Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિમેન્ટ ઉત્પાદનમાં કાપ મૂકાતાં ચોમાસા પૂર્વે ભાવ ઊંચા જશે

દેશના સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે  તાજેતરમાં સમીકરણોમાં ઝડપી ફેરફારો નોંધાયા છે. દેશમાં સિમેન્ટના  ભાવમાં બેન્ચ માર્ક તરીકે  દક્ષિણ ભારતના બજારોમાં થતી ભાવની વધઘટની અસર દેશના અન્ય રાજ્યોમાં  સિમેન્ટના ભાવો પર પડતી હોય છે. દક્ષિણ ભારતના સિમેન્ટ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ત્યાં માર્ચ મહિનામાં  સિમેન્ટના  ભાવોમાં  આશરે બે ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં આંચકા પચાવી  બજાર ભાવો ફરી ઉપર તરફ ગતી કરતા જોવા મળ્યા છે. માર્ચ મહિનામાં  ઘણાં સિમેન્ટ ઉત્પાદકોએ ભાવો ઘટાડયાની ચર્ચા હતી. 

ઉત્પાદકોમાં આપસી સ્પર્ધા પણ માર્ચ મહિનામાં   જોવા મળી હતી ઉપરાંત રેતીના પુરવઠાની પ્રાપ્તીની સમસ્યાઓના પગલે પણ માર્ચ મહિનામાં સિમેન્ટના ઉપાડ-માગને અસર પડી હોવાનું  સાઉથના બજારોના સૂત્રોએ જણાવ્યું  હતું. તામિલનાડુ તથા આંધ્રપ્રદેશમાં ઘણા વિસ્તારોમાં પાણીની અછત ઊભી થતાં તેના કારણે પણ આ વિસ્તારોમાં સિમેન્ટની માગ પર પ્રતિકૂળ અસર પડી હોવાનું સૂત્રોએ ઉમેર્યું  હતું. જોકે આ બધા પરિબળોને પચાવી એપ્રિલ મહિનામાં સિમેન્ટ બજારમાં ફરી ચમકારો  જોવા મળ્યો છે.

દક્ષિણ-ભારતના વિવિધ રાજ્યોમાંના સિમેન્ટ  બજારોના પ્રાપ્ત થયેલા ભાવોના આંકડાઓ મુજબ ત્યાં માર્ચ મહિનાના ભાવ ઘટાડા પછી એપ્રિલ મહિનામાં સિમેન્ટના ભાવોમાં આશરે ૧૧થી ૧૨ ટકાનો ઉછાળો આવ્યો છે. આ ભાવ ઉછાળાની અસર દેશના અન્ય રાજ્યોના સિમેન્ટ બજારો પર પણ દેખાઈ છે. જોકે સાઉથના બજારોમાં જેટલા પ્રમાણમાં ભાવો વધ્યા છે તેની સરખામણીએ દેશના અન્ય રાજ્યોમાં આવી ભાવવૃદ્ધી મર્યાદિત આવી હોવાનું સિમેન્ટ ઉદ્યોગના પંડિતોએ જણાવ્યું હતું.

દેશના અન્ય રાજ્યોના સિમેન્ટ બજારોમાંથી  મળી રહેલા આંકડાઓ મુજબ  આ રાજ્યોમાં એપ્રિલ મહિનામાં સિમેન્ટના ભાવોમાં સરેરાશ આશરે ૪ ટકા જેટલી વૃદ્ધી માર્ચની સરખામણીએ  જોવા મળી છે. એકંદરે માર્ચની સરખામણીએ એપ્રિલ  મહિનામાં સિમેન્ટના ભાવો ૫૦ કિલોની ગુણીદીઠ આશરે રૃ.૩૦થી ૫૦ જેટલા વધી આવ્યાનું  બજારના બ્રોકરોએ જણાવ્યું હતું.  દરમિયાન, સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ પર હજી પણ નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધીની અસર દેખાઈ રહી છે અને બજાર હજી આવી નોટબંધીની અસરથી સંપૂર્ણ બહાર આવી શકી નથી એવું ઉત્પાદક જગતના સૂત્રોએ જણાવ્યું હતું.

