Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવી બેન્કની રચનામાં સરકારનો હસ્તક્ષેપ ટાળવો અત્યંત જરૃરી

બેન્કોમાં શાસકોની દરમિયાનગીરીથી મૂળ ઉદ્દેશ સરતો નહીં હોવાના અનેક દાખલા છે

દેશમાં હોલસેલ અને લોન્ગ ટર્મ ફાઈનાન્સ (ડબલ્યુએલટીએફ) બેન્કની કલ્પના અલગ પ્રકારની બેન્કો ઊભી કરવાના ભાગરૃપ આવી પડેલી એક કલ્પના છે. પેમેન્ટ તથા સ્મોલ બેન્કની રચના માટે ખુલ્લા મુકાયેલા દરવાજા પણ આ કાર્યક્રમનો એક હિસ્સો જ છે.

જો કે હાલની પરંપરાગત બેન્કો કરતા આ બેન્કો નવું શું કરી શકશે તે બાબત હાલમાં કોઈ ખાતરીપૂર્વક જણાવી શકતું નથી, જો કે જે લોકો આવા પ્રકારની બેન્કોની રચના કરી રહ્યા છે તેમના મનમાં કોઈને કોઈ યોજના હશે એ નક્કી છે. ફાઈનાન્સિઅલ સમાવિષ્ટતાના વિસ્તરણ અને ટેકનોલોજીના ઉપયોગમાં હાલની બેન્કો સફળ નહીં રહેતા આ નવા પ્રકારની બેન્કોની સ્થાપનાનો કાર્યક્રમ આવી પડયો છે. હકીકતમાં તો પ્રાદેશિક ગ્રામ્ય બેન્કો અને સહકારી બેન્કોના માળખાનું પણ આ સંદર્ભમાં પૃથ્થકરણ થવું જરૃરી છે કારણ કે તેઓ પણ આ કામગીરી પાર પાડી શકી નથી.

ડબલ્યુએલટીએફ બેન્કની કલ્પના કોઈ નવી નથી કારણ કે આનાથી પણ મજબૂત અને વ્યાપક માળખા સાથે ડેવલપમેન્ટ ફાઈનાન્સિઅલ ઈન્સ્ટિટયૂશન્સ(ડીએફઆઈ) ૧૯૫૦ના દાયકાથી ૨૧મી સદીના પ્રારંભ સુધી હયાત હતા. દેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ઈન્ડસ્ટ્રીઅલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (આઈએફસીઆઈ), ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (આઈડીબીઆઈ )તથા  ઈન્ડસ્ટ્રીઅલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (આઈસીઆઈસીઆઈ)ની ભૂમિકા મહત્વની રહી હતી.ઉદ્યોગોને લાંબા ગાળાના ધિરાણ પૂરા પાડીને  આ નાણાં સંસ્થાઓએ ભારતીય અર્થતંત્રમાં આગવું સ્થાન ઊભું કર્યું હતું.

આ વ્યવસ્થા એકદમ જ સીધી સટ હતી જેમાં તેમને એક છેડેથી સસ્તું ધિરાણ મળતું હતું અને બીજા છેડે તેઓ ધિરાણ પૂરું પાડતી હતી. પરંતુ દેશમાં આર્થિક ઉદારીકરણની નીતિના અમલ સાથે જ આ સંસ્થાઓનો મૃત્યુઘંટ વાગી ગયો. આ સંસ્થાઓએ બજારના દરે ધિરાણ મેળવવું પડતું હતું, અને માટે તેમણે લોન પણ ઊંચા દરે પૂરી પાડવી પડતી હતી, છેવટે આ મોડેલ ટકી શકે એવું રહ્યું નહીં.

પરિણામ એ આવ્યું કે, આ સંસ્થાઓએ પોતાને બેન્કોમાં રૃપાંતરિત કરી દેવાની ફરજ પડી. આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈ રિવર્સ મર્જર મારફત બેન્કોમાં ફેરવાઈ ગઈ. આનો મોટો લાભ એ થયો કે તેમને કરન્ટ અને સેવિંગ ડિપોઝિટ લેવાના હક મળ્યા.

