Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોની ઋણ માફી ઝાંઝવાના જળ સમાન અગાઉના હકના નાણાં પણ ચૂક્વાયા નથી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર  કાગળ પર : રાજ્ય અથવા કેન્દ્રે પ્રીમિયમથી ચૂકવણી જ નથી કરી

એક અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય નાણાં કંપનીએ ચેતવણીજનક શબ્દોમાં કહ્યું છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના ખેડૂતોને જે કર્જમાફી  આપવામાં આવી છે. એ આંકડો દેશની જીડીપીના  બે ટકાની લગોલગ છે અને આ 'લોકપ્રિય' પગલાનું  અનુકરણ બીજી રાજ્ય સરકારો કરતી થઈ જાય તો ગંભીર નાણાકીય કટોકટી ઉત્પન્ન થશે અને દેશમાં હાલમાં ધિરાણ આપવાની એકંદરે નીતિ છે એને ફટકા સમાન પૂરવાર થશે.ઉલ્લેખનીય છેકે યુપીમાં ભાજપનો કેસરીયો ધ્વજ લહેરાયાના પખવાડિયામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખેડૂતોની ઋણ માફીની જાહેરાત કરી નાખી હતી. જેને પગલે ભાજપના મહારાષ્ટ્રમાં  સાથી  પક્ષ સેના અને અન્ય પક્ષોએ યુપીવાળી યોજના મહારાષ્ટ્રમાં  લાગુ પાડવાની માગણી કરી હતી.

યોગી આદિત્યનાથે એની  પહેલી બેઠકમાં જગતના તાત પ્રત્યે પોતાની ચિંતા કેટલી હદે છે એની પ્રતીતિ કરાવી હતી. નાના અને હાંસિયામાં   ધકેલાયેલા ખેડૂતોનું ૩૬ હજાર કરોડ રૃપિયાનું  કર્જ એમણે માફ કરી દીધું હતું. આ ઉપરાંત ઘઉંના પ્રોક્યુરમેન્ટ માટેના કેન્દ્રોમાં પણ પચાસ ગણો વધારો કરવાની ઘોષણા કરી હતી. બટેટાનું  ઉત્પાદન  કરનારા ખેડૂતોની  સમસ્યાઓનું  નિવારણ લાવવા એક સમિતીનું એમણે ચયન કર્યું હતું.

ખેડૂતોની ઋણ માફીની યોજનાને કારણે  અનેક ચિંતાઓ ઉદ્ભવી છે. પહેલી નજરે એમ લાગે કે  ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા  વચનને પૂરું કરી એમણે વાયદો નિભાવ્યો છે. પરંતુ આને કારણે પંજાબની નવી ચૂંટાયેલી સરકાર પર અધિક દબાવ આવશે. કારણ કે કોંગ્રેસે પણ આ જ પ્રકારના વચનોની લહાણી કરી છે.

મદ્રાસ હાઈ કોર્ટે અગાઉ સૂચવ્યું છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ અને અન્ય રાજ્યોએ પણ છપ્પનિયાં  દુકાળનો અનુભવ કર્યો છે અને યુપી સરકાર જો આ દ્રષ્ટિકોણ અપનાવશે તો  અન્ય રાજ્યોના ખેડૂતો પણ કર્જમાફીની માગણી  કરતા દોડતા આવશે. હવે ખેડૂતોની કર્જ માફીમાં કેન્દ્ર સરકારને  કંઈ લાગે વળગે નહીં કારણ કે આ નિર્ણય રાજ્ય સરકારોને આધીન છે. આનો આર્થિક બોજો પણ રાજ્યોની તિજોરીએ ખમવાનો  છે. હવે ખેડૂતોના ઋણની માફીનો મુદ્દો યુપી પૂરતો મર્યાદિત રહે છે કે રાષ્ટ્રવ્યાપી  ચળવળ પકડે છે એના તરફ સહુની દ્રષ્ટિ છે.

ખેડૂતોને મદદ કરવી જોઈએ અને સર્વાંગી મદદ કરવી જોઈએ એમાં કોઈને શંકા નથી. એમનું જીવન ધોરણ ઉપર લાવવા રાજકીય, સામાજીક ઈત્યાદિ તમામ સ્તરે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ. પરંતુ ખેડૂતોની તમામ ચિંતાઓ અને સમસ્યાનું  નિરાકરણ કર્જ માફી દ્વારા આપી જશે? પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ ના છે. હકીકતમાં  માત્ર રાજ્ય  સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભ માટે  લાંબાગાળાની  વ્યવહારુ નીતિ  ઘડવામાં વિફળ ગઈ છે. અને યેનકેન પ્રકારે  એમને ખુશ કરવાના હવાતિયા મારે છે.

