Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફલીપ કાર્ટના સોદા સામે ચાંદની ચોકમાં રેલી નીકળી હતી

- કંપનીઓના મોટા આર્થિક સોદા પર નાણાં મંત્રાલયની નજર

ફલીપકાર્ટનો સોદો ભલે ૧૭ અબજ ડોલરમાં થયો હોય પણ ફલીપકાર્ટનાં સોફટબેંક જેવા ફાયનાન્સરોને વાંકુ પડયું છે. ફલીપકાર્ટના સોદાની વાત ચાલતી ત્યારે ફોર્ટીસ હેલ્થ કેરને હસ્તગત કરવાની વાત પણ ચાલતી હતી. હિરો એન્ટર પ્રાઈઝના સુનિલ મુંજાલ અને ડાબર ગુ્રપના બર્મન ફેમીલીએ કરેલી ઓફરને કેટલાક ડીરેક્ટરોએ સ્વીકારી હતી પરંતુ હજુ સોદો અનિર્ણિત રહ્યો છે.

ફલીપકાર્ટનો સોદો મોટા ઉપાડે થયો છે. પરંતુ ભારતનું નાણા મંત્રાલય આખું ડીલીંગ ચેક કરશે પછી મંજૂરી મળશે.

ફોર્ટીસ હેલ્થકેર માટે તો ઘણી કંપનીઓએ રસ બતાવ્યો હતો. છેલ્લે જ્યારે સુનિલ મુંજાલ તેમજ બર્મન ફેમીલીની ઓફર કંપનીના કેટલાક ડીરેક્ટરોએ પસંદ કરી ત્યારે સોદો લગભગ નક્કી થઈ ગયાનું સમજાતું હતું પણ ઓફર કરનાર અન્ય કંપનીઓએ વાંધો ઉઠાવ્યો છે.

ફોર્ટીસના બોર્ડે મુંજાલ- બર્મની ઓફરનો સ્વીકાર કર્યો હોવા છતાં ફોર્ટીસના શેર ગ્રાહકો વધુ વળતર ઇચ્છતા હોઈ મામલો ગુંચવાયો છે. જ્યાં સુધી શેરગ્રાહકોને વળતરનો મામલો સમાધાન નહીં થાય ત્યાં સુધી સોદો ગુંચવાઈ ગયો છે.ઇ-કોમર્સના માર્કેટમાં જ્યારે એમેઝોન અને વોલમાર્ટ એમ બંને એ ભારતીય કંપની ફલીપકાર્ટને ખરીદવાની ઓફર કરી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. કેમ કે સોદો ૨૦ અબજ ડોલરનો હતો.

હવે આ સોદો જ્યારે કલીયર થયો છે ત્યારે ગયા શનિવારે ચાંદની ચોકમાં રીટેલ-વેપારીઓએ સરઘસ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.

આ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ઇ-કોમર્સની જાયન્ટ કંપનીઓ ભારતમાં આવશે એટલે છૂટક બજારોને મોટો ફટકો પડશે.

 ઇ-કોમર્સની સાઈટ પર અપાતી સ્કીમો અને કમીશનો સાથે છૂટક વેપારીઓ સ્પર્ધામાં ઉતરી નહીં શકે. આ વેપારીઓની રજૂઆતમાં તથ્ય હોવાનું નાણામંત્રાલય પણ સ્વીકારી રહ્યું છે. એક તરફ ઇ-કોમર્સનો વધતો વ્યાપ, વૈશ્વિક વિકાસ સાથે કદમ મીલાવવા અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ત્રણેય આજની તાતી જરૃર છે.

ફલીપકાર્ટના સોદાની અસર ૨૦૧૯ થી શરૃ થશે જ્યારે ફોર્ટીસ હેલ્થ કેરનો સોદો ગૂંચવાયેલી સ્થિતિમાં છે.

Post Comments