Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમોડિટી કરંટ - જયવદન ગાંધી

સોના-ચાંદી તૂટતાં બજારમાં ગ્રાહકોની વધેલી ચમક

મસાલાના નીચા ભાવને કારણે નિકાસમાં ૨૧ ટકાનો ઉછાળો

માર્ચના પ્રથમ પખવાડિયામાં સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે ૧૮૦૦ રૃપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોએ રૃ. ૪૦૦૦/- નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે ગત ગુરૃવારે અમેરિકાની સેન્ટ્રલ બેંક ગણાતી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કરાયેલો વધારો છતાં ડોલર તૂટતાં તેની અસરથી સોના-ચાંદીમાં બજાર સુધારા ઉપર રહ્યું છે.

સોનામાં ૬૦૦ રૃપિયાના સુધારાને કારણે રૃ. ૪૦૮૦૦/- ની સપાટીએ રહ્યું છે વિદેશી બજાર કોમેકસ ઉપર ૧૨૦૦ ડોલરથી નીચે ગયેલ સોના બજાર ઉછળીને ૧૨૨૫ ડોલર થયું છે. અમેરિકાએ વ્યાજના દરોમાં વધારો કરીને ડોલરમાં ઉછાળો આવશે તેવી ગણત્રી ખોટી પડતાં ડોલર તુટતાં વૈશ્વિક બજારમાં સોનાને ફાયદો થયો છે.

ડોલર તુટતાં ભારતીય રૃપિયાને ફાયદો થયો છે. ડોલર ભાવ ૬૫.૨૫ થતાં રૃપિયામાં તેજીને કારણે સોનાના ભાવોને બ્રેક વાગશે તેવી ગણત્રી થઈ રહી છે. માર્ચની શરૃઆતમાં સોનાના ભાવો રૃપિયા ૨૯૭૦૦ની આસપાસ અને ચાંદીના ભાવો ૪૪૦૦ રૃપિયાની આસપાસ હતા.

જે પખવાડિયા દરમ્યાન તુટીને સોનાના ભાવો ૨૭૯૦૦ અને ચાંદીના ભાવો ૪૦૦૦૦ કરતાં પણ નીચી સપાટીએ આવતાં સોના ચાંદી બજારમાં ગ્રાહકોની ચહલપહલ વધી ગઈ હતી.

આગામી જુલાઇથી લાગુ થનાર GST  ના સોનાના દરોમાં ઘટાડો થાય તો પણ સોના-ચાંદીના ભાવો નીચા આવે તેમ છે. સાથે સાથે હાલમાં સોના ઉપર ૧૦ ટકા આયાત ડયુટી લાગે છે. આ ઉપરાંત એક ટકો વેટ અને એક ટકો એકસાઇઝ ડયુટી મળીને કુલ સરેરાશ બારેક ટકા ટેક્ષ સોના ઉપર લાગે છે.

બુલિયન માર્કેટના વિવિધ એસોસિએશનો દ્વારા આયાત ડયુટી ૧૦ ટકાથી ઘટાડીને છ ટકા અને GST  દર પણ છ ટકા રાખવાની માંગ કરી છે. હાલમાં ઉચી આયાત ડયુટીને કારણે સોનાની દાણચોરીનું પ્રમાણ ખૂબ વધુ છે.

વર્ષે દહાડે લગભગ ૧૩૦ ટન જેટલું દાણચોરીથી સોનું ભારતમાં પગ કરી રહ્યું છે. ભારતમાં નવેમ્બરથી લાગુ કરાયેલી નોટબંધીની અસરને કારણે સોનાની આયાત નોંધપાત્ર તુટીને ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં લગભગ ૫૪૬ ટન આસપાસ નીચા સ્તરે ઓછુ રહ્યું છે.

દરમ્યાન દેશમાં હાલમાં મોટા ભાગના મસાલા પાકના ભાવો નીચા સ્તરે હોવાથી એક્સપોર્ટમાં વધારો થઇ રહ્યો છે. ગત મહિને ફેબુ્રઆરીમાં દેશમાં મસાલાની નિકાસમાં ૨૧ ટકાનો ઉછાળો થયો છે. ફેબુ્રઆરીમાં સરેરાશ ૨૩.૪૯ કરોડ ડોલરના મસાલાની નિકાસ થઇ છે.

જે ગત વર્ષે ફેબુ્રઆરીમાં ૧૯.૩૯ કરોડ ડોલરની આસપાસ નિકાસ થઇ હતી. મસાલામાં સૌથી વધારે નિકાસ લાલ મરચાની રહી છે. આ ઉપરાંત જીરૃ, મરી, ધાણા અને હળદળની નિકાસ પણ નોંધપાત્ર રહી છે.

દેશમાં કાળા મરીના વાયદા ઉપર પ્રતિબંધ હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મરીનું ઉત્પાદન એટલું બધુ તુટી ગયુ છે કે દેશની જરૃરિયાત પણ પૂર્ણ થઇ શકે એમ નથી.