ઉત્તર પ્રદેશનો દાખલો લઈએ તો વાર્ષિક ૩૦ મેટ્રિક ટન ઘઉં અને ૨૦ મેટ્રિક ટન પેડી (ડાંગર)નું  ઉત્પાદન થાય છે. પરંતુ સરકાર દ્વારા આ ઉત્પાદનોને ખરીદી લેવામાં ગુનાહિત નિષ્ક્રિયતા આચરવામાં આવે છે. ઘઉં અને ડાંગરના ભાવો ખેડૂતોએ પૂરતા પ્રોક્યોમેન્ટ સેન્ટરોના અભાવે લઘુત્તમ  ટેકાના ભાવ કરતા અનુક્રમે  ૧૫થી ૩૦ ટકા નીચી કિંમતે વેંચી દેવો પડે છે. એ રીતે આંકડાઓની જાદુઈ જાળની રચના યોગી સરકારે કરી છે. છેલ્લા  ત્રણથી પાંચ વર્ષમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ન મળતા જે નુકસાન પહોંચ્યું હતું એનો  સરવાળો આ માફ કરાયેલા કર્જના મૂલ્ય જેટલો  છે.

બીજા શબ્દોમાં યોગી સરકારે આવતાની સાથે જે ૩૬ હજાર કરોડની કહેવાતી કર્જ માફી  આપી એ નાણાં હકીકતમાં તો ખેડૂતોના ખિસ્સાના જ છે જે અગાઉ એમને નકારવામાં આવ્યા હતા. બીજું, તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ પૂરને કારણે થયેલા  નુકસાનનું વળતર પ્રાપ્ત કરવા એમણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત નામની નોંધણી કરાવી હતી. ભાગ્યે જ કોઈક ખેડૂતને નુકસાનનું   વળતર મળ્યું છે.

આ અંગે  વીમા કંપનીઓને પ્રશ્ન પૂછાતા એમણે જે કારણ આપ્યું એ ખરા અર્થમાં  હાસ્યાસ્પદ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉદાસીનતા  અને નિષ્ક્રિયતાને છતી કરે છે. વીમા કંપનીઓએ દલીલ કરતાં કહ્યું કે  વીમા માટેના પ્રીમિયમથી ચૂકવણી ન તો રાજ્ય સરકારોએ કરી હતી, અને કેન્દ્ર સરકારે તો પ્રીમિયમ બાબતે પ્રશ્ન પૂછાતા હાથ ઊંચા કરી લીધા હતા. જેને પરિણામે જમીની સચ્ચાઈ ે એ જ હતી કે ખેડૂતોને વળતર મળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થયો ન હતો.

જોકે પંજાબની કૃષિ જમીનને શું થયું એનો જવાબ પણ કોઈ પાસે નથી, પંજાબનો  ખેડૂત પાસે  દેશની સરેરાશ કરતા અનેકગણી  જમીન ધરાવે છે. દેશના  સામાન્ય ખેડૂત પાસે સરેરાશ ૧.૧૫ હેકટર જમીન છે જેની  સામે પંજાબના  ખેડૂત પાસે  ૩.૭૭ હેકટર  જમીન છે. 

ઘઉં અને ડાંગરની ઉપજ પણ સારી છે અને  ૯૮ ટકા  ઉત્પાદન સરકારી ગોદામોમાં કાયદેસર રીતે જમા થાય છે. વર્ષ ૨૦૦૦ સુધી  પર કેવળ ઈન્કમની દ્રષ્ટિએ પંજાબ  દેશના રાજ્યોની યાદીમાં ટોચને સ્થાને હતું. આજે એનો  નંબર કૃષિ આવકની દ્રષ્ટિએ સાતમો છે. પંજાબના ભૂગર્ભ  જળનો જથ્થો  ચીલઝડપે  ખલાસ થતો જાય છે. હવે  નવા વેરાયેલા  મુખ્ય પ્રધાન  અમરિન્દર સિંઘ શું  ચમત્કાર કરે છે  એના પર સહુની નજર છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર્યું છે કે રાજ્ય ઉત્પાદકતાની દ્રષ્ટિએ પછાત છે. ઉત્પાદન વધારીને  ઉત્પાદનના ખર્ચમાં  ઘટાડો કરવો એ એમની પ્રાથમિક્તા છે. તેઓ  સ્વીકારે છે કે  કૃષિ ક્ષેત્રે નવા આર્થિક  રોકાણની  આવશ્યકતા છે. જોકે  ખેડૂતોને ખરી મદદ  કરવાને બદલે એમને ઝાંઝવાના જળ બનાવવાની નીતિ જ્યારે રાષ્ટ્રીય ફલક પર ઘડાતી હોય ત્યારે કયો સાહસવીર  ઢીલીઢાલી કૃષિ વિષયક  નીતિઓમાં  ઈન્વેસ્ટમેન્ટ કરવાનું જોખમ ખેડે છે એ સમય કહેશે.

Post Comments