Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

કરમના ખેલમાં લાલુજી જેલમાં ને ભાજપ ગેલમાં

'બેકરાર કરકે હમે યૂં ના જાઈએ... આપકો હમારી કસમ લૌટ આઈએ...' પથુકાકા આ ગીત ગણગણતા આવ્યા  એટલે મેં પૂછયું કે 'બીસ સાલ બાદ'નું ગીત કેમ અટાણે યાદ આવ્યું? કાકા લુચ્ચું હસીને બોલ્યા  કે આ ઘાસાચારી લાલુજીને વીસ વર્ષે  ફરી જેલયાત્રાએ જવાનું આવ્યું ને એટલે એનાં ટેકેદારો અને ઠેકેદારોએ 'બીસ સાલ બાદ' ફિલ્મનું આ ગાણું ગાવાનું ટાણું આવ્યું છે  ખબર છે? બેકરાર કરકે હમે યૂં ના જાઈએ'... મેં કહ્યું 'બે-કરારની ક્યાં વાત કરો છો કાકા? એકેય કરાર કર્યા વિના કરોડોનો ઘાસચારો ઓેહિયા કરી ગયા એ ઘાસાહારી લાલુજીને એમાં જ જેલભેગા થવાની નોબત આવીને? કાનૂનનો પંજો ક્યાં કોઈને છોડે છે?'

પથુકાકાએ ટાપશી પૂરી કે કાનૂનનો પંજો કોઈને ન જ છોડે, પણ લાલુજીએ તો (કોંગ્રેસનો) પંજો પકડી જોયો તોય ક્યાં બચી શક્યા?'

મેં કહ્યું  કે 'બીસ સાલ બાદ' ફિલ્મમાં એક પંજો દેખાતોે યાદ છેને? લાલુજીને બીસ સાલ બાદ કાનૂનનો પંજો દેખાયો બરાબરેને?

મારી વાત સાંભળી પથુકાકા બોલી ઉઠયા કે 'કિસ્મતના આ ખેલમાં લાલુ જાય જેલમાં અને ભાજપ ગેલમાં...'

મેં જૂની વાત યાદ કરાવતા કહ્યું કે નાનપણ  ભેંસો ચરાવતા અને ભેંસો પર સવાર થઈ અહીંથી ત્યાં ભટકતા બાળલાલુને કલ્પના હશે કે એક દિવસ બિહારના મુખ્યમંત્રીની ગાદીએ અને પછી કેન્દ્રના પ્રધાનની ગાદીએ સવાર થશે? ચરવાહામાંથી ચીફ મિનિસ્ટર બન્યા. પણ સત્તા પચાવવાને બદલે ગુપચાવવામાં પડયા એમાં જ મહેલમાંથી જેલમાં જવું પડયું ને?'

પથુકાકા આશ્ચર્ય વ્યક્ત કરતા બોલ્યા 'ઓ... હો... હો.... લાલુજી ભેંસ ચરાવતા હતા? એટલે જ ભેંસ ચરાવતા ચરાવતા એમને ખુદને ચારો ચરવાની આદત પડી હશે, હવે સમજાયું?

મેં કહ્યું 'ગાય-ભેંસ તો ચારો ચરીને દૂધ પણ  આપે, પણ લાલુજીએ શું આપ્યું?' કાકા બોલ્યા રબડી' મેં ઉમેર્યું કે 'એમાં જ પડયા ગબડી.'

ઘાસાહારી સળિયા
પાછળ શાકાહારી

આ તો ભાઈ લોકશાહીના રસોડે  વાળુ છે  પછી કોણ પૂછવા-વાળુ છે? રાજકારણમાં  રોજ  નવું નવું  રંધાય છે અને રોજ નવું નવું ગંધાય છે. ક્યાંક  રોટલીનો લોટ બંધાય છે તો ક્યાંક વોટ માટેની વોટલીનો વોટ બંધાય છે. ક્યાંક શાક વધારાય છે તો ક્યાંક એકબીજા ઊપર 'શક' વધારાય છે.

