Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હડતાળીયા કર્મચારીઓએ ભુજપાલિકાને કર્યો ઘેરાવ

- સુધરાઈમાં સફાઈ કામદારો દ્વારા વિરોધ કરીને કચેરીને ધેરાવ કરાયો હતો

- ૧૫ દિવસથી ચાલતી હડતાલ છતાં શાસકો કે સીઓ દાદ ન આપતા

- સફાઈ કોન્ટ્રાકટની પ્રથા બંધ કરવા તથા લધુત્તમવેતન આપવાની માંગણીનો મુદો વણસ્યો

ભુજ, તા.16 મે 2018, બુધવાર

સરકારે કામદારોનું શોષણ અટકાવવા લધુત્તમવેતન આપવાનો નિયમ બનાવ્યો છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ  ભુજ નગરસેવા સદનના અમલદાર અને શાસકાએે કોન્ટ્રાકટર કામદારોનું શોષણ કરી માલેતુજાર બની શકે તેવી ગોઠવણ કરતા છેલ્લા ૧૫ દિવસથી પોતાના હક્ક ૨૫૦થી વધુ સફાઈ કામદારો લડત આરંભી છે. હડતાલ પર ઉતરેલા કામદારો આજે કચેરી ધસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા.

ચીફ ઓફીસર સમક્ષ ૪૦ લાખમાં અપાયેલો સફાઈ કોન્ટ્રાકટ રદ કરવા અને  પહેલા જેમ સીધા પાલિકા ેેહેઠળ કામમાં રાખીને લધુત્તમવેતન આપવાની માંગ મુકાઈ હતી. જો કે આ મુદે  અધિકારી દ્રારા કાન વાતે ન ધરતા કામદારો અને અધિકારી વચ્ચે ચકમક પણ ઝરી હતી. જેના પડધા રૃપ આજે કામદારોએ કચેરીને ધેરીને સુત્રોચ્ચાર સાથે  વિરોધ પ્રદર્શિતકર્યો હતો.

ગઈકાલે આ મુદે કલેકટર કચેરી સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ શરૃ કરાયો છે અને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું જો કેખાત્રી સિવાય કંઈ સધિયારો ન મળતા હજીપણ કયાં સુધી હડતાલ ચાલુ રહેશે ત સવાલ છે. કામદારોએ જણાવ્યું હતું , સફાઈ કોન્ટ્રાકટરને લધુત્તમવેતન આપવાનું હોય છે અને તેનું મોનીટરીંગ સીઓને કરવાનું હોય છે પણ ભુજપાલિકાની મીઠીનજર હેઠળ જ સફાઈના બિલ ૪૦થી વધુ પુરેપુરા પાસ કરાય છે પણ બીજીતરફ વેતન માત્ર ૫ થી ૬ હજાર અપાય છે. નિયમ મુજબ લધુત્તમ વેતન ૯૫૦૦ આપવાનો નિયમ ખુદ પાલિકાભંગ કરાવે છે ત્યારે ગરીબ કામદારોનું થતું શોષણ અટકાવવા ફરી એક વખત લડત મંડાઈ છે.

Post Comments