Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદેશી રોકાણનો પ્રવાહ વધતા રૃપિયો મજબૂત

અર્થતંત્રની મજબૂતાઈથી નહીં બલ્કે

તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રારંભથી ડોલર સામે રૃપિયામાં નોંધાયેલા ૬ ટકાના સુધારાથી ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બનશે. સરકારના શ્રેણીબધ્ધ પગલાંથી રૃપિયામાં મજબૂતાઈ વધતી જાય છે.

એ મુદ્દો વાજબી છે કે કોઈ પણ દેશનું ચલણ મજબૂત બને તો અર્થતંત્ર પર તેની સાનુકુળ અસર જોવા મળે. પરંતુ, અહીં આ સ્ટેટમેન્ટ અંગે થોડીક આશંકા પ્રર્વતી રહી છે. ડોલર સામે રૃપિયો અવશ્ય મજબૂત બન્યો છે. પરંતુ, તેની સાથે સંકળાયેલા અન્ય પરિબળો આ મુવમેન્ટના કારણે મજબૂત બન્યા છે ખરા ? તે પણ વિચારવા લાયક મુદ્દો છે.

કારણ કે અમેરિકન ડોલર સામે માત્ર ભારતીય રૃપિયો જ મજબૂત બન્યો છે તેવું નથી. આ સમયગાળા દરમિયાન અન્ય દેશના ચલણો પણ ડોલર સામે મજબૂત બન્યા છે. એશિયાના અન્ય દેશોના ચલણો પણ રૃપિયાની સાથોસાથ મજબૂત બન્યા છે.

અન્ય દેશોના ચલણની મજબૂતાઈ પર નજર કરીએ તો, ચાલુ વર્ષે તાઈવાનીઝ ડોલર પણ અમેરિકન ડોલર સામે ૬.૩૯ ટકા મજબૂત બન્યો છે. કોરીયાનો વોન પણ ડોલર સામે ૬.૨૮ ટકા સુધર્યો છે. થાઈબહેત પણ ૪.૫૦ ટકા જેટલો સુધર્યો છે.

આ મુદ્દે આપણે કરન્સી બાસ્કેટમાં સામેલ ૩૬ ચલણોના રીયલ ઇફેક્ટીવ એક્સચેન્જ રીટર્ન ધ્યાનમાં રાખીને વાત કરીએ તો,

આ ઇફેક્ટીવ એક્સચેન્જ રેટ દર્શાવે છે કે રૃપિયો ૧૦ થી ૧૫ ટકા ઓવરવેલ્યુડ છે. ગત માર્ચ દરમિયાન આ એક્સચેન્જ રેટ ૧૧૯.૫૦ હતો. જે તેની અગાઉના ફેબુ્રઆરી માસ દરમિયાન ૧૧૭.૪૯ની સપાટીએ હતો. એક વર્ષ અગાઉ આ રેટ ૧૧૨.૯૬ની સપાટીએ હતો. સરકાર દ્વારા નોટબંધીનું પગલું ભરાયું તે વેળા એટલે કે નવેમ્બર અંતે રીયલ ઇફેક્ટીવ એક્સચેન્જ રેટ ૧૧૭.૪૬ની સપાટીએ હતો.

આમ, આ આંકડા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં સ્થાનિક સ્તરે જે કોઈ હકારાત્મક/સાનુકુળ પગલા ભરાયા હોય તેની રૃપિયા પર ખાસ કોઈ જ અસર જણાતી નથી. આ એક્સચેન્જની મુવમેન્ટનો ગાળો ખૂબ જ સાંકડો છે.

આમ, આ આંકડા દર્શાવે છે કે સરકાર દ્વારા ભરાયેલા પગલાની રૃપિયા પર ખાસ કોઈ સાનુકુળ અસર થઇ નથી. પરંતુ, વૈશ્વિક સ્તરે આગેવાન દેશો દ્વારા રજૂ કરાયેલા રાહત પેકેજના કારણે વિદેશી નાણાંને પ્રવાહ ઊભરતા બજારો તરફ વળ્યો છે. વિદેશી નાણાંનો આ પ્રવાહ ખાસ કરીને ઉભરતા બજારોના ડેટ અને ઇક્વિટી બજારમાં ઠલવાઈ રહ્યો છે. જેના કારણે અમેરિકન ડોલર સામે માત્ર ભારતનો રૃપિયો જ નહીં બલ્કે ઉભરતા દેશોના ચલણ પણ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે.

તાજેતરમાં એક રેટિંગ એજન્સીએ પણ તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે એફપીઆઈ (ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટ) દ્વારા ભારતના ઇક્વિટી તેમજ ડેટ માર્કેટમાં ઠલવાઈ રહેલા ભંડોળના કારણે રૃપિયો મજબૂત બન્યો છે. આ ભંડોળનો પ્રવાહ હજુ આગામી બે-ત્રણ માસ ચાલુ રહેવાની સંભાવના છે. જો કે આમ છતાં રૃપિયો હવે આ મથાળાથી વધુ સુધરે તેવી સંભાવના ઓછી છે. આગામી બે ત્રણ માસ દરમિયાન રૃપિયો ૬૪/૬૫ વચ્ચે અથડાતો રહેશે.

ઉપલબ્ધ ડેટા અનુસાર વિતેલા માર્ચ માસમાં એફપીઆઈએ ભારતમાં ૯.૧ અબજ ડોલર ઠાલવ્યા હતા. જે પૈકી ૫.૧ અબજ ડોલર ઇક્વિટી સેગમેન્ટમાં ઠાલવવામાં આવ્યા હતા. આ પ્રવાહ ચાલુ એપ્રિલ માસમાં પણ જળવાઈ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતમાં ઇક્વિટીમાં ૬.૬૨ અબજ ડોલર અને ડેટમાં ૬.૪૮ અબજ ડોલરનું વિદેશી રોકાણ ઠલવાયેલું છે. આમ, આ આંકડા પૂરવાર કરે છે કે રૃપિયાની મજબૂતાઈ પાછળ વિદેશી રોકાણનો વધતો પ્રવાહ કારણભૂત છે.

Post Comments