Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા કરોડો રૃપિયાના MOUના સરકારના 'વાઈબ્રન્ટ' પ્રયાસ

નોટબંધીના પગલે ખરડાયેલી

અત્યાર સુધીની સાત ગુજરાત વાઈબ્રન્ટ સમીટમાં ૬૦ ટકા જેટલી સફળતા મળ્યાનો દાવો

૬૦ ટકા જેટલા નવા પ્રોજેક્ટ કાર્યાન્વિત થવા છતાંય બેરોજગારીનો પ્રશ્ન યથાવત

ગત તા. ૮ નવેમ્બરે મોદી સરકાર દ્વારા અચાનક જ રૃ. ૫૦૦ અને ૧૦૦૦ના મુલ્યની ચલણી નોટો પર લદાયેલા પ્રતિબંધની દેશના અર્થતંત્ર પર ગંભીર અસર થવા પામી છે. અચાનક જ અમલી બનાવાયેલ નોટબંધીના પગલે ઉદ્ભવેલ રોકડની ખેંચના કારણે દેશભરના નાના-મોટા ધંધા-રોજગાર ઠપ થઇ જવા સાથે વિવિધ ઇન્ડસ્ટ્રી પર પણ તેની ગંભીર અસર થઇ છે. નોટબંધીની જાહેરાત બાદ ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રને સ્પર્શતા તમામ મુદ્દે નેગેટીવ વલણ જોવા મળ્યું છે.

નોટબંધીના પગલે ભારતના અર્થતંત્રની વૃધ્ધિ ખોરવાશે તેવા અહેવાલો વિદેશી મિડીયામાં પ્રસિધ્ધ થયેલા જ છે. આ ઉપરાંત, સરકારના આ પગલાં બાદ આગેવાન વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને નાણાં સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી વૃધ્ધિના લક્ષ્યાંકમાં ઘટાડો જાહેર કર્યો છે. આમ, વૈશ્વિક સ્તરે પણ ભારતના આ પગલાંની નેગેટિવ નોંધ લેવાઇ જ છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ એક અભ્યાસ મુજબ ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા તેમની વિસ્તરણ યોજનાઓ પર બ્રેક મારતા તેમજ નવા પ્રોજેક્ટની કામગીરી સ્થગિત કરી દેતા નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ, ડિસેમ્બર ત્રિમાસિક ગાળો એ મોદી સરકારના કાર્યકાળના નવ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ખરાબ પૂરવાર થયો છે.

ભારતીય અર્થતંત્રની ગતિવિધી પર નજર રાખતી આ સંસ્થા દ્વારા જાહેર કરાયેલી આંકડા મુજબ ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશમાં માત્ર ૧.૨૫ લાખ કરોડની નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તો આવી હતી. જે છેલ્લા નવ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ૨.૩૬ લાખ કરોડની નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તોની સરખામણીએ ખૂબ જ ઓછા છે. આમ, મોદી સરકારની રચના બાદ ડિસેમ્બર ત્રિમાસિકમાં નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તનો આ આંક સૌથી નીચો આંક છે.

જાહેર થયેલા આ આંકડા મુજબ ડિસેમ્બર ત્રિમાસિકમાં તા. ૧ ઓક્ટોબરથી તા. ૮ નવેમ્બર સુધી રૃ. ૮૧૮૦૦ કરોડની ૨૨૭ જેટલી નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તો મળી હતી. જ્યારે તા. ૮ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી રૃ. ૪૩૭૦૦ કરોડની ૧૭૭ નવી ઇન્વેસ્ટમેન્ટ દરખાસ્તો મળી હતી.

આમ, આ આંકડા ે બાબત પૂરવાર કરે છે કે નોટબંધીની જાહેરાત બાદ કોર્પોરેટ ક્ષેત્રે ભીંસમાં મુકાઈ જતા પોતાના નવા પ્રોજેક્ટ અને વિસ્તરણ યોજનાઓ પર બ્રેક મારી દેવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા જારી કરાયેલી એક વધુ મહત્ત્વના આંકડા પર નજર કરીએ તો ડિસેમ્બર ત્રિમાસિકમાં રૃ. ૭૭૭૦૦ કરોડના પ્રોજેક્ટસના અમલ અટકી પડયા હતા.

નોટબંધીના પગલા બાદ જાહેર થયેલા અન્ય મહત્ત્વના ડેટા પર નજર કરીએ તો, તાજેતરમાં જાહેર થયેલા ડિસેમ્બરના મેન્યુફેકચરીંગ પીએમઆઈ તેમજ સર્વિસ સેકટરના પીએમઆઈ ૫૦ના આંકની નીચે ઉતરી આવ્યા છે. જે કથળેલી સ્થિતિનું પ્રતિબિંબ દર્શાવે છે. નોટબંધીના પગલે ઉદ્ભવેલ રોકડની ખેંચના કારણે ગ્રાહકોની ખરીદશક્તિમાં ઘટાડો થતા કંપનીઓના વેચાણ પર પ્રતિકૂળ અસર થઇ છે. જેની અસર કંપનીઓના નફા પર પણ થશે. જે આગામી સમયમાં જાહેર થનાર કોર્પોરેટ રિઝલ્ટ પરથી જાણવા મળશે.

