Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રુડતેલમાં ભાવ વધતાં યુએસમાં ઉત્પાદન વધવાની ભીતિ સર્જાઈ!

ક્રૂડતેલમાં વિતેલા વર્ષમાં ભાવોમાં  વ્યાપક બેતરફી વધઘટની ચાલ જોવા મળ્યા પછી હવે નવા વર્ષમાં  બજારની ચાલ કેવી રહે છે. તેના પર વિશ્વની નજર ઠરી છે.   વિતેલા વર્ષમાં  વિશ્વ બજારમાં   ક્રૂડતેલના ભાવો પ્રથમ છ મહિના દરમિયાન મંદી તરફી તથા ત્યારબાદના  ૬ મહિના  દરમિયાન  તેજી તરફી  રહ્યા હતા. હવે નવા વર્ષમાં સૌ પ્રથમ તો  અમેરિકામાં નવા પ્રમુખ ટૂંકમાં પોતાનો  હોદ્દો ગ્રહણ  કરશે ત્યારબાદ આ નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના અર્થતંત્ર  વિષયક કેવી કેવી  જાહેરાતો કરવામાં આવે છે તેની  અસર  આ ગાળા દરમિયાન વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવો  પર પડશે એવી  શક્યતા  જાણકારો બતાવી રહ્યા છે.

  અમેરિકામાં  આ વર્ષે સરકાર  દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટો ખર્ચ કરવાનું  બજેટ બનાવે એવી શક્યતા છે. આ ઉપરાંત અમેરિકામાં  અર્થતંત્રની ગાડી સુધારાને  પાટે ચડી  રહી હોવાથી  ત્યાં આ વર્ષે  વ્યાજના દરો  ઓછામાં ઓછા ૩ વાર વધારવામાં આવશે એવો  સંકેત ફેડરલ  રિઝર્વે તાજેતરમાં   આપ્યો છે.  ત્યાં  વ્યાજના દરો વધશે ત્યારે વિશ્વ બજારમાં  વિવિધ  કરન્સીઓ  સામે  ડોલરના ભાવો  ઉંચા જવાની  ગણતરી બજારના પંડિતો બતાવી રહ્યા છે. 

વિશ્વ બજારમાં  જ્યારે ડોલર વધે છે ત્યારે વિવિધ કોમોડિટીઝના  ભાવો પર  તુરંત અસર પડે છે અને  આવી અસર  ક્રૂડતેલના ભાવો પર પણ પડવાની  શક્યતા બજારના પંડિતોએ બતાવી છે.  ગયા વર્ષે વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવો એક તબક્કે  ગબડી નીચામાં  બેરલદીઠ ૩૦ ડોલરની  અંદર ઉતરી ૨૬-૨૭ ડોલર સુધી જતા  રહ્યા હતા તે  ત્યારબાદ પ્રત્યાઘાતી ઉછળી ૫૦ ડોલર ઉપર જઈ ૬૦ ડોલરની નજીક  પહોંચી  તાજેતરમાં  ૫૬થી ૫૭ ડોલર આસપાસ બોલાઈ રહ્યા છે.

વિતેલા વર્ષમાં ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોએ  એક છત્ર  હેઠળ આવી મિટિંગ  બોલાવી ક્રૂડતેલનું  ઉત્પાદન ઘટાડવા  નિર્ણય કર્યો હતો અને આવી ઘટના વિશ્વ બજારમાં  ૮  વર્ષ પછી બની હતી.  નવું વર્ષ શરૃ  થઈ ગયું છે અને  ક્રૂડતેલના ઉત્પાદનના કાપનો અમલ નવા વર્ષથી શરૃ થઈ ગયો છે. આ ઉત્પાદન  કાપ હેઠળ   વૈશ્વિક સ્તરે દૈનિક ધોરણે આશરે ૧૮ લાખ બેરલ્સ જેટલું ક્રૂડતેલનું ઉત્પાદન  ઘટવાની ગણતરી   છે. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવો  ઉંચા જશે તથા ઘરઆંગણે ડોલર વધશે તો ઘરઆંગણે  પેટ્રોલિયમ  પેદાશો  મોંઘી બનવાની ભીતિ છે.

દરમિયાન, તાજેતરમાં  યુરોપના વિવિધ દેશોના બહાર પડેલા  આંકડા  મુજબ મેન્યુ. ક્ષેત્રનો દેખાવ સુધર્યો છે. તથા આ ક્ષેત્રનો  પીએમઆઈ ઈન્ડેક્સ ૫૦, ખાસ્સો વધતો  આવી માસિક વૃદ્ધિમાં   આશરે ૬ વર્ષનો રેકોર્ડ  તૂટયો છે.  યુરોપમાં  અર્થતંત્ર  ઉંચકાશે તો વિશ્વ બજારમાં ક્રૂડતેલની માગ ખાસ કરીને  યુરોપના દેશો તરફથી વધવાની આશા છે.

