Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિયાળાના પ્રારંભ સાથે જ તળાવોમાં ખુટયા વરસાદી નીર

- નખત્રાણા તાલુકાના મોટાભાગના તળાવો તળિયાઝાટક

- ઉનાળામાં પશુઓ માટે કપરા દિવસો આવવાના એંધાણ કરતા માલધારીઓ

આણંદપર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

હજુ તો શિયાળાનો પ્રારંભ છે ત્યાં જ તળાવોમાં વરસાદી નીર ખુટવા લાગતા અને તળાવોના તળિયા દેખાવા લાગતા માલધારીઓ ચિંતામાં મુકાયા છે. નખત્રાણા તાલુકાના મોટાભાગના તળાવો ખાલી થયા છે. કચ્છના અન્ય નાના-મોટા ડેમોમાં પણ પાણી ઘટવા લાગ્યા છે.

આ ચોમાસામાં સારા વરસાદના પગલે કેટલાક તળાવો ઓગની ગયા હતા. અમુક ગામોમાં ઓછો વરસાદ પડવાથી જળાશયો ઓછા ભરાયા હતા ત્યારે નખત્રાણા તાલુકાના વિથોણ, અંગીયા, ધાવડા નાના-મોટા, આણંદપર, સાંયરા, પલીવાડ, મોરગર, મોટા યક્ષ, લક્ષ્મીપર, તરા, લાખાડી સહીતના ગામોમાં ધીમીધારે વરસાદ પડતા તળાવોમાં પાણીની ઓછી આવ થવા પામી હતી જેથી હાલમાં આ તળાવો તો સાવ તળીયાઝાટક બન્યા છે.

હજુ તો શિયાળાની શરૃઆત છે ત્યાં જળાશયોના તળ દેખાવા માંડતા માલધારીઓ કપરા દિવસોના એંધાણ વ્યકત કરે છે. હજુ શિયાળાના ત્રણ મહિના બાકી છે અને ત્યારબાદ ઉનાળાના ચાર ચાર મહિનાની કલ્પના જ પશુપાલકોને કોરી ખાય છે. ગત માસમાં સખ્ત તડકો પડવાથી પણ તળાવો સુકાવા લાગ્યા હતા.
 

Post Comments