સામાન્ય ઘરોમાં રાંધણ-છઠ ઉજવાય છે જ્યારે રાજકારણના રસોડે રાંધણ-શઠ ઉજવાય છે. ચૂલા ઉપર દાળ ઉકળે છે તો જુદા જુદા દળની રાજનીતિમાં જુદા જુદા દળ ઉકળે છે. ક્યાંક તુવેરની દાળ ખવાય છે તો ક્યાંક વેરથી જુદા જુદા દળ ઝંખવાય છે. જનતાના ઘરમાં રોટલા ઘડાય છે તો જનતા દળમાં વોટલા વોટ-લા કરનારા ટીપાય છે.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એમ લોકશાહીના રસોડે પણ ઝાઝા રસોઈયા જ રસોઈ બગાડે છે. જનતા સોઈ હૈ ઈસી લીએ ઐસી ર-સોઈ હૈ... મને તો યાદ આવે છે ગુજરાતની  સત્તાના  કેન્દ્રસ્થાન ગાંધીનગર પાસેના એક ગામનું  નામ છે રાંધેજા. પરંતુ જ્યાં ખાવાવાળા ખાઈકી બહાદુરો જ્યાં ભેગા થયા હોય એ ગામને કયું નામ આપી શકાય ખબર છે? ખાધેજા.

મને તો ખરેખર આ ખાઈકી બહાદુર નેતાઓના પેટને  જોઈને આશ્ચર્ય થાય છે જે ખાણાંની સાથે નાણાં પણ પચાવી શકે છે. જોકે  આ ખાઈકી બહાદુરોના પેટ કંઈ સરખા નથી હોતો હો? અમુક નાણાં પચાવે છે તો  અમુકને અપચો થાય ત્યારે  નાણાં નચાવે છે.

ખાણામાં નાણાં બહુ ખવાઈ જાય પછી ગેરરીતિના ગાણા ગવાય છે.જો કે બીજા બધાના પેટ કરતાં લાલુજીના  પેટને  દાદ દેવી જોઈએ. કારણ એ તો કરોડોનો ચારો પચાવી ગયા. જોકે  ચારો પહેલાં પચ્યો અને વીસ વર્ષે ભોપાળુ બહાર આવ્યું એટલે જે ચારો પચ્યો હતો એ જ ચારો પચપચ્યો.

બિહારના બડેખાં મહેલમાંથી પહોંચ્યા જેલમાં લાલુજી જયારે બહાર હતા ત્યારે ડૉકટરોએ સલાહ આપી હતી કે શાકાહારી ભોજન અપનાવો અને રોજ સવારે બંગલાની બહાર હરિયાળા ઘાસમાં ચાલો લાલુજી તો રોજ સવારે માંડયા ચાલવા.

વીસ વર્ષે ઘાસચારાકાંડમાં લાલુજીને ઝારખંડની   બિપલા મુંડા જેલમાં લઈ જવામાં આવ્યા.લાલુજીએ તો જેલમાં પણ રોજ સવારે ચાલવાનો નિયમ પાળવાનું ચાલુ રાખ્યું છે. નેતાજીને  મળવા કોઈ આવ્યું અને લાલુજીને એમની ટનાટન  તબિયતનું  રહસ્ય પૂછ્યું ત્યારે  લાલુજીએ નિખાલસતાથી જવાબ આપ્યો કે  હું બહુ 'ચાલુ' છું.

આના પરથી જૂનો કિસ્સો યાદ આવ્યો. વર્ષો પહેલાં એક ગુજરાતી દૈનિકમાં કામ કરતો હતો. એ વખતે ચારાકાંડમાં  પહેલી જ વાર લાલુ પ્રસાદને  જેલમાં જવું પડયું હતું.  જેલયાત્રાના ફોટા અને સમાચારનો પ્રવાહ  શરૃ થઈ ગયો. અમે  પણ પહેલે પાને લાલુ યાદવ જેલમાં એવાં કંઈક મથાળા સાથે સમાચાર છાપ્યા. પહેલે પાન ે જગ્યા ટૂંકી પડી એટલે અનુસંધાન છેલ્લે પાને આપ્યું. પહેલા પાનાનું લાલુનું અનુસંધાન છેલ્લે પાને  છે એ વાચકોને ખબર પડે માટે છેલ્લે પાને અનુસંધાનની ઉપર ટૂંકમાં નાનકડું હેડિંગ બાંધ્યું લાલુ-પહેલેથી ચાલુ.

