Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''કોકો''ના ભાવ ઉછળતાં ચોકલેટ કંપનીઓની માંગ રુંધાઈ

દેશમાં વપરાશકારોની માગમાં તાજેતરના વર્ષોમાં ખાસ્સું પરીવર્તન જોવા મળ્યું છે. અગાઉ તહેવારોના માહોલમાં તથા કુટુંબોમાં વિવિધ પ્રસંગોએ મીઠાઈઓનું ચલણ વિશેષ રહેલું હતું પરંતુ હવે આ ચિત્ર બદલાઈ ગયું છે અને લોકો પણ હવે આરોગ્ય માટે વધુ ચિંતીત બન્યા છે તથા તેના પગલે મીઠાઈઓનું ચલણ ઘટયું છે તથા તેની સામે સૂકામેવાઓ તથા ચોકલેટનું ચલણ વધી રહ્યાના નિર્દેશો મળી રહ્યા છે.

 યુવાવર્ગમાં પણ ચોકલેટોનો વપરાશ વધી રહ્યો છે. આવી ચોકલેટો બનાવવામાં મુખ્ય કાચામાલ તરીકે કોકોનો વપરાશ થાય છે. આવા કોકોના ભાવ વિશ્વબજારમાં તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર ઉછળી જતાં ચોકલેટ બનાવતી નાની- મોટી દેશી તથા વિદેશી બધી કંપનીઓને ઓછાવત્તા અંશે અસર પડી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં કોકોના ભાવ જે ડિસેમ્બર ૨૦૧૭માં આશરે ૧૮૦૦ ડોલર જેટલા ચાલી રહ્યા હતા તે ત્યારબાદ ટુંકા ગાળામાં ઝડપી ઉછળી તાજેતરમાં માર્ચમાં ઉંચામાં ૨૬૦૦ ડોલરની ઉપર જતા રહ્યા હતા અને એપ્રિલમાં ભાવ ૨૫૮૦ ડોલર આસપાસ રહ્યા છે. વૈશ્વિક સ્તરે કોકોનું ઉત્પાદન મુખ્યત્વે આફ્રીકામાં આઈવરી કોસ્ટમાં વિશેષ થાય છે. વિશ્વ બજારમાં કોકોના ભાવ તાજેતરમાં ટુંકા ગાળામાં તીવ્ર ગતિએ વધી ગયા છે એ જોતાં હવે ઉંચા ભાવથી બજારમાં પ્રત્યાઘાતી ઘટાડો આવવાની શક્યતા પણ બજારના એનાલીસ્ટો  બતાવી રહ્યા છે.

 આવો પ્રત્યાઘાતી ઘટાડો આવશે એવી આશાએ હાલ ચોકલેટ બનાવતી વિવિધ કંપનીઓ કોકોની ખરીદી ખપપૂરતી કરી રહી છે અને મોટી ખરીદી મુલત્વી રાખી આ કંપનીઓ કોકોના ભાવ  વિશ્વબજારમાં હવે પછી કેટલા ઘટે છે તેના પર નજર માંડીને બેઠી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, ભારતમાં અગાઉ કોકોનું ઉત્પાદન ઓછું થતું હતું પરંતુ હવે આવું ઉત્પાદન વધી રહ્યાના વાવડ મળ્યા છે. ભારતમાં કોકોનું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ ભારતના રાજ્યોમાં થાય છે. કોકોનું વિશેષ ઉત્પાદન દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ વિ. રાજ્યોમાં થઈ રહ્યું છે. જોકે બજારના જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં કોકોની જેટલી માગ રહે છે તેની સરખામણીએ ઘરઆંગણે કોકોનું ઉત્પાદન માંડ ૨૪થી ૨૫ ટકા જેટલું જ થઈ રહ્યું છે અને તેના પગલે દેશમાં બાકીની માગ સંતોષવા દરીયાપારથી કોકોની આયાત કરવી પડે છે. દેશમાં કોકોની માગ દર વર્ષે આશરે ૧૪થી ૧૫ ટકાના દરે વધી રહી છે જ્યારે સામે ઘરઆંગણે કોકોનું ઉત્પાદન એટલા પ્રમાણમાં વધી રહ્યું નથી જેથી આયાત પર આધાર વધુ રહ્યો છે.

જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં કોકોનું ઉત્પાદન ૨૦૧૮-૧૯ની મોસમમાં આશરે ૨૦ હજાર ટન જેટલું થવાની શક્યતા છે. આ મોસમમાં દેશમાં આશરે ૮૭ હજાર હેકટર્સ જેટલા વિસ્તારમાં કોકોનું વાવેતર કરવામાં આવ્યું છે. દેશમાં ૨૦૧૫-૧૬ની મોસમમાં કોકોનું કુલ ઉત્પાદન આશરે ૧૭૨૦૦ ટન જેટલું થયું હતું તે વધીને ૨૦૧૬-૧૭થી મોસમમાં આશરે ૧૮૯૦૦ ટનથી સહેજે વધુ થયું છે. દરમિયાન, ૨૦૧૬-૧૭ના વર્ષમાં દેશમાં કોકોની આયાત આશરે ૬૩ હજાર ૬૦૦ ટનથી સહેજ વધુ થઈ હતી અને આવી આયાતનું મુલ્ય આશરે રૃ.૧૫૪૨થી ૧૫૪૩ કરોડ જેટલુંથયું હતું.

દેશમાં ૧૯૯૭-૯૮ પૂર્વે કોકોનું ઉત્પાદન ઓછું થયું હતું પરંતુ ત્યારબાદ કર્ણાટક, આંધ્ર તથા તામિલનાડુમાં કોકોનું વાવેતર વધવા માંડતાં ઉત્પાદન ઉંચું ગયું છે. આ પૂર્વે માત્ર કેરળમાં આવું વાવેતર થયું હતું. ૨૦૦૯-૧૦માં કોકોનું ઘરઆંગણે ઉત્પાદન આશરે ૧૨૯૦૦થી ૧૩૦૦૦ ટન આસપાસ થયું હતું તે વધીને ૨૦૧૬-૧૭માં ૧૮૯૦૦થી ૧૯૦૦૦ આસપાસ પહોંચ્યું છે. ૨૦૧૮-૧૯માં ઉત્પાદન ૨૦ હજાર ટનને આંબી જાય તેવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ  કોકો ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ કોકોનું વૈશ્વિક કુલ ઉત્પાદન ૨૦૧૭-૧૮ના વર્ષમા આશરે ૪૬થી ૪૭ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે. આની સામે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૪૭થી ૪૮ લાખ ટનનો રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે કોકોનું સૌથી વધુ ઉત્પાદન આઈવરી કોસ્ટમાં થાય છે અને ત્યારબાદ બીજા ક્રમાંકે ધાનાનું નામ આવે છે.

ઉભી બજારે  દિલીપ શાહ

Post Comments