આમ, નોટબંધીના પગલે દેશના અર્થતંત્રને એક આંચકો આવ્યો છે તે ટાણે જ ગુજરાતમાં આઠમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ આગામી તા. ૧૦ જાન્યુઆરીથી શરૃ થઇ રહી છે. આ આઠમી સમીટમાં ગુજરાત સરકાર રૃ. ૩૦ લાખ કરોડના મુલ્યના એમઓયુ કરશે તેવા અંદાજ મુકાઈ રહ્યો છે. આ આંકડો અગાઉની સાત સમીટ કરતા સૌથી ઊંચો છે.

આ પ્રતિકૂળ માહોલ વચ્ચે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમીટમાં જંગી મુલ્યના એમઓયુ થવાનો જે અંદાજ મુકાયો છે તેની સામે આશંકા ઉદ્ભવી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉની સાત વાઈબ્રન્ટ સમીટમાં ૫૧૦૦૦થી વધુ એમઓયુ થવા પામ્યા છે. જેનું કુલ મુલ્ય રૃ. ૮૪.૫૪ લાખ કરોડનું છે.

આ ૫૧૦૦૦થી પણ વધુ એમઓયુમાંથી હાલ ૨૯૮૮૫ પ્રોજેક્ટ કાર્યાન્વીત થયા છે. જ્યારે ૧૪૧૬૫ પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા છે. આમ, અગાઉની વાઈબ્રન્ટ સમીટનો સફળતાનો રેશિયો ૬૦ ટકા આસપાસનો ગણી શકાય. આ ૬૦ ટકા જેટલા પ્રોજેક્ટ કયા કાર્યાન્વીત થયા તેની કોઈ વિગતો પણ જાહેર થઇ હોય તેવું જાણમાં નથી. ચાલુ સપ્તાહમાં યોજાનારી આઠમી વાઈબ્રન્ટ સમીટમાં વધુ રૃ. ૩૦ લાખ કરોડના એમઓયુ થવાનો અંદાજ મુકાયો છે.

રાજ્યમાં નવા ઊદ્યોગો સ્થપાય તે આવકાર્ય બાબત છે પણ તેની સાથોસાથ બેરોજગારી દૂર થવી તે પણ એટલું જ જરૃરી છે. તેથી સરકારે આ સમીટના આયોજનની સાથોસાથ બેરોજગારી દૂર થાય તેના પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જરૃરી છે.

બીજી તરફ નોટબંધી મુદ્દે સરકાર પર ચોમેરથી માછલા ધોવાયા બાદ સરકાર મુંજવણમાં મુકાઈ ગઈ છે. નોટબંધીથી કાળું નાણું કેટલું પાછું આવ્યું તેનો કોઈ અંદાજ સરકારે આજદિન સુધી રજૂ કર્યો નથી. બીજી તરફ સરકારના આ પગલાંથી દેશભરના વેપાર-ધંધા-રોજગાર ખોટકાઈ જતાં ચૌમેરથી સરકારની ટીકા જ થઈ છે. તો બીજી તરફ વૈશ્વિકસ્તરે પણ સરકારના આ પગલાંની ગંભીર નોંધ લેવામાં આવી છે. તો બીજી તરફ વૈશ્વિક નાણાં સંસ્થાઓ દ્વારા ભારતની જીડીપી વૃદ્ધિના લક્ષ્યાંકમાં ઘટાડો જાહેર કરતાં સરકારને એક આંચકો આવ્યો છે.

વાઈબ્રન્ટ સમીટ ગુજરાતમાં યોજાઈ રહી છે. પરંતુ જે રીતે આ સમીટને આ વખતે જે વાઘા પહેરાવામાં આવ્યાં છે, તેની પાછળ જે જંગી ખર્ચો થઈ રહ્યો છે તે જોતાં કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર ગુજરાતની વાઇબ્રન્ટ સમીટ થકી વિશ્વભરનાં દેશોનાં કોર્પોરેટ ક્ષેત્રના મહારથીઓ અને રાજદ્વારીઓને જે રીતે આમંત્રણ અપાયા છે અને જંગી એમઓયુના લક્ષ્યાંક રજૂ કર્યા છે તે જોતાં એમ કહી શકાય કે, સરકાર નોટબંધી બાદ વાઈબ્રન્ટ સમીટ થકી જંગી મુલ્યના એમઓયુ કરીને વૈશ્વિક સ્તરે ગુમાવેલી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયાસ હાથ ધરી રહી છે...

વાઈબ્રન્ટ ગુજરાત... ઊડતી નજરે

સમીટનું

કુલ MOU/

સૂચિત

પ્રોજેક્ટની સ્થિતિ

 

વર્ષ

પ્રોજેક્ટ

રોકાણ

કાર્યાન્વીત

પડતા મુકાયા

૨૦૦૩

૮૦

૦.૬૬

૪૨

૩૭

૨૦૦૫

૨૨૭

૧.૦૬

૧૨૨

૯૭

૨૦૦૭

૪૫૪

૪.૬૫

૨૪૧

૧૮૭

૨૦૦૯

૩૫૭૪

૧૨.૩૪

૨૧૪૧

૧૦૬૮

૨૦૧૧

૮૩૮૦

૨૦.૮૩

૪૧૨૬

૩૫૧૩

૨૦૧૩

૧૭૭૧૯

૨૦.૦૦

૧૦૭૦૪

૫૬૦૫

૨૦૧૫

૨૧૩૦૪

૨૫.૦૦

૧૨૫૦૯

૩૬૫૮

કુલ

૫૧૭૩૮

૮૪.૫૪

૨૯૮૮૫

૧૪૧૬૫

 

Post Comments