દરમિયાન ક્રૂડતેલના જે વિવિધ ઉત્પાદકોએ  ઉત્પાદન ઘટાડવા  સહમતી બતાવી છે  એ દેશો  હકીકતમાં કેટલું ઉત્પાદન  ઘટાડે  તે જોવું પણ અગત્યનું સાબિત  થવાની શક્યતા છે.  આ અગાઉ ઘણીવાર  એવું બન્યું છે કે આવા  અમુક દેશો  ઉત્પાદન  ઘટાડવાનું   વચન પાછળથી  પાળતા નથી. આવી    ઘટનાનું  પુનરાવર્તન  નહીં થાય તો  વિશ્વ બજારમાં  નવા વર્ષમાં  ક્રૂડતેલનો પુરવઠો  નીચો આવશે.   જોકે આ વિશે   પણ બજારના  જાણકારો વિરોધાભાસી અભિપ્રાયો  બતાવી રહ્યા છે.

અમુક જાણકારોના જણાવ્યા મુજબ  વિશ્વ બજારમાં   ક્રૂડતેલના  ભાવો ઉંચાં જસે તો અમેરિકામાં   ઉત્પાદન વધશે તથા ક્રૂડતેલનું ઉત્પાદન  કરતી  ઓઈલ રિગ્સની  સંખ્યા પણ વધવાની  આશા છે. વિવિધ દેશો વચ્ચે છાશવારે     સર્જાતી   તનાવપૂર્ણ પરિસ્થિતિની અસર પણ ક્રૂડતેલના ભાવો પર પડતી હોય છે અને નવા વર્ષમાં આ બાબત લક્ષમાં રાખવી આવશ્યક છે. વિશ્વ બજારમાં  નવેમ્બરના  અંતભાગથી   ગણતાં   અત્યાર સુધીમાં   ક્રૂડતેલના ભાવો આશરે  ૨૧થી ૨૨ ટકા જેટલા વધી ગયા છે,   નોન ઓપેકના  દેશોએ પણ ઉત્પાદન   ઘટાડવા  સહમતી બતાવી છે. જેમાં  રશિયાનો  પણ સમાવેશ થાય છે.

 અમેરિકાથી  મળતા આંકડા મુજબ  ત્યાં ક્રૂડતેલનુો  સ્ટોક આશરે   ૫૦ લાખ બેરલ્સ જેટલો સિલ્લક પડયો છે.  આવો સ્ટોક ત્યાં   આશરે ૩૦થી ૩૫ વર્ષના  આંકડામાં   સૌથી  ઉંચો મનાય છે.  આમ નવા વર્ષમાં  ઉત્પાદન   કાપના  પગલે જેટલો  પુરવઠો  ઘટશે તેટલો  પુરવઠો આવા સિલ્લક સ્ટોકથી સરભર  થઈ જશે તો વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવોમાં  ઉછાળા  ઉભરા જેવા નિવડે  એવી પણ ભીતિ બજારના પંડિતો બતાવી રહ્યા છે!

જાણકારોના જણાવ્યા  મુજબ આવા  સંજોગોમાં  વિશ્વ બજારમાં હવે પછી જયારે પણ  ક્રૂડતેલના ભાવો બેરલદીઠ  ૬૦ ડોલરની   ઉપર જશે  ત્યારે આવો  પુરવઠો  વધશે અને ભાવો  ફરી નીચો આવશે  એવો અંદાજ  બતાવાય  રહ્યો છે.   વિશ્વ બજારમાં  ૨૦૧૪ના  વર્ષમાં  ક્રૂડતેલના ભાવે ૪૮ ટકા  ઘટયા હતા જે  ૨૦૧૫ના વર્ષમાં ૩૫ ટકા  તૂટયા હતા  અને ત્યારબાદ   ૨૦૧૬માં  વધુ મંદી  અટકી  ભાવોમાં આશરે   ૫૨થી ૫૩ ટકાનો  ઉછાળો નોંધાયો હતો.   

નાઈજીરીયા,  લીબીયા, વેનેન્ઝુઅલા વિ. દેશોમાં  પાછલા વર્ષે   રાજકીય  અસ્થિરતાના  પગલે ક્રૂડતેલનું  ઉત્પાદન ઘટયું હતું. આવા  મુદ્દાઓ  નવા વર્ષમાં પણ લક્ષમાં  રાખવા  જરૃરી છે.  આ અગાઉ   જયારે ઈરાકે  કુવૈતમાં  ઘૂસણખોરી કરી હતી હતી એ વખતે  ૩ મહિનામાં   ક્રૂડતેલના ભાવો  ૧૯૯૦માં ૧૬ વાળા ૧૫૦ ટકા ઉછળી ૪૦  ડોલર થઈ ગયા હતા! આવા બનાવો   ભાવો પર અસર કરતાં  રહ્યા છે  એ બાબત નવા વર્ષમાં  લક્ષમાં રાખવી આવશ્યક છે.

Post Comments