Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Internet in sky : જમીન પર વપરાશની તુલનાએ એર ઇન્ટરનેટના ચાર્જ ઘણા ઊંચા હશે

- વિવિધ એરલાઈન્સ દ્વારા મુસાફરોને અલગ સ્તર મુજબ તેમજ પેકેજ ઓફર કરાય છે

- હાલ સમગ્ર વિશ્વમાં ૫૩ જેટલી એરલાઈન્સ કંપનીઓ દ્વારા એર ઇન્ટરનેટની સવલત પૂરી પાડવામાં આવે છે

ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તેમજ જહાજમાં પણ મોબાઈલ કનેક્ટિવિટી પૂરા પડવાના પ્રસ્તાવને ટેલિકોમ પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ જાહેરાતની સાથે જ સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કેટલાક ચોક્કસ શરતોને આધિન રહીને મોબાઈલના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. આ અહેવાલોને ભારતીય હવાઈ મુસાફરોએ હરખભેર આવકાર્યા છે. તો બીજી તરફ લાઈટમાં મોબાઈલ કનેક્ટિવિટીને મંજૂરી મળતા ભારતે 'ઇન્ટરનેટ ઇન સ્કાય' ક્લબમાં પ્રવેશ કર્યો છે.

જમીનથી ૩૫૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં મોબાઈલનો વપરાશ એ એક અદ્ભૂત અનુભવ બની રહેશે. પરંતુ સાથોસાથ આ સવલત મેળવવા પાછળ ખર્ચ કેટલો થશે ? એરલાઈન્સ કંપનીઓ દ્વારા એર ઇન્ટરનેટ ચાર્જિસ કેટલા પ્રમાણમાં વસુલવામાં આવશે ? આવા પ્રશ્નો ઉદ્ભવે તે સ્વાભાવિક છે. સરકાર દ્વારા હાલ આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ચાર્જિસ સહિતના અન્ય નીતિ નિયમોનું માળખું આગામી સમયમાં ઘડવામાં આવશે.

જો કે, આમ છતાંય એ બાબત તો નક્કી જ છે કે આપણે જમીન પર ઇન્ટરનેટ વપરાશ માટે જે ચાર્જ ચૂકવીએ છીએ તેના કરતા એર ઇન્ટરનેટનો ચાર્જ વધુ હશે. તેમ જાણકારોનું કહેવું છે. ભારતમાં ફ્લાઇટ મોબાઈલ કનેક્ટિવિટીને હજુ મંજૂરી જ મળી છે. હાલ વિશ્વના ઘણા દેશોમાં આ સવલત ઉપલબ્ધ છે. જે દેશોમાં આ સવલત ઉપલબ્ધ છે તેના પર એક નજર કરીએ તો,

સમગ્ર વિશ્વમાં હાલ ૫૩ જેટલી એરલાઈન્સ કંપનીઓ દ્વારા એર ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા એર ઇન્ટરનેટના ચાર્જીસના માળખા પર એક નજર કરીએ તો ઓન એવરેજ એટલે કે વિમાનમાં ઇન્ટરનેટના તમામ મેગા બાઈટ (MB) વપરાશ પેટે ૪૦ સેન્ટ વસુલવામાં આવે છે. ભારતીય ચલણમાં તેની ગણતરી કરીએ તો એક એમબી ઇન્ટરનેટના વપરાશ માટે સરેરાશ રૃ.૨૭ થાય. તેથી ૧૦ એમબી ડેટાના રૃ. ૨૭૦ થાય.

ભારતમાં જમીન પર ઇન્ટરનેટના વપરાશ માટે ચૂકવવામાં આવતા ચાર્જીસની તુલનાએ આ દર ઘણો જ ઊંચો છે. ભારતમાં હાલ જમીન પર ઇન્ટરનેટના વપરાશ દરમિયાન ૧૦ એમબી ડેટા માટે માત્ર રૃ. ૪ (ચાર) ચૂકવવામાં આવે છે. જ્યારે હાલના કાર્યરત માળખા મુજબ હવાઈ મુસાફરી દરમિયાન તેના સરેરાશ રૃ. ૨૭૦ ચૂકવવાના થાય. આમ, વિમાનમાં મોબાઈલનો વપરાશ મોંઘાદાટ પૂરવાર થવાની ગણતરી છે.

હાલ વિશ્વની જે ૫૩ એરલાઈન્સ કંપનીઓ દ્વારા એર કનેક્ટિવિટીની સવલત પૂરી પાડવામાં આવે છે તેની પાછળની મુખ્ય ભૂમિકા સર્વિસ પ્રોવાઇડરોની હોય છે. વિવિધ એરલાઈન્સને સવલત પૂરી પાડતા આ સર્વિસ પ્રોવાઇડરોમાં સૌથી મોટા અને પ્રોમીનન્ટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે સમગ્ર વિશ્વમાં શિકાગો સ્થિત ગોગો કંપની (Gogolnc.) નંબર વન છે. વિશ્વની કેટલીક એરલાઈન્સ કંપનીઓ વિવિધ સર્વિસ પ્રોવાઇડરો થકી તેમના મુસાફરોને વિના મૂલ્યે એક પણ રૃપિયો લીધા વિના એર ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં આવે છે.

