Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

અમેરિકામાં વ્યાજ દર વધવા છતાં
સોનાના ભાવ ઝડપથી ઉછળતાં વિશ્વ બજારના ખેલાડીઓ ઉંધતા ઝડપાયા

ફેડની મિટિંગ પૂર્વે મંદીનો વેપાર કરનારાઓને પડેલો ફટકો : ભાવ હજી ઉંચા જવાની આશા

વિશ્વ બજારમાં સોનામાં ફેડનો વ્યાજ દર વધશે ત્યારે નિષ્ણાતો જણાવતા હતા કે સોનાના ભાવમાં મંદી આવશે પરંતુ ૧૫મી તારીખે  ફેડની મિટિંગમાં ફેડનો ચેરપરસન જેનેટપેલેનના વ્યાજ વધારાની જાહેરાત  બાદ સોનામાં સૌની આશાને  ઠગારી  ગણાવીને  ફેડના  વ્યાજ દરને અવગણીને  સોનાએ તેજીની  વાટ પકડી અને વકતવ્ય પહેલા ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં જે ૧૨૦૧ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ થતો હતો તેમાં માત્ર ૪ કલાકમાં  ૨૫-૨૫ ડોલર પ્રતિ ઔંસનો વધારાનો  કવોટ કરીને દરેક નિષ્ણાતોની આગાહીને  ખોટી ઠેરવીને ફેડના વ્યાજના દરની અવગણના  કરી છે.

નેધરલેન્ડની ચૂંટણીનો પ્રભાવ સોનાના ભાવ પર પડયો છે અને સોનાએ સૌને આશ્ચર્ય  ચક્તિ કરીને ફરી તેજી  દીશા તરફી વલણ અપનાવ્યું છે. તેમાં યુકેની પાર્લામેન્ટ બ્રેકઝીટને અનુમોદન આપીને  યુરોઝોનમાંથી બહાર નીકળવાની સંમતી આપી છે  તેની પણ સોનાની ભાવ પર તેની અસર દેખાય છે. ઉપરાંત લી પેન ફ્રાન્સની ચૂંટણીમાં આગેકૂચ દાખવતા અને યુરો ઝોન વિશે ચિત્ર સ્પષ્ટ થતાં  સોનામાં તેજીનું વાતાવરણ છવાયું છે.

ડચ પાર્લામેન્ટની ચૂંટણીમાં યુરો તરફી પાર્ટીનું નબળા પરિણામ જોયા બાદ ફ્રાન્સની  ચૂંટણીમાં પ્રેસીડેન્ટની  વરણી કદાચ લોકોને  સોનું પકડી રાખવા ઉત્સાહિત ન કરે સોનાના નીચા જતા ભાવને બ્રેક લગાડે.

૧૦૫ વર્ષ અગાઉ અમેરિકન ફાઈનાન્સ જે.પી.મોરગને  કોંગ્રેસ સમક્ષ તેમના સવાલમાં શું નાણા પરનો કન્ટ્રોલ ક્રેડિટ પર પડી શકે તેમાં જણાવેલ કે દરેક વખતે એવું નથી બનતું કે ક્રેડિટ પર નાણાકીય  કન્ટ્રોલનો પ્રભાવ પડે પરંતુ અહીં  બેંકના વ્યવહારમાં ક્રેડિટ કંઈ નાણા છે તેવું પુરવાર નથી  થતું  સોનું નાણું છે તે ચોક્કસ પ્રમાણે કહી શકાય. તેવો ઉલ્લેખ કરીને સોનાને નાણામાં ખપાવીને સોનાનું મહત્ત્વ વધારેલું.

ત્યારે ''હાજર સોનું સૌએ રાખવું'' એવી નક્કર સલાહ રોબર્ટ  ક્રીયોસાકી તથા જે.પી.મોરગન આપે છે હેજ ફંડોએ ૧૫મી માર્ચ પહેલા ફેડ દ્વારા  વ્યાજ વધારાય તે પહેલા નફો બાંધવા લાગેલા અને  સોનાને મંદીના ખાડામાં ઉતારેલ.

કમીટમેન્ટ ટ્રેડર્સના રિપોર્ટ  જણાવે છે કે ફંડના મનીમેનેજરોએ ૧૬૧૬૦ તેજીના સોદાઓનો ઘટાડો કરીે કુલ કોન્ટ્રેકટને ૧૫૦૨૭૦નો આંક પર લાવી મૂક્યો. ત્યારે ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ટૂંકાગાળાના સોદાઓમાં ૭૩૩૯ કોન્ટ્રાકટનો વધારો થતા ૬૦૦૩૦ કોન્ટ્રાકટો ઉભા રહ્યા છે.

ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં નવ-નવ સેશનની   મંદી બાદ  સોમવારે સોનામાં સ્થિરતા જોવાયેલી અને બુધવારે ફેડની મિટિંગ બાદ સોનાએ તેજી તરફી દીશામાં દોટ મૂકી.

ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં સોમવારે એપ્રિલ માસની ડીલીવરી ૧૨૦૩ ડોલરના ભાવે  ૧.૭૦  ડોલર એટલે કે તેમાં ૦.૧ ટકાનો ઉછાળો નોંધાયો  ત્યારે  ગયા શુક્રવારે  સોનાના ભાવમાં ઢીલાશ  રહેતા ૩૦મી જાન્યુઆરી  બાદ નવ નવ માસની મંદીના ગાળાએ ૨૦૧૫ના જુલાઈ માસ બાદ આ લાંબી મંદી નોંધાઈ છે.

ચીનની સોનાની માંગ વધી રહી છે. ઉપરાંત ભારતમાં પણ લગ્નસરાની સીઝન રહેતા સોનાનો  વપરાશ વધી રહ્યો છે. એકંદરે વૈશ્વિક રાજકીય  અસ્થિરતા  તથા નાણાકીય  ભીડને  કારણે ફેડના  વ્યાજ  વધારાનો  કશો પ્રભાવ  નહીં પડે  અને સોનું ફરી તેજીની દીશા પકડે તો નવાઈ નહીં.! સોનું ૧૨૦૦ ડોલર પ્રતિ ઔંસ નીચે નહીં ઉતરે  અને સોનું ૧૨૦૦ અને ૧૨૫૦ ડોલર પ્રતિ  ઔંસ વચ્ચે  અથડાશે.

વિશ્વ બજારમાં ચાંદીએ ૧૫મી માર્ચના રોજ  યોજાયેલ  ફેડની  મિટિંગમાં   વ્યાજ વધારાને  અવગણીને  ચાંદીના  ભાવમાં  ૫૦-૫૦ સેન્ટ પ્રતિ ઔંસનો ઉછાળો નોંધાવ્યો.

સોમવારે ચાંદી ૧૬૯૫ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરતી હતી તે ભાવ ફેડના ચેરવુમન જેનેટ યેલેનના ફેડના વ્યાજ વધારાની  જાહેરાત બાદ  ચાંદીના ભાવ ૧૭૪૬ સેન્ટ પ્રતિ ઔંસ કવોટ થતા મંદીમાં સટ્ટોડિયાઓ ઉંઘતા ઝડપાયા છે અને તેઓ પોતાના વેચાણના  સૌદાઓ સરખા કરવા કોમેક્સ બજારમાં દોટ લગાડી છે. યુનાઈટેડ સ્ટેટસ  જીઓલોજીકલ સર્વેના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં ચાંદીનું  વાર્ષિક ઉત્પાદન ૨૦૧૫ ઊંચું જણાયું પરંતુ તે ઉત્પાદન ૨૦૧૪ના વર્ષ કરતા પાંચ ટકા ઓછું નોંધાયેલ.

૨૦૧૬માં ચાંદીનું ઉત્પાદન રેકોર્ડ તોડ  આંક આવે છેે છતાં તેમાં વિશ્વના ૩ દેશોનું ચાંદીનું ઉત્પાદન   ઘટયું છે.  તેવું જણાવે છે આપણને ૧૯૯૪થી કેનેડાની ચાંદીના ઉત્પાદનનો ઈતિહાસ જોવા મળે છે ત્યારે   ૨૦૦૨ના વર્ષમાં ચાંદીનું  ઉત્પાદન ૧૩૪૪ ટન જોવા મળે છે જે ૨૦૧૫ના વર્ષમાં ઘટીને  ૪૦૦ ટનનું   ઉત્પાદન દાખવે છે.

ચાંદીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે થઈ રહ્યા છે  તેમાં ચીન ચાંદીનો  ઉપયોગ વિવિધ ક્ષેત્રે જોઈ રહ્યા ચીન તથા ભારતમાં સોલાર એનર્જીનો ક્ષેત્ર વિકસતા ચાંદીની માંગ વધશે ચાંદીના ભાવ ઉછળી શકે તેવી શક્યતા છે.

એકંદરે ચાંદી ૧૭૦૦ સેન્ટની સપાટી નહીં તોડે અને ચાંદી ૧૭૦૦ અને ૧૮૫૦ સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે રમશે. સ્થાનિક સોનાના ભાવોમાં વૈશ્વિક બજારના ૨૫-૨૫ ડોલર પ્રતિ ઔંસના ઉછાળા બાદ પણ રૃ.૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો વધારો નોંધાયો છે. સોનાના વાયદા બજારમાં બુધવારે સાંજે  રૃ.૨૮૦૬૦  પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ બોલાતો હતો તે ગુરૃવારે બપોરે વધીને રૃ.૨૮૪૫૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થવા લાગ્યો.

