Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્ટેના - વિવેક મહેતા

GSTમાં કેન્દ્ર-રાજ્યની સમજૂતીમાં ઘણી ખામીઓ

રાજ્યના અધિકારીઓને ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારા વેપારીઓના ૯૦ ટકા કેસ સોંપી દઈને કાઉન્સિલે ભ્રષ્ટાચારના દરવાજો ખોલી દીધો હોવાનો આક્ષેપ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રાજ્યો પર પડનારી આર્થિક અસરો અને ભ્રષ્ટાચારને નાથવાને લગતી સમસ્યાઓ અંગે વિગતવાર સમજૂતી કરવામાં આવી ન હોવાનું ઘણાં નિષ્ણાતો માની રહ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટે માનવ સ્રોત તૈયાર કરવાની બાબત પર પણ જોઈએ તેટલું ધ્યાન આપવામાં આવ્યું જ નથી. પરિણામે જીએસટી લાવવા માટે કરવામાં આવેલી ઘણી બધી મહેનત પર પાણી ફરી વળવાની સંભાવના રહેલી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સના અધિકારીઓ પણ આ વાતને સ્વીકારી રહ્યા છે.

જીએસટીના સંદર્ભમાં કેટલીક જોગવાઈઓ અંગે છેલ્લી ત્રણેક બેઠકથી સહમતી સધાતી જ નહોતી. આખરે કેટલીક જોગવાઈઓને વિકૃત રીતે રજૂ કરીને તેને માટે સહમતી મેળવી લેવામાં આવી છે. તેમાં ખાસ કરીને વાર્ષિક રૃા. ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓમાંથી ૯૦ ટકા વેપારીઓના કેસ જોવાની સત્તા રાજ્ય સરકારના એટલે કે વેટના અધિકારીઓને સોંપવામાં આવી છે. રૃા.૧.૫ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓમાંથી માત્ર ૧૦ ટકા વેપારીઓ જ કેન્દ્ર સરકારના અધિકારીઓએ જોવાના રહેશે.

 આ એક જ નિર્ણય લઈને નાણાં મંત્રીએ અનેક સવાલો ઊભા કરી દીધા છે. આ સવાલોમાં નાણાંકીય સવાલો ઉપરાંત માનવ સ્રોતના, કરપ્સનના તથા કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓની કાર્યક્ષમતા સામે સવાલો ખડા કરી દીધા છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલમાં ક્રોસ એમ્પાવર્ડમેન્ટ એગ્રીમેન્ટ થયા તે પછી આ છાપ મજબૂત બનવા માંડી છે. તેથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડિયન રેવન્યુ સર્વિસના કેટલાક અધિકારીઓએ પત્ર પણ લખ્યા છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓએ આ નિર્ણય લીધા પછી કેન્દ્ર સરકારની તિજોરીને વર્ષે રૃા. ૧.૧ લાખ કરોડનું નુકસાન જવાનો અંદાજ મૂક્યો છે. હા, આ અંદાજ કયા કારણોને ધ્યાનમાં લઈને મૂકવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા આઈઆરએસ એસોસિયેશનના પત્રમાં કરવામાં આવી નથી.

છતાંય તેને કારણે કરપ્શન ભણી આંગળી ચીંધવામાં આવી રહી છે. તેનાથી રાજ્ય સ્તરના અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરશે તેવો આડકતરો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ખાનગી સ્તરના નિષ્ણાતોએ પણ આઈઆરએસ લોબીના આ તારણને સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ ૪૦ ટકાની આસપાસનું કરપ્શન કરતાં હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

તેની સામે રાજ્ય સરકારના કર્મચારીઓનું કરપ્શન એંસીથી નેવું ટકા જેટલું ઊંચું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના અધિકારીઓના કરપ્શનને કારણે જ રાજ્ય સરકારની મહેસૂલી કે વેરાની આવકમાં ૬૦ ટકાનું ગાબડું પડતું હોવાનું નિષ્ણાતો પણ સ્વીકારે જ છે.

આમેય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને બાપે માર્યા વેર જ છે. આ પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારની ગુરુતા ગ્રંથી પણ એટલી જ જવાબદાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને નોકરી મેળવી હોવાથી તેઓ રાજ્ય સરકારના કર્મચારીઓના આવડત વિના ના જ ગણે છે.

હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે જીએસટી આવ્યા પછી કેન્દ્રને કદાચ ૧.૧ લાખ કરોડની ખોટ જશે, પરંતુ તેની સામે રાજ્ય સરકારોને થનારી જીએસટીની આવકમાં ખાસ્સો વધારો થશે. તેથી કેન્દ્રની ખોટ ધોવાઈ જશે. જોકે રાજ્યના મહેસૂલી અધિકારીઓ જે રીતે તેમની કામગીરી કરી રહ્યા છે તે જોતાં રાજ્યની આવકમાં વધારો થવાની બાબતમાં પણ કેન્દ્ર સરકાર ખોટી પડવાની શક્યતા જોવામાં આવી રહી છે.

ગુડ્સ એન્ડ સર્વિસટેક્સની સિસ્ટમ પહેલી જુલાઈ ૨૦૧૭થી અમલમાં આવ્યા પછી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓએ એકબીજાને સહકાર આપવો પડશે. છેલ્લા ૬૦ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવના જોવા મળી નથી. તેથી આગામી મહિનાઓમાં ઘણી વિષમતાઓ અને વિવાદો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ વિવાદમાં ઘણાં નિષ્ણાતોની આવડતનો બરાબર ઉપયોગ ન થાય તેવી પણ સંભાવના રહેલી છે.

વેરા લેવાની બાબતમાં કેન્દ્રના અધિકારીઓ વધુ કાબેલ હોવાની છાપ ઊભી કરવામાં આવી રહી છે. ૧૯૯૪થી સર્વિસ ટેક્સની વસૂલી વધારવામાં તેમણે તેમની કાબેલિયત બતાવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કામ નહિ, પરંતુ કરપ્શનનો મોટો હિસ્સો પડાવી લેવા માટે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના નામથી ઓળખાતી બે બિલાડીઓ વચ્ચે લડાઈ જામી ગઈ છે. લાભ કોને થાય છે તે આવનારો સમય કહેશે.

Post Comments