Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉભી બજારે - દિલીપ શાહ

અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન વધતાં ઓપેકના દેશો ચિંતામાં સરી પડયા

વિશ્વથી ક્રુડતેલની બજારોમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. આ પૂર્વે પાછલા વર્ષના અંતભાગમાં ક્રુડતેલના વિવિધ ઉત્પાદક દેશોએ ઉત્પાદન પર કાપ મૂકવાનો સામુહિક નિર્ણય કર્યો હતો એ વખતે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવો ઝડપી વધી ગયા હતા. એ વખતે બ્રેન્ટ ક્રુડ તેલના ભાવો ઉંચામાં બેરલદીઠ ૬૦ ડોલરની નજીક પહોંચી ગયા હતા.

એ વખતે ક્રુડતેલના ઓપેકના દેશો ઉપરાંત ઓપેક સિવાયના દેશોએ પણ ઉત્પાદન કાપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. ખાસ કરીને રશિયાએ પણ એ વખતે ઉત્પાદન ઘટાડવા સહમતી બતાવી હતી અને એ વખતે તો એવું વાગતું હતું કે ક્રુડતેલના ભાવો વધી ૬૦ ડોલરની ઉપર જશે અને બધા એ વખતે ૬૫ ડોલરની આગાહી કરવા માંડયા હતા. જોકે ત્યારબાદ ક્રુડતેલના ભાવો વધુ વધવાના બદલે પ્રત્યાઘાતી ઘટવા માંડયા હતા અને તેજીની ધારણા ઠગારી નિવડતાં વિશ્વબજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઓપેકના દેશો તથા રશિયા વિ.એ ઉત્પાદન ઘટાડવાનું શરૃ કર્યા પછી અમેરિકાથી એવા સમાચારો વહેતા થયા હતા કે ત્યાં ક્રુડતેલનું ઉત્પાદન તથા પુરવઠો વધી રહ્યા છે.

આના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવોમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવો આ પૂર્વે જ્યારે ૫૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. એ વખતે અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જોકે ત્યારબાદ વિવિધ ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ નક્કી કરતાં અને ભાવો ઉંચા જવા માંડતાં અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યા ફરી વધવા માંડયાના નિર્દેશો મળ્યા છે.

આના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવોમાં ઉંચેથી પીછેહટ જોવા મળી છે. વિશ્વબજારમાંથી મળેલા છેલ્લો સમાચારો મુજબ બ્રેન્ટ ક્રુડના ભાવો ઘટી બેરલદીઠ પર ડોલરની અંદર ઉતરી ૫૧.૯૫થી ૫૧.૯૬ ડોલર રહ્યા છે જ્યારે ન્યુયોર્કના ભાવો ઘટી ૫૦ ડોલરની અંદર ઉતરી છેલ્લે ૪૯.૬૨થી ૪૯.૬૩ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા છે.

અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યા વધી છે અને આવી રિગ્સ ક્ષેત્રે ત્યાં તાજેતરમાં ઈન્વેસ્ટમેન્ટ વધ્યું છે. આવા ઈન્વેસ્ટમેન્ટમાં ત્યાં તાજેતરમાં ટૂંકા ગાળામાં આશરે ૨૫૦થી ૩૦૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે તથા આવું રોકાણ ત્યાં વધી ૧૮થી ૧૯ અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા છે. આવા રોકાણના પગલે અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન હવે વધુ વધવાની આશાએ તાજેતરમાં વિશ્વબજારમાં ભાવો દબાણ હેઠળ રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

આવા માહોલમાં હવે જે દેશોએ ક્રુડતેલનું ઉત્પાદન ઘટાડવાનો તાજેતરમાં નિર્ણય કર્યો હતો એ દેશો પણ મુંઝવણમાં મુકાયા છે. જોકે આ દેશોએ ઉત્પાદન કાપ ચાલુ રાખવાનો તથા લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય તાજેતરમાં લીધાના સમાચારો મળ્યા છે.

જોકે આવો ઉત્પાદન કાપ હવે પછી માત્ર કાગળ પર જ રહી જશે કે શું? એવો પ્રશ્ન વિશ્વબજારમાં હાલ પૂછાતો થયો છે. સાઉદી અરેબિયાના ઓઈલ મિનિસ્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે વિવિધ દેશો ઉત્પાદન કાપ મક્કમતા પૂર્વક જાળવી રાખવાના છે અને જરૃર પડે આવો ઉત્પાદન કાપ લાંબો સમય ચાલુ રાખવામાં આવે એવી પણ શક્યતા બતાવાઈ રહી છે. આ અહેવાલ મુજબ જાન્યુઆરીથી ગણતાં છ મહિના માટે આવો ઉત્પાદન કાપ અમલમાં રાખવાનું નક્કી થયું છે એ જોતાં જૂન મહિનાના અંત સુધી આવો ઉત્પાદન કાપ ચાલુ રાખવાની શક્યતા છે.

વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવોમાં વિતેલા સપ્તાહમાં આવેલો ઘટાડો  ચાર સપ્તાહનો મોટામાં મોટો વિકલી ઘટાડો મનાયો છે. ઓપેકના દેશો દ્વારા ઉત્પાદન કાપનો નિર્ણય કરાયો છે પરંતુ આના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલનો પુરવઠો માગની સરખામણીએ નોંધપાત્ર ઘટવાની શક્યતા જાણકારો ઓછી બતાવી રહ્યા છે. આ શંકાના પગલે વિશ્વબજારમાં ભાવો ઘટતા રહ્યા છે.

 વિતેલા સપ્તાહમાં આવો ભાવ ઘટાડો આશરે ૫થી ૬ ટકાનો આવ્યો છે. ચાલુ વર્ષે જૂન સુધી ઉત્પાદન દૈનિક ઉત્પાદન કાપ આશરે ૧૮ લાખ બેરલ્સ જેટલો રાખવાનો નિર્ણય કરાયો છે અને આ નિર્ણયની હવે પછી બજારભાવો પર કેવી અસર પડે છે તે જોવાનું રહ્યું.

દરમિયાન, દરીયાપારથી મળી રહેલા આંકડાઓ મુજબ એપ્રિલ મહિનામાં દૈનિક ધોરણે સરેરાશ ૪૮૦ લાખ બેરલ્સ જેટલું ક્રુડ તેલ ઉત્પાદક દેશોને દરીયાપાર નિકાસ કર્યું છે જે ડિસેમ્બરની સરખામણીએ આશરે ૫થી ૬ ટકા જેટલી ઉંચી રહી છે. અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ૨૦૧૬ના મધ્યથી ગણતાં આશરે દસ ટકા વધી હાલ દૈનિક સરેરાશ ૯૨.૫૦ લાખ બેરલ્સની સપાટીએ પહોંચ્યું છે તથા આ ઉત્પાદન સાઉદી અરેબીયા તથા રશિયામાં થતા ઉત્પાદનની સમકક્ષ હવે પહોંચી ગયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments