Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામમા છ વર્ષ જુના દારૂના કેસમાં બુટલેગરો સહિત ત્રણને કેદ

- કોર્ટના ધાક બેસાડતા ચુકાદાના કારણે બુટલેગરોમાં ફફડાટ

- વર્ષો પછી દારૃના કેસમાં કોઈને સજા થઈ : એલસીબીએ દિલ્હીથી આવેલો શરાબ પકડયો હતો

ગાંધીધામ,તા.16 મે 2018, બુધવાર

કચ્છમાં અવાર-નવાર નાની-મોટી માત્રામાં શરાબ પકડાતો હોય છે. પરંતુ પોલીસની નબળી કામગીરીના કારણે આરોપીઓને સજા થતી નથી. તેવામાં ગાંધીધામ ખાતે છ વર્ષ પહેલા પકડાયેલા એક શરાબના જથ્થામાં સ્થાનીક બે બુટલેગરોની સાથે દિલ્હીથી માલ મોકલનાર સહિત ત્રણ આરોપીઓને કોર્ટે છ માસની સજા ફટકારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. વર્ષો પછી દારૃના કોઈ ગુન્હામાં સજા થઈ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૧૨માં ગાંધીધામના આરોપીઓ નવીન દિનેશચંદ્ર બંશલ તથા તેના ભાઈ હરીશ ઉર્ફે હરીઓમ દીનેશચંદ્ર બંશલએ જયપુર-ગોલ્ડન ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી અંગ્રેજી સ્કોચની ૨૪ બોટલ મંગાવી હતી. જે દારૃ સુમીત ધર્મેન્દ્ર ગુપ્તા હતો. જોકે આ દારૃ એલસીબીએ પકડી પાડયો હતો.

આ કેસ ગાંધીધામની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં પાંચમાં જ્યુડીશીયલ મજીસ્ટ્રેટએ ત્રણેય આરોપીઓને કસુરવાર જાહેર કર્યા હતા. ત્રણેયને છ-છ માસની કેદ જાહેર કરી હતી. ગાંધીધામમાં વર્ષો બાદ દારૃના ગુન્હામાં સજા થઈ છે. કોર્ટના ધાક બેસાડતા ચુકાદાના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Post Comments