Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાવરપટ્ટી પંથકના નિરોણામાં ગેરકાયદે થતી રેતી ચોરીમાં સર્જાતા ડખ્ખા

- અવારનવાર થતા છમકલાથી ગામમાં ઉભો થતો ભયનો માહોલ

- ખાણ-ખનીજની આંખ આડા કાન કરવાની નીતીથી કયારેક ગામમાં ખેલાશે લોહીયાળ જંગ

ભુજ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણાની નદીમાંથી ગેરકાયદે થતી રેતી ચોરી ઝધડાનું કારણ બની છે. રેતીચોરો વચ્ચે આ મુદે અવારનવાર થતી બબાલ કયારેક લોહીયાળ જંગમાં પરીણમશે તેવો ભય ગ્રામજનોમાં ઉભો થયો છે. તાજેતરમાં બે જુથો સામેસામે આવી ગયા બાદ ભયનું વાતાવરણ ઉભું થયું હતું.

આ અંગે લોકોના જણાવ્યા મુજબ રેતીચોરી મુદે ગેરકાયદે ઉત્ખન્ન કરતા બે જુથો સામસામે આવી ગયા હતા.જેમાં પોલીસ ઘટના સ્થળે ધસી આવતા અંતે બંને જુથ વિખેરાઈ ગયા હતા, અવારનવાર આવા છમકલા થતા રહે છે ત્યારે ખાણ-ખનીજ ખાતું આ બાબતને અટકાવે તેવી માંગઉઠી છે. તાજેતરમાં થયેલા ઘટનાક્રમમાં પોલીસે સમાધાન કરાવી લેતા પોલીસ ફરીયાદ  થઈ ન હતી પરતું સતત થતી રેતીચોરીના કારણે આ વિસ્તારના જાહેરમાર્ગો,પુલીયા સહીતની   સંપત્તીને નુકશાન થઈ રહ્યું છે.

અોવરલોડના કારણે રસ્તાઓની હાલત બગડી છે. પોલીસ કે ખાણ-ખનિજ ખાતની બીક વગર ધોળાદિવસે નિરોણાથી ભુજ તરફ દૈનિક ૫૦ જેટલા ડમ્પર રેતીના ભુજ તરફ સપ્લાર્ય થાય છે. તાજતેરમાં થયેલા ઝગડામુદે  નિરોણા પીએસઆઈનો સંપર્ક કરતા તેમણે એક જુથ દ્વારા થયેલી ફરીયાદના અનુંસધાને તપાસ ચાલી રહી છે અને આ  પ્રવૃત્તીને બંધ કરવા પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાત્રી આપી હતી.

Post Comments