. જો કે આ બધા પરિબળોની સાથોસાથ અભ્યાસી વર્તુળોનું એવું માનવું છે કે સોનામાં રોકાણ ટૂંકાગાળાને ધ્યાનમાં રાખી કરાય. આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની સંપૂર્ણ શક્યતા છે.

Post Comments