Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૬૦૦ મિલિયન ડોલરનો મહાઇવેન્ટ

- વર્લ્ડ કપ ક્રિકેટ કરતાં પણ ફિફાનો ક્રેઝ અનેક ગણો વધારે છે

- ૪૦૦ મિલિયન ડોલરના ઇનામો

-  એડ રેવન્યુમાં સોનીનો બે અબજ રૃપિયાનો ગોલ....

- માર્કેટિંગના હકો ૪ અબજ ડોલરના...

૬૦૦ મીલીયન ડોલરના મહાઇવેન્ટની આડે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે. કાઉન્ટ ડાઉનના આ છેલ્લા દિવસો દરમ્યાન ઠેર- ઠેર ફૂટબોલ ફીવર ઉભો થયો છે. ભાગ લેનાર દેશોની ટીમોનો થનગનાટ સૌ અનુભવી રહ્યા છે. આ મહાઇવેન્ટમાં ૪૦૦ મીલીયન ડોલરના માર્કેટિંગના હકો ૪ અબજ ડોલરમાં ફાળવાયા છે.

વિજેતા ટીમને ૩૮ મીલીયન ડોલર મળશે જ્યારે રનર્સ અપને ૨૮ મીલીયન ડોલર મળશે.
વર્લ્ડ કપ ફૂટબોલ (FIFA) નો ફીવર જામી રહ્યો છે. ફીફા- ૨૦૧૮ની જાહેરાતોમાંથી સોની ટીવી વાળા બે અબજ ડોલરથી વધુ કમાણી રળી લેશે એક એક કીક સાથે જોડાયેલી ઉત્તેજના જ્યાં જ્યાં હોય છે ત્યાં જાહેરખબર આપતી કંપનીઓ પણ મોટું રોકાણ કરે છે. દરેકની આંખમાં વસવા માટે કંપની કરોડો રૃપિયા ફાળવે છે.

સોની પિક્ચર નેટવર્ક એ ફીફા વર્લ્ડકપ ૨૦૧૮ની ઓફિશ્યલ બ્રોડકાસ્ટર છે. દરેકને સોની પાસે આવવું પડે છે. સોનીએ જાહેરખબર માટેના ચોક્કસ ભાવ નક્કી કર્યા છે.

વિશ્વની ટોચની કંપનીઓએ જાહેરાતો પાછળ કરોડો ફાળવ્યા છે. જેમાં - * કોકાકોલા, * એડીદાસ * હુન્ડાઈ * કીયા મોટર્સ * કતાર એરવેઝ * ગેઝપ્રોમ * વાન્ડા * વિસા * વાઇવા * મેકડોનાલ્ડ વગેરેનો સમાવેશ થાય છે.

ફીફા વર્લ્ડ કપની એડ- રેવન્યુ ૨૦૧૪માં ૧.૩ અબજ રૃપિયા જેટલી હતી તો ૨૦૧૮માં તે ૧.૮થી ૨ અબજ રૃપિયા પર પહોંચશે. રેવન્યુમાં આ જમ્પ બતાવે છે કે, તેના દર્શકો વધતા જાય છે. ફીફાની સૌથી વધુ આવક ટી.વી. જાહેરખબરો, ડીજીટલ માધ્યમો વગેરેમાંથી આવે છે.ફીફા વિશે વધુ ને વધુ જાણકારી મેળવવા લોકો ઇન્ટરનેટ સર્ફિંગ કર્યા કરતા હોય છે.

ક્રિકેટ વર્લ્ડકપ કરતાં ફૂટબોલ વર્લ્ડકપ જોનારાઓની સંખ્યા બમણી છે. ફીફાની છેલ્લી ફાઇનલ મેેચ ૩.૨ અબજ લોકોએ જોઈ હોવાનો અંદાજ છે. એક એક કીકમાં ઉત્તેજનોના આરોહ- અવરોહ જોવા મળે છે. ફીફા વર્લ્ડ કપમાં ભારતનો પનો ટૂંકો પડે છે પણ ભારતે ફૂટબોલ વિષયક ચીજો બનાવવામાં રસ લઈને પોતાની આવક ઉભી કરી લીધી હતી.ફીફા વર્લ્ડ કપથી ભારતમાં પણ સ્પોર્ટ્સ ગુડ્ઝ ક્ષેત્રે તેજી જોવા મળી હતી.

પંજાબના ચંડીગઢના અનેક ગામોમાં ફૂટબોલ તેમજ ગેમ સાથે સંકળાયેલી અન્ય ચીજો જેમ કે, બુટ, જર્સી, કેપ, હેન્ડ બેન્ડ વગેરે બનાવવાનો તેમજ વેચવાનો વ્યવસાય મોટા પાયે શરૃ થયો હતો.
ફીફાનો ફિવર છેલ્લા ત્રણ વર્ષથી વેગ પકડવો શરૃ થયો હતો. ચંડીગઢમાં બનતી ફૂટબોલ સંદર્ભની આઇટમો વિશ્વભરમાં વેચાય છે. આમ ભારત પણ ફીવરનો લાભ ઉઠાવી શક્યું છે.

Keywords $,600,million,mahaevent,

Post Comments