ત્યારે વૈશ્વિક ભાવોના ભાવ વધારાની તુલનાએ ડોલર સામે રૃપિયો મજબૂત બનતા આયાતી પડતર નીચી રહેતા ભાવો રૃ.૨૮૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ કવોટ  થયા છે.

ફેડના વ્યાજ વધારાથી સોનાનો ભાવ ઘટશે તેવી ગણતરીઓ મૂકીને  વેપારીઓ તથા સટ્ટોડિયાઓ મંદીમાં રહ્યા અને વિપરીત વાતાવરણ સર્જાતા સોનામાં  તેજી આવતા તેઓ પોતાના લેણના સોદાઓમાં  નુકશાની કરીને સોદાઓ સરખા કરવા લાગ્યા છે.

હોલસેલના દાગીનાના વેપારીઓ જણઁાવે છે કે  રીટેલ શો-રૃમની થોડી થોડી માંગ રહેતા  દાગીનાનું વેચાણ સારૃં છે અને તેઓ નીચા ભાવે ખરીદેલા  સોનાનો સ્ટોક બનાવી રહ્યા છે.

સોનાના દાગીનાના એક્ઝીબીશનની પુષ્કળ ઘરાકી નીકળ્યા બાદ  સોનાની માંગમાં  થોડો ઘટાડો  નોંધાયો છે પરંતુ  ભાવની વઘધટ નવા સોનાની ખરીદી માટે  તેઓ વાટ જાુઓની નીતિ અપનાવે  છે.

આયાતકારો મર્યાદિત  સોનું મંગાવે  છે અન ડોલર સામે  રૃપિયાનો  વિનિમય દર  ફિક્સ કરીને  સોનું મંગાવે છે. સમાચાર પત્રોમાં  રોજેરોજ દાણચોરીનું  સોનું પકડાવાના સમાચાર છપાય છે તે જાણ કરે છે કે ,સોનાની દાણચોરી બંધ નથી થઈ.

સોનાના સિક્કા તથા લગડીમાં  નાણાનો રોકાણ કરવા રોકાણકારો  બજારમાં પ્રવેશ કરી રહ્યા  છે  એકંદરે સોનાના ભાવ રૃ.૨૮૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ નીચે  નહીં ઉતરે અને  સોનું રૃ.૨૮૦૦૦ તથા ૨૯૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે અથડાશે. સ્થાનિક ચાંદી બજારમાં વૈશ્વિક ચાંદીના ભાવ વધારાને કારણે ચાંદીના ભાવમાં રૃ.૧૦૦૦ પ્રતિ કિલોનો ઉછાળો નોંધાયો છે. વાયદો રૃ.૪૧૦૦૦ બોલાવાયો ત્યારે હાજર ચાંદી રૃ.૪૧૭૦૦ પ્રતિ  કિલો  કવોટ થાય છે.

બજારના વેપારીઓ મંદીમાં હતા અને  જણાવતા હતા કે ફેડ વ્યાજ વધારશે તો ચાંદી ફરી એકવાર રૃ.૩૫૦૦૦ પ્રતિ કિલોનો ભાવ દાખવી શકે પરંતુ જેવો વ્યાજ વધારો થયો અને સૌની ધારણા વિરુદ્ધ  ચાંદીમાં  રૃ.૧૦૦૦નો ઉછાળો આવતા વેપારીઓ તથા સટ્ટોડિયાઓ સૌદાઓ કાપીને  તેજી તરફ વલણ દાખવી તેજી તરફ દોડયા છે.

જુની ચાંદીની આવક સાવ ઘટી છે. ઘણી દુકાનોનો જાુની ચાંદીની આવકમાં બોણીના વાંધા છે. બજારમાં ઉદ્યોગ  તથા સ્થાનિક વેપારીઓને  ચાંદીની  આયાત પર નિર્ભરતા રાખવી પડે છે. આયાતકારો  મર્યાદિત ચાંદી મંગાવે છે.

શો-રૃમમાં ઘરાકી સાધારણ છે. લગડી તથા સિક્કાનું વેચાણ સારૃં છે. એકંદરે ચાંદીની વધઘટ સૌને મુંઝવે છે અને લોકો તથા દુકાનદારો ખપપૂરતી ચાંદી ખરીદે છે. એકંદરે ચાંદી રૃ.૪૦૦૦૦ પ્રતિ કિલોનું તળિયું નહીં તોડે તો ચાંદી ફરી તેજીની દિશા પકડશે.

Post Comments