જેના કારણે આ વર્ષે મરીમાં તેજીની સંભાવના જોવાઇ રહી છે. હાલમાં મરીના ભાવો પ્રતિ કિલોએ ૬૦૦ રૃપિયા ઉપરાંતની સપાટીએ ઉંચા મથાળે રહ્યા છે. આ ભાવે પણ ખેડૂતો મરીનો માલ વેચવા માટે પાછીપાની કરે છે.

આ વર્ષે દેશમાં મરીની ડિમાન્ડ વધુ રહેવાની ગણત્રીને કારણે મરી બજાર રૃપિયા ૭૦૦ ઉપરાંતની સપાટી કુદાવે તેવી શકયતાઓએ વેગ પકડયો છે.

આ વર્ષે દેશમાં મરીનું ઉત્પાદન ૫૫ થી ૬૦ હજાર ટન આસપાસ રહેવાની અપેક્ષા છે. કેરળ અને કર્ણાટકમાં મરીનું વિશેષ ઉત્પાદન થાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૪૦ ટકા વધુ રહે તેવો અંદાજ છે.

વિશ્વમાં મરીનું સૌથી વધુ ઉત્પાદન કરતા વિયેટનામ ઉપર સાત માર્ચથી મરી તેમજ અન્ય કોમોડિટી ઉપર વધુ જંતુનાશક દવાઓના પ્રમાણને કારણે લાગેલા પ્રતિબંધને કારણે ખાસ કરીને મરીની બજાર નીચે જઈ રહી છે.

વિયેટનામના મરી વિશ્વમાં સૌથી સસ્તા હોવાથી અને દેશમાં મરીનું ઉત્પાદન ઘટી ગયું હોવાથી ભારતીય નિકાસકારો વિયેટનામથી મરી આયાત કરી દેશમાં તથા અન્ય દેશમાં માલ સપ્લાય કરી રહ્યા છે.

હાલની સ્થિતિમાં વિયેટનામની કોમોડિટી ઉપર પ્રોબ્લેમ હોવાથી ભારત સાથે વેપાર ઉપર અસર પડી રહી છે. હાલમાં ભારતીય મરી બજારમાં તેજીના વાયરા જોવા મળી રહ્યા છે.

મરીની સાથે સાથે એરંડામાં પણ તેજી આગળ વધતાં ભાવોએ ૪૫૦૦ ની સપાટી કુદાવી છે. NCDEX ઉપર એપ્રિલ વાયદો ઉછળીને ૪૫૧૭ રૃપિયા પ્રતિ કિવન્ટલે થતાં છેલ્લા બે વર્ષમાં સૌથી ઉંચા સ્તરે જોવા મળ્યા છે. એરંડામાં ઓછુ ઉત્પાદન અને વધતી જતી માંગને કારણે તેજી તરફી બજાર છે.

આ વર્ષે એરંડામાં ઉત્પાદન ૨૫ ટકા ઓછુ રહેવાનું અનુમાન છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન દેશમાં સરેરાશ ૧૦.૬૭ લાખ ટન એરંડાના ઉત્પાદનની અપેક્ષા છે. જે ગત વર્ષે ૧૪.૨૩ લાખ ટન આસપાસ હતું.
ગુજરાતમાં ૨૭ ટકા, રાજસ્થાનમાં ૧૬ ટકા, આંધ્ર પ્રદેશ અને તેલં ગાણામાં ૧૯ ટકા અને અન્ય રાજ્યોમાં પણ સરેરાશ ૨૧ ટકા જેટલું ઉત્પાદન ઓછુ રહેવાની ધારણા છે.

હાલમાં ચીન તરફથી એરંડિયાની વધી રહેલી લેવાની કારણે એરંડા બજારમાં તેજીને સપોર્ટ મળી રહ્યો છે. આ પ્રમાણે સ્થિતિ રહે તો એરંડા વાયદો પાંચ હજારની સપાટી કુદાવે તેવી ગણત્રી જોવા મળી રહી છે.
બીજી તરફ આ વર્ષે દાળોનું દેશભરમાં બમ્પર ઉત્પાદન થવાને કારણે ભાવો સતત તૂટી રહેતાં ખેડૂતોમાં પરેશાનીનો પાર નથી. તુટતી બજાર અટકાવવા માટે દાળોમાં ખાસ કરીને તુવેરની આયાત ઉપર ૧૫ ટકા ડયુટી લાદવા ભારે માંગ થઇ રહી છે.

દેશમાં લગભગ ૪૨.૩ લાખ ટન તુવેરના ઉત્પાદનની વકી છે. જેના કારણે ટેકાના પ્રતિ કિવન્ટલે પાંચ હજારના ભાવો કરતાં પણ તુવેર બજાર તુટીને ૪૨૦૦થી ૪૫૦૦ ની રેન્જમાં નીચે આવતાં ખેડૂતો માટે શિરદર્દ સમાન બની રહ્યું છે.

Post Comments