લાલુજી માટે જેલમાં જવાનો આ પહેલો અનુભવ નથી. છેલ્લાં વીસ વર્ષમાં આઠેક વાર જેલમાં જઈ આવ્યા છે. પણ એટલું કહેવું પડશે કે એમનો જે  રંગીલો સ્વભાવ છે એને લીધે જેલમાં  પણ ગેલમાં રહી શકે છે.  ઘરબાર છોડી આવ્યા પછી જેલમાં દરબાર ભરે છે.

ચટાકેદાર અને મસાલેદાર ખાણાંના શોખીન લાલુજીને જેલમાં પહેલે દિવસે ચપાતી અને આલુ-પાલકની સબ્જીનું ખાણું ફિક્કું લાગ્યું. એક દિવસ તો ચલાવ્યું, પણ બીજે દિવસે પહોંચી ગયા સીધા જેલના રસોડામાં. માથે ફાળિયું બાંધ્યું અને હાથમાં કડછી લઈ બાવર્ચી બની માંડયા રાંધવા. તુરિયાનું  તીખ્ખું તમતમતું શાક બનાવ્યું,  કારેલાના ભજીયા તળ્યા અને અરહરની ધમધમાટ દાળ બનાવી. 

ત્યારબાદ પહેલાં કેદીઓને જમાડયા અને પછી પોતે ટેસથી જમ્યા. કેદીઓ અને જેલના કર્મચારીઓ તો આવું ટેસ્ટી ખાણું ખાઈને રીતસર આંગળા ચાટી ગયા.  પછી લાલુજી  થાળી લઈને બેઠા અને સબડકા મારી મારીને  એવાં ટેસથી જમ્યા કે ઘરાઈને જે ઓડકાર ખાધોને એ જેલની બહાર સંભળાયો. સાંભળીને સમર્થકો રાજી થયા અને લાલુજી ઝિંદાબાદના નારા લગાવ્યા.

પણ વિધિની વક્રતા કેવી  છે? જ્યારે  બિહારના   ં  મુખ્ય પ્રધાનની ગાદી ગુમાવવી પડી ત્યારે  રસોડામાં  ચૂલા-ચોકા સંભાળતા રબડી દેવીને  બહાર લાવી સીએમની ખુરશીમાં બેસાડી દીધા હતા. હવે આટલા વર્ષે લાલુજીએ (જેલના) રસોડામાં જવું પડયું. નમોજીએ સૂત્ર આપ્યું છે કે  ખાતો નથી અને ખાવા દેતો નથી. જ્યારે  જેલના   કેદીઓને જમાડનારા લાલુજીએ નવું સૂત્ર આપ્યું  છે: હું પણ 'ખાઉં' અને ગામને પણ ખવડાવું. આ સૂત્ર કાને પડતાની સાથે જ મન ે ચાર-લાઈના સૂજી:

ચારો ખાઈને જે
ભાઈ-ચારો દેખાડે છે
એ ખુદ 'ખાઈને'
પછી ગામને ખવડાવે છે.

અંત-વાણી

જબતક ભ્રષ્ટાચાર
યૂંહી ચાલુ રહેગા
નેતાઓં કા જેલ મેં
આનાજાના ચાલુ રહેગા.

**  **  **  **

જીવન-જરૃરિયાતની ચીજો અને અનાજના  વેપારમાં ક્યાં ક્યાં ખાઈકી થાય છે એ સહુ જાણે છે. એટલે જ આ દો-લાઈના લખવી પડી:
દાને દાને પે લીખા હૈ 'ખાનેવાલે' કા નામ
બેચારા ચૂહા હોતા હૈ મુફ્ત મેં બદનામ

**  **  **  **

આજકાલના ફિલ્મી હિરોના
ચહેરાના હાવ-ભાવ સિવાય
કોઈ ચીજના ભાવ સ્થિર નથી.

**  **  **  **

પરમપૂજ્ય ધર્મધુરંધર ફરાળીવાળા સદા-ચાર (૪):માં  માને છે: પાપા-ચાર, દુરા-ચાર, અના-ચાર અને ભ્રષ્ટા-ચાર.

 

Keywords boj,viana,ni,moj,09,january,2018,

Post Comments