Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીવન વીમા પ્રત્યેની ઉદાસીનતા ગ્રાહકોમાં વિશ્વાસનો અભાવ

અન્ય બચત સાધનોની સરખામણીએ પ્રમાણમાં નીચું વળતર કારણભૂત હોવાનો મત

જીવનમાં વીમા ઉદ્યોગ દ્વારા વેચવામાં આવતી પોલિસીઓ લાંબો સમય સુધી ટકી રહેવાનો દર જે રીતે નીચે જઈ રહ્યો છે તેને જોતાં જીવન વીમો ઊતારવા માટે આજની પેઢી ખાસ ગંભીર અને ઉત્સુક નહીં હોવાનું જણાય છે. વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડાઈ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં જીવન વીમો ઊતાર્યાના એક વર્ષ બાદ તે ચાલુ રહેવાનો ૬૧ ટકા છે.

એટલે કે વીમો ઊતરાવ્યાના ૧૩માં મહિને ૧૦૦માંથી માત્ર ૬૧ પોલિસીઓ જ ચાલુ રહે છે. પોલિસીના વેચાણ પાંચમાં વર્ષ સુધીમાં દેશની ૨૪ જીવન વીમા કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ એવી હોય છે જે ની  પાસે  કુલ પોલિસીમાંથી એક તૃતિયાંશ પોલિસી પણ જળવાઈ રહેતી નથી. પ્રાપ્ત આંકડા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૧૭માં એલઆઈસીએ૨.૦૧ કરોડ પોલિસીઓ વેચી હતી જે પાછલા વર્ષમાં ૨.૦૫ કરોડ વેચાઈ હતી.

ઈરડાઈના  આંકડા પ્રમાણે જીવન વીમા પોલિસી ખરીદાયાના પાંચ વર્ષ પછી બે-તૃતિયાંશ પોલિસી ચાલુ રહેતી નથી. કેટલીક વીમા કંપનીઓ માટે કદાચ આંકડા સારા હશે પરંતુ જીવન વીમા ઉદ્યોગનું એકંદર ચિત્ર ચિંતાજનક છે. નફો રળવા માટે વીમા કંપનીઓ માટે પોલિસી ચાલુ રહે તે જરૃરી છે.

પોલિસી ઊતરાવ્યાના ૧૩મા મહિને ૮૦ ટકાથી ઓછી પોલિસી ચાલુ રહે તો તે આંક કંપની માટે સારી નિશાની ન ગણાય એમ આ ક્ષેત્રના નિષ્ણાતો મત ધરાવે છે. પોલિસીની નીચી સંખ્યા લાંબા ગાળે જે તે કંપનીની નફાશક્તિ પર અસર કરે છે કારણ કે કંપનીઓને થતાં ખર્ચ કાઢવા માટેના સ્તર મર્યાદિત રહે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો વીમા કંપનીઓ ખર્ચની દ્રષ્ટિએ કાર્યક્ષમતા ઊભી કરી શકતી નથી અને ખર્ચનું પ્રમાણ ઊંચુ રહે છે.

મોટાભાગની વીમા કંપનીઓના ખર્ચનું પ્રમાણ દ્વીઅંકમાં છે. આ પ્રમાણે એક અંકમાં લાવવું હશે તો વીમા પોલિસીઓ ટકી રહેવાની માત્રા ઊંચે લઈ જવી પડશે. અધવચ્ચેથી અથવા તો પોલિસી શરૃ કર્યાના ટૂંકા ગાળામાં જ તેને પડતી મૂકવાનું વલણ માત્ર વીમા કંપનીઓ માટે જ નહીં પરંતુ વીમાધારકો માટે પણ તે ખર્ચાળ પૂરવાર થાય છે. કારણ કે અધવચ્ચે અથવા મુદત પહેલા પોલિસી રદ કરાવવાથી જમા કરાયેલી રકમમાંથી જુજ રકમ જ હાથમાં આવે છે. જો કે આનો આધાર પોલિસી શરૃ કરાયા પછી કેટલા સમયમાં તે બંધ કરવામાં આવે છે તેના પર રહેતો હોય છે.

પોલિસી ટકી રહેવાના નીચા પ્રમાણને કારણે વીમા કંપનીઓ માટે ચિંતાજનક બની રહે છે. પોલિસીના પ્રારંભમાં વીમા કંપનીઓ એજન્ટો તથા વિતરકોને પ્રમાણમાં ઊંચું પ્રીમિયમ ચૂકવતી હોય છે. ટકી રહેવાના નીચા પ્રમાણને કારણે જે તે વીમા કંપનીની પ્રતિષ્ઠા દાવ પર લાગી જતી હોય છે તે અલગ. વીમા ઉદ્યોગમાં ગ્રાહકો પાસે પોલિસી લાંબા સમય સુધી ટકાવી રખાવવી હશે તો તેમની જરૃરિયાત આધારિત પોલિસીનું વેચાણ થાય તે ખાસ જરૃરી છે.

તાજેતરનો જ દાખલો લઈએ તો ગયા વર્ષના ડિમોનિટાઈઝેશનના સમયે પોલિસીના વેચાણમાં ધરખમ વધારો થયો હતો. આ સમયગાળામાં શરૃ થયેલી મોટી સંખ્યાની વીમા પોલિસીઓ  આવશ્યકતા હોવાથી શરૃ કરવામાં આવી હતી. પોતાની પાસેના રોકડ નાણાંને થાળે પાડવાનો આ પાછળનો ઈરાદો હતો. આ સમયગાળામાં શરૃ થયેલી પોલિસીઓમાંથી કેટલી પોલિસી લાંબો સમય ચાલુ રહે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

કોઈપણ ઉદ્યોગનો મૂળભૂત સિદ્ધાંત તેના ગ્રાહકોને ટકાવી રાખી તેના સ્તરમાં વધારો કરવાનો હોય છે. ખાસ કરીને એવા ઉદ્યોગો માટે જેઓ ગ્રાહકો મેળવવા પાછળ પ્રમાણમાં ઊંચો ખર્ચ કરતા હોય છે. દેશમાં નાણાંકીય સેવા ક્ષેત્રે નવા બચત સાધનોના આગમનને કારણે પણ જીવન વીમા પોલિસી સામેના આકર્ષણમાં ઘટાડો થયાનું મનાય છે.

પોઈન્ટ ઓફ સેલ સ્તરે પોલીસિધારકોને યોગ્ય સારવાર મળતી નહી ંહોવાને કારણે પણ પોલિસી અધવચ્ચેથી અટકાવી દેવાનું પ્રમાણ ભારતમાં ઊંચું છે. ટાર્ગેટ પૂરા કરવા માટે થતાં મિસસેલિંગ દેશના નાણાં ક્ષેત્રમાં એક મોટું દૂષણ છે. પોલીસિધારકોને તેમના હક અને જવાબદારી બાબતે  યોગ્ય માહિતી પૂરી પાડવાનો અભાવ તથા વીમાધારકો ની ફરિયાદોના નિરાકરણમાં ઢીલ ખાસ કરીને સરકારી વીમા કંપનીઓમાં થતી ઢીલ વીમા ઊતરાવ્યા પછી પોલિસીધારકને છેતરાયા જેવી લાગણી ઊભી કરે છે.   

જીવન વીમા કંપનીઓ  દ્વારા તેમના ગ્રાહકોને પૂરા પડાતા દસ્તાવેજો  સાદી ભાષામાં વર્ણવાયેલા હોતા નથી જેને કારણે પણ પોલિસીધારકોમાં અવઢવમાં આવી જાય છે.

Post Comments