હાલ જે એરલાઈન્સ કંપનીઓ દ્વારા એર ઇન્ટરનેટ સર્વિસ અપાય છે તેઓ અલગ અલગ સ્તર મુજબ ચાર્જ વસુલે છે. કેટલીક કંપનીઓ ફ્લાઇટના સમય દરમિયાન જેટલો ઇન્ટરનેટનો વપરાશ કરે (એમબી મુજબ ગણતરી થાય) તેનો ચાર્જ વસુલે છે. તો કેટલીક એરલાઈન્સ અંતર પ્રમાણે (ડીસ્ટન્સ) ચાર્જ વસુલતી હોય છે. તો કેટલીક એરલાઈન્સ સ્કીમ મુજબ ચાર્જીસ વસુલાતી હોય છે.

વિવિધ એરલાઈન્સ દ્વારા એર ઇન્ટરનેટ માટે વસુલાતા ચાર્જ પર નજર કરીએ તો ગલ્ફ એર દ્વારા દર કલાક દીઠ ૧૫ ડોલર (આપણા રૃ. ૧૦૦૦ જેટલા), જાપાન એરલાઈન્સ અને તુર્કીશ એરલાઈન્સ દ્વારા કલાક દીઠ ૧૦ ડોલર (આપણા રૃ. ૬૫૦ જેટલા) વસુલવામાં આવે છે. જર્મનીની લુફથાન્સા એરલાઈન્સ દ્વારા ફીકસ્ડ પેકેજ સહિત ડિસ્ટન્સ મુજબના ચાર્જીસ વસુલવામાં આવે છે.

ટેલિકોમ પંચ દ્વારા ગત સપ્તાહે વિમાનમાં મોબાઈલના વપરાશ માટે મંજૂરી આપી છે પણ ચાર્જના મુદ્દે કોઈ વાત કરી નથી. જો કે આ મુદ્દે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) દ્વારા કરાયેલ દરખાસ્તને અનુસરવામાં આવશે તો ભારતમાં એર ઇન્ટરનેટ ચાર્જિસ નીચા રહે તેવી શક્યતા છે.જો કે આ અંગે તો હવે જ્યારે તેના નીતિ-નિયમો અને માળખું ઘડાય ત્યારે જ ખબર પડશે કે ભારતમાં એર ઇન્ટરનેટના ચાર્જ ઊંચા રહેશે કે નીચા પણ આમ છતાંય એક બાબત તો સ્વીકારવી જ રહી કે મોઘું હોય તો પણ ભારતીયો આ સવલતનો ુઉપયોગ કરવામાં પાછી પાની કરે તેમ જણાતું નથી.

'એર ઇન્ટરનેટ': જાપાનીઝ એરલાઈન્સ સૌથી વધુ ચાર્જ વસૂલાય છે
સૌથી ઓછા ચાર્જ UAE ની એમિરેટસનો
વિવિધ દેશોમાં હાલ એર ઇન્ટરનેટની સવલત પૂરી પડાય છે. જે પૈકી 'એર ઇન્ટરનેટ'ના વપરાશ માટે જાપાનીઝ એરલાઈન્સ સૌથી વધુ ચાજ વસુલે છે. જ્યારે યુએઇની એમિરેટસ એરલાઈન્સનો એર ઇન્ટરનેટનો દર સૌથી નીચો છે.
ઉપલબ્ધ ડેટા મુજબ જાપાનની ઓલ નિપ્પોન એરવેઝ (ANA) દ્વારા તેના ઇકોનોમી ક્લાસના પેસેન્જર પાસેથી તમામ એમબી ડેટાના વપરાશ માટે એક ડોલર કરતા વધુ ચાર્જ વસુલવામાં આવે છે. એટલે કે ૧૦૦ એમબી ડેટા વપરાશ માટે અંદાજે રૃ. ૮૦૦૦ જેટલો ચાર્જ વસુલાય છે.

જ્યારે યુએઇની એમિરેટ્સ એરલાઈન્સ દ્વારા એર ઇન્ટરનેટ માટે ૧૦૦ એમબી ડેટા માટે માત્ર રૃ. ૪૪૪ ચાર્જ કરવામાં આવે છે. જે સૌથી ઓછો ચાર્જ છે.અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ બંને એરલાઈન્સ કંપનીમાં સર્વિસ પ્રોવાઇડર જીનીવા સ્થિત ઓનએર કંપની કાર્યરત છે. આમ છતાંય બંને એરલાઈન્સ દ્વારા એર ઇન્ટરનેટ માટે વસુલાતા ચાર્જમાં જમીન-આસમાન જેટલું અંતર છે.

ઓન બોર્ડ ઇન્ટરનેટ ટ્રાફિક પર સેટેલાઇટ ગેટવે થકી વોચ રખાશે
ટેલીકોમ રેગ્યુલેટરી ફ્લાઇટમાં મોબાઈલ કનેક્ટિવિટી સંદર્ભે ચોક્કસ નીતિનિયમો સાથેનું કાયદાકીય માળખું ઘડવાનું રહેશે. ઇન્ડિયન એરસ્પેસમાં વપરાશમાં લેવાનાર ઓન બોર્ડ ઇન્ટરનેટ ટ્રાફિક પર સેટેલાઇટ ગેટવે થકી વોચ રાખવી પડશે.
 

Post Comments