Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામમાં મધરાત્રે પોલીસ કર્મચારી પર બાઈક પર આવેલા બે શખ્સોનો હુમલો

- સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે

- હુમલો કરી બન્ને આરોપીઓ ફરાર : બન્ને પીધેલી હાલતમાં હોવાની શક્યતા

ગાંધીધામ,તા.16 મે 2018, બુધવાર

ગાંધીધામ-આદિપુરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. શહેરમાં લૂંટ, ચોરી અને ચીલ ઝડપના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત રાત્રે ઘરની બહાર સુતેલા એક પોલીસ કર્મચારી પર બાઈક પર આવેલા બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આરોપીઓ નશાની હાલતમાં હોય તેવી પણ શક્યતા છે. પોલીસે અજાણ્યા આરોપીઓને શોધવા પ્રયત્નો શરૃ કર્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ શહેરના અગ્રસેન રોડ પર રહેતા અને એ ડીવીઝનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ ભઠ્ઠર પર રાત્રે એકાદ વાગ્યાના અરસમામાં હુમલો કરવામાં આવ્યો હતો. કિશોર ભાઈ પોતાના ભાઈ સાથે ઘરની બહાર ખાટલો નાંખીને સુતા હતા. ત્યારે રાત્રે કુતરા ભસતા હતા. ત્યારે જ બાઈક પર બે શખ્સો પસાર થયા હતા. કુતરા ભસવાના મુદે આ બે શખ્સો જેમ તેમ બોલતા હતા. તેમાં આ બે આરોપીઓએ કિશોરભાઈ પણ લોખંડના પાઈપ વડે હુમલો કરી ભાગી ગયા હતા.

જેમાં કિશોરભાઈને નાક પર ગંભીર ઈજા થઈ હતી. કિશોરભાઈને લોહીલુહાણ હાલતમાં પણ બાઈકનો પીછો કર્યો હતો. જોકે આરોપીઓ હાથમાં આવ્યા ન હતા. રાત્રે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.  તો ઘાયલ પોલીસ કર્મચારીને સારવાર હેઠળ ખસેડાયા હતા. આ હુમલા પાછળનું કારણ માત્ર કુતરા ભસવા અંગે છે કે કોઈ અન્ય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ એક પોલીસ કર્મચારી પર આવી રીતે હુમલો થતા કાયદો અને વ્યવસ્થા અંગે ફરી સવાલો ઉભા થયા છે.

Post Comments