નોટબંધી પૂર્વે ઓકટોબર ૨૦૧૬ના મહિનામાં દેશમાં સિમેન્ટના જે સરેરાશ ભાવો જોવા મળ્યા હતા તેની  સરખામણીએ ફેબુ્રઆરી ૨૦૧૭માં આવા ભાવો  નીચા નોંધાયા હતા અને ત્યારબાદ માર્ચ મહિનો પણ માગના સંદર્ભમાં નબળો રહ્યો હતો. જો કે હવે એપ્રિલ મહિનામાં બજારમાં ફરી  સળવળાટ દેખાયો છે. વાર્ષિક ધોરણે જોઈએ તો સિમેન્ટના ભાવોમાં આશરે અઢીથી ત્રણ ટકાનો ઘટાડો માર્ચ સુધીના  ગાળામાં જોવા મળ્યો હતો. ૨૦૧૬-૧૭ના નાણાં વર્ષમાં ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડાઓ  જોતાં દેશમાં આ ગાળામાં  સિમેન્ટની  માગમાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જોકે આ ગાળામાં આવો  માગ ઘટાડો મુખ્યત્વે  મધ્ય ભારત તથા ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળ્યો હતો જયારે આ ગાળામાં દક્ષિણ ભારતના બજારોમાં સિમેન્ટની માગ સરખામણીએ ઉંચી નોંધાઈ હતી. સાઉથના અમુક વિસ્તારોમાં તો આ ગાળામાં સિમેન્ટની માગમાં ૧૫થી ૨૦ ટકાની વૃદ્ધી આવતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ગાળામાં દક્ષિણમાં ખાસ કરીને આંધ્રમા તથા તેલંગણામાં હાઉસિંગ એકટીવીટી પણ તાજેતરમાં વધી હતી. જોકે તેની સરખામણીએ તામિલનાડુ હજી ઠંડુ રહ્યું છે.

ત્યાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું રહેતાં સિમેન્ટની માગને તાજેતરમાં અસર પડી હતી.  માર્ચમાં દક્ષિણના બજારોમાં સિમેન્ટના ભાવો રૃ.૩૩૮ જેવાં ઉંચા રહ્યા હતા.  જયારે પૂર્વીય રાજ્યોમાં  આવા ભાવો રૃ.૩૧૮ તથા પશ્ચિમી ભારતમાં રૃ.૩૦૨ આસપાસ અને મધ્ય ભારતમાં  રૃ.૨૯૫ તથા ઉત્તર ભારતમાં રૃ.૨૭૮ આસપાસ સરેરાશ માર્ચમાં નોંધાયા હતા. જોકે ત્યારબાદ એપ્રિલ મહિનામાં  બજાર આની સરખામણીએ ઉંચી ગઈ છે.

દરમિયાન, તાજેતરમાં ભાવો નીચા જતાં ઘણા સિમેન્ટ ઉત્પાદકોએ  ઉત્પાદન ઘટાડયાના પણ સમાચારો હતા, ગયા વર્ષના ડિસેમ્બરમાં ઉત્પાદનમાં ૮થી ૯ ટકાનો, જાન્યુઆરી-૧૭માં  ૧૩થી ૧૪ ટકાનો તથા ફેબુ્રઆરી-૧૭માં ૧૫થી ૧૬ ટકાનો  ઘટાડો  ઉત્પાદનમાં  નોંધાયો છે. મે  મહિનામાં  ભાવો ઉંચા જવાની આશા છે અને ત્યારબાદ વરસાદનીૂ મોસમમાં સિમેન્ટની માગ ફરી ઘટી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

Post Comments