આને કારણે ફન્ડ મેળવવાનો તેમનો ખર્ચ ઘટી ગયો. પરંતુ એસેટસ અને લાયાબિલિટીઝના માળખાને જોતા  લાંબા ગાળાના પ્રોજેકટોને ધિરાણ કરવા માટેના સમયગાળા અને ટૂંકા ગાળાની ડિપોઝિટસના સમયગાળા વચ્ચે અસમાનતા રહેવા લાગી. હવે આઈએફસીઆઈ પણ બેન્કિંગ કામકાજ કરવા આતુર છે. આના પરથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ડીએફઆઈનો યુગ હવે આથમવાને આરે છે અને જે બાકી રહી છે તેમાં એક્ઝિમ, એનએચબી, નાબાર્ડ અને સિડબીનો સમાવેશ થાય છે. આ પણ એક પ્રકારે રિફાઈનાન્સિંગ સંસ્થાઓ છે.

આ બેન્કો ટ્રેડ ફાઈનાન્સ અને ફોરેન એકસચેન્જ ક્ષેત્રમાં પણ પોતાની સેવા ઓફર કરી શકશે. આવા પ્રકારની બેન્કો બોન્ડસ તથા ઈક્વિટીઝ જારી કરીને ભંડોળ ઊભું કરી શકશે અને ચોક્કસ રકમની ઉપર મુદતી થાપણ સ્વીકારવાની આ બેન્કને છૂટ આપવાની દરખાસ્ત છે. દેશમાં હાલની બેન્કોની એનપીએનું સ્તર જે રીતે વધી ગયું છે તે જોતાં ડબલ્યુએલટીએફની કામગીરી નિહાળવાની રસપ્રદ બની રહેશે અને તેમની ધિરાણ પેટર્ન પણ જોવાની રહેશે. દેશની નાણાં સંસ્થાઓની સ્થિતિ જોતા અને ડીએફઆઈના ભૂતકાળ પર નજર નાખતા ડબલ્યુએલટીએફ સફળ રહેશે એવી ખાતરી આપી શકાતી નથી.

લાંબા ગાળા માટે ધિરાણ પૂરી પાડતી નાણાં સંસ્થાઓની સૌથી મોટી સમશ્યા બજારમાંથી નાણાં ઊભા કરી તેને સ્પર્ધાત્મક દરે ધિરાણ કરવાને લગતી છે. ડીએફઆઈના કિસ્સામાં તેમણે સરકારના ટેકા પર વધુ આધાર રાખવાની ફરજ પડી હતી અને સરકારની મદદની કોઈ ખાતરી રહેતી નથી એ ભૂતકાળમાં ડીએફઆઈ તથા હાલમાં જાહેર ક્ષેત્રની બેન્કોની હાલત પરથી સમજી શકાય છે.

ડબલ્યુએલટીએફ બેન્કને કલ્પના પ્રમાણે સફળ બનાવવી હશે તો તેની પ્રથમ શરત એ હશે કે તેમાં સરકારના ચંચૂપાતને કોઈ સ્થાન ન રહેવું જોઈએ. સરકારની જરા સરખી પણ માલિકીથી ડબલ્યુએલટીએફ બેન્કના હાલહવાલ આજની જાહેર ક્ષેત્રની બેન્કોના જેવા થતા વાર નહીં લાગે. આ એક ખાસ પ્રકારની બેન્કો હોવાથી તેને કામ કરવામાં સ્વતંત્રતા મળે તે જરૃરી છે જે સરકારની દરમિયાનગીરીથી શકય નહીં બને. ડબલ્યુએલટીએફ બેન્કની રચના યોગ્ય પ્રકારની માલિકી  અને નિયમનકારી માળખા સાથે થવી રહી. આમ થશે તો જ આવા પ્રકારની બેન્કો દેશની નાણાં વ્યવસ્થામાં સુધારો કરવા કાર્યક્ષમ રહેશે એમ કહીશું તો ખોટું નહી ગણાય.

Post Comments