Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિજીટલ ઈકોનોમીની સંવેદનશીલ ઈમારત ટકી નહીં શકે

જર્જરિત પાયા પર

બે મોટા મૂલ્યની ચલણી નોટોને રદ કરી  દેવાના સરકારના  પગલાની હકારાત્મક અને નકારાત્મક  અસરો  જોવા મળી છે.  દેશમાં  ભ્રષ્ટાચાર  આદરનારા  તથા નાણાની  ગેરકાયદેસર   હેરફેર કરનારાઓ  પર તવાઈ લાવવાના ઈરાદાથી   આ પગલું  ભરવામાં આવ્યું છે.  એવું  સરકાર ગાઈ-વગાડીને   કરે છે.  પરંતુ આ સર્જિકલ સ્ટ્રાઈકથી  આ મુરાદ  કેટલી બર આવી  એ તો  ભવિષ્ય કહેશે પરંતુ આના પડઘાં  બીજે પણ પડયા છે. 

પાંચસો અને હજારની નોટોની કાનૂની માન્યતા રદ્દ કરી દેવાને કારણે કાળા નાણાનો સંગ્રહ કરનારાઓની  કરોડરજજુ પર ઘાતક  માર પડયો  છે. તો બીજી તરફ ઈ-કોમર્સનો વ્યાપક ઉપયોગ  કરનારાઓ રઘવાયા થઈ ગયા છે અને એમના મનમાં ડરની એક ગ્રંથીએ  ઘર કરી લીધું છે.  ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત સરકાર કરે છે. ત્યારે  દેશમાં  સાઈબર સિક્યોરિટીની  અપૂરતા સાધનો અને  કાયદાએ  એમને ચિંતાગ્રસ્ત   કરી દીધી છે.

નોટબંધીની  સીધી અસરને  કારણે ડિજીટલ  સોદાઓથી સંખ્યામાં  તીવ્ર  ઉછાળો  જોવા મળ્યો  છે. ઈ-વોલેટ તથા પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ)નો  વ્યાપ પણ નોંધપાત્ર  વધ્યો છે. નોબંધીને  કારણે દેશના  વધુને વધુ  નાગરિકો ડિજીટલ યુગમાં  ફરજીયાત પ્રવેશી રહ્યા છે. ત્યારે  સરકારે એ બાબતની તકેદારી રાખવાની આવશ્યકતા છે કે ઓનલાઈન સોદાઓમાં  પારદર્શીતા રહે અને નાગરિકો સાઈબર સિક્યોરિટીના પુરતા પગલાની  ગેરહાજરીનો ભોગ ન બને.   મજબૂત કેશલેસ  ઈકોનોમીના ફેલાવા માટે  ઓનલાઈન  સેફટીના  તમામ  પાસાઓ  મજબૂત અને ગ્રાહક કેન્દ્રી હોય  એ જરૃરી છે.

નોટબંધીની જાહેરાત પહેલા અનેક બેંકોના  સોફટવેરમાં   'માલવેર' ગ્રસ્ત થઈ ગયા હતા.  અનેક  ેંકોના ગ્રાહકોના એટીએમના પાસવર્ડ ેક થઈ ગયા હતા.  એ સર્વવિદિત છે. જે દર્શાવે છે કે  દેશની સર્વાંગી  ઓનલાઈન યંત્રણાની ગુણવત્તા ઉંચી લઈ જવી જરૃરી છે. હવે ઓનલાઈન ખરીદી  અને  વિવિધ કાર્ડનો  વપરાશ જ્યારે ખરા અર્થમાં  માઝા મૂકશે ત્યારે ગ્રાહકોના હિત જાળવવાની જવાબદારી સરકારની છે.

સાઈબર સિક્યોરિટીના ક્ષેત્રમાં  નિષ્ણાત  એક આંતરરાષ્ટ્રીય  સંસ્થાનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે દેશનાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી કુલ ઈ-કોમર્સ કંપનીઓના ૩૮ ટકા હેકર્સોનું  સહેલાઈથી  નિશાન  બની શકે છે. આ  સંજોગોમાં  ડિજીટલ ટ્રાન્ઝેકશનની સંખ્યામાં  રાતોરાત અનેકગણી વૃદ્ધિ થાય અને  ગ્રામીણ ભારતનો  નાગરિક પણ આ પ્રવાહમાં  ભળે ત્યારે  જરૃરી છે કે ડિજીટલ  અભેદ  સુરક્ષા વ્યવસ્થા ઉભી થાય અને આમ છતાં  કોઈ વ્યક્તિ ડિજીટલ  છેતરપિંડીનો  ભોગ બને તો એને તત્કાળ વળતર મળે..

કેન્દ્ર સરકારે હવે જ્યારે  ડિજીટલ વર્લ્ડ  પરત્વેનું  અવલંબન  ફરજીયાત  બનાવ્યું છે.  ત્યારે સાઈબર હુમલાઓની સંખ્યા અને કદ પણ અનેકગણા વધશે  એ સુનિશ્ચિત  છે. હવે  નાના મોટા તમામે  ડેટા અને  નેટવર્ક  સુરક્ષા વ્યવસ્થામાં   રોકાણ કરવું પડશે. નેટવર્ક  સિક્યોરિટી  હવે મામૂલી  સ્પાયવેર   ડિટેકશન   અને  ફાયરવોલ એપ્લીકેશનને અતિક્રમી ગઈ છે. અનેક નેટવર્ક પર સતત વહેતા માહિતીના પ્રવાહનું  હવે સતત નિરીક્ષણ અને વિશ્લેષણ 'મસ્ટ' છે.

કેનવ્દ્ર સરકાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનના  વાજા વગાડે છે પરંતુ આ સાઈબર ક્રીમીનલને   ઉઘાડી આપેલી  એક બીજી  બારી પુરવાર થાય એવી પણ  શક્યતા  છે. કોઈ ખોટી 'એન્ટીરી'ને  આકસ્મિક  ઓથેન્ટીકેશન  આપી દેવામાં આવ ે તો એ કંપની અથવા વ્યક્તિ  માટે ગોઝારી  ઘટના પુરવાર થઈ શકે છે.  બાયોમેટ્રિક  આથેન્ટીકેશન આપવામાં   આવ્યું હોય તો   ભોગ બનેલી કંપની કે વ્યક્તિ પોતાની  વેદનાને   વાચા પણ નહીં આપી શકે આવું ન થાય એ  માટે અનેક સ્તરના  ઓથેન્ટીફિકેશનની હાજરી જરૃરી છે.

કેશલેસ સમાજનો  વિચાર  ખરેખર  ઉમદા છે.  પરંતુ નોટબંધી આ દિશામાં  એક સરાહનીય પગલું તો જ સાબિત થઈ શકે જો ઓનલાઈન સુરક્ષા પ્રત્યે  ગંભીરતાથી અને તાત્કાલિક ધોરણે વિચાર કરવામાં આવે. અન્યથા આ ઉમદા વિચાર માત્ર કાગળ પર આદર્શ  સાબિત થઈને રહી જશે. જર્જરિત  પાયા પર ડિજીટલ ઈકોનોમી જેવા ગંભીર અને સંવેદનશીલ ઈમારત ઝાઝી  ન ટકી  શકે એ હકીકત દીવા જેવી સ્પષ્ટ છે.

Post Comments