Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોઇને ખબર છે નોટબંધી બાદ કેટલા નાણાં જમા થયા ?

નોટબંધીના અમલના બે માસ પછી ખુદ સરકાર કે RBI ને જ ખબર નથી કેટલા નાણાં જમા થયા...

કાળા નાણાં પર અંકુશ મેળવવા સરકાર દ્વારા ભરાયેલ નોટબંધીના પગલામાં રિઝર્વ બેંકે મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. જ્યારે નોટબંધીની જાહેરાત કરાઇ ત્યારે અને તે પછી અનેકવાર રિઝર્વ બેંકે દેશની પ્રજાને નોટબંધીથી ગભરાવવાની જરૃર નથી... નોટોનો પૂરતો જથ્થો છે... ખોટું પેનીક ના કરશો...

એવી જાત જાતની જાહેરાતો કરી હતી. પરંતુ, તેના અમલમાં તે સંપૂર્ણપણે ઊણી ઊતરી છે. નોટબંધીને આજે બે માસ પૂર્ણ થઇ ચૂક્યા છે. આમ છતાંય દેશભરમાં આજે પણ નોટબંધી અગાઉ જે સરળ રીતે બેંકિંગ વ્યવહાર થતા હતા તે રીતે આજે એક પણ વ્યવહાર થઇ શકતો નથી.

સરકાર અને રિઝર્વ બેંકે જાહેર કરેલ આંકડા મુજબ રૃા. ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની રદ કરાયેલી નોટો જે બજારમાં ચલણમાં હતી તેમાંથી ૯૭ ટકા જેટલી નોટો બેંકોમાં પરત આવી ગઇ છે. તો હવે કાળા નાણાંનું શું ? આ પ્રશ્ન દેશભરની પ્રજાના મનમાં ઘૂમરાઇ રહ્યો છે. તો બીજી તરફ ખુદ રિઝર્વ બેંકે ગત સપ્તાહે જમા થયેલી નોટો સંદર્ભે કરેલું નિવેદન અનેક આશંકાઓ ઊભી કરે છે.

પોતાની પાસે કેટલી જુની નોટો પાછી આવી છે તેની હાલમાં ગણતરી ચાલુ છે એમ રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી. ડબલ કાઉન્ટિંગને ટાળવા આ ગણતરી થઈ રહ્યાનું પણ જણાવાયું હતું.

રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની નોટો  ગયા વર્ષના ૮ નવેમ્બરના પાછી ખેંચી લેવાયા બાદ તે બેન્કોમાં જમા કરવા અપાયેલી મુદત દરમિયાન રિઝર્વ બેન્ક બેન્કોમાં જમા થયેલી જુની નોટોના આંકડા સમયાંતરે જાહેર કરતી હતી. છેલ્લે ૧૦ ડિસેમ્બરના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રૃપિયા ૧૨.૪૦ લાખ કરોડની જુની નોટો જમા થઈ હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.

અત્યારસુધી આંકડાની જાહેરાત એકંદર એકાઉન્ટિગ એન્ટ્રીઝને આધારે કરાઈ હતી પરંતુ હવે રિઝર્વ બેન્ક પોતાની પાસે આવેલી મૂળ રોકડની ગણતરી કરી રહી છે જેથી એકાઉન્ટિંગ ભૂલો સુધારી શકાય અને શકય બેવડી ગણતરી ટાળી શકાય એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

આ પ્રક્રિયા જ્યાંસુધી પૂરી નહીં થાય ત્યાંસુધી રદ થયેલી નોટસમાંથી કેટલા મૂલ્યની નોટસ પાછી આવી તેનો ચોક્કસ આંક જાણી શકાશે નહીં એમ પણ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે.

રદ થયેલી જુની નોટોમાંથી નેવું ટકાથી વધુ નોટો રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ હોવાના અહેવાલને આધારે રિઝર્વ બેન્કની આ સ્પષ્ટતા આવી પડી છે.

મોટાભાગની નોટો બેન્કોમાં જમા થઈ જતાં નોટબંધીનો હેતુ બર આવ્યો નહીં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દેશમાં રહેલું કાળું નાણું બહાર કાઢવા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાના હેતુ સાથે સરકારે ૮ નવેમ્બરના રોજ રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે હાલ દેશભરની બેંકો પછી તે જાહેર ક્ષેત્રની હોય કે ખાનગી ક્ષેત્રની તમામે તમામ બેંકો ડિજિટલ સિસ્ટમથી સંકળાયેલી છે. તમામ કામકાજ ઓનલાઇન થઇ રહ્યા છે. બેંકોમાં થતી તમામ એન્ટ્રી ડિજિટલી રીતે જ થતી હોય છે. આમ છતાંય, રિઝર્વ બેંક જો એમ કહેતી હોય કે અમે હાલ ગણતરી કરી રહ્યા છે તો આ બાબત ખરેખર એક ગંભીર બાબત છે.

એક તરફ સરકાર દેશને કેશલેસ બનાવવાની, ડિજિટલ ઈન્ડિયાની જાહેરાતો કરે છે અને બીજી તરફ ખુદ રિઝર્વ બેંક બે મહિના પછી એવો જવાબ આપે છે કે અમે હજી ગણતરી કરી રહ્યા છે કે કેટલી નોટો પાછી આવી છે... તો આમાં ડિજિટલ ઈકોનોમીની અગત્યતા કેટલી ? બે મહિના પછી ખુદ રિઝર્વ બેંક નોટબંધી બાદ કેટલી નોટો પરત આવી તેનો આંકડો જાહેર ના કરી શકે તેનાથી વધુ લાપરવાહી કોઇ હોઇ જ ના શકે.

રિઝર્વ બેંકે તો આ સંદર્ભે હાથ ઊંચા કરી દીધા તેની સાથોસાથ ખુદ નાણાં મંત્રી જેટલીએ પણ આ મુદ્દે હાથ ઊંચા કરી દેવાની નીતિ અપનાવી છે.

આમ સરકારના નોટબંધી જેવા અતિ મહત્વના નિર્ણયમાં જેમની નિર્ણાયક ભૂમિકા હતી તે બે ટોચની વ્યક્તિઓ દ્વારા અપનાવાયેલું આ વલણ કેટલું વ્યાજબી ગણાય ?

જો કે, નોટબંધીના પગલાની વાસ્તવિકતા એ છે કે સરકારના તમામ અંદાજો ખોટા પડયા છે. કાળું નાણું તો હજુ ઠેરનું ઠેર જ છે. નોટબંધીના પગલે કોઇ કાળું નાણું હાથમાં આવ્યું નથી. આમ, હવે સરકાર પોતાની નિષ્ફળતાને છૂપાવવા કોઇ આંકડા જાહેર કરવા માંગતી નથી એ બાબત સ્પષ્ટપણે  ઊભરી આવે છે.

Post Comments