Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણી પ્રશ્ને આદિપુરની મહિલાઓ મોરચો લઈને ગાંધીધામ પાલિકાએ ધસી ગઈ

- વોર્ડ ૪-બીમાં એક માસથી પ્રશ્ન હલ થતો નથી

- પાણીના જવાબદાર કર્મચારી સમસ્યા હલ કરવાને બદલે ફોન પણ ન ઉપાડતા નથી

- આદિપુરમાં કચેરી હોવા છતાં લોકોને ખાવા પડતા ગાંધીધામના ધક્કા

ગાંધીધામ,તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

ગાંધીધામ નરગપાલિકાના સત્તાધીશો અંદરો-અંદરના ખટપટમાં વ્યસ્ત છે. ત્યારે સામાન્ય પ્રજાના હાલાકી ભોગવી રહી છે. આદિપુરના વોર્ડ ૪/બીમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા સતાધીશો હલ ન કરી શકતા અહીની મહિલાઓને ગાંધીધામ પાલિકામાં મોરચો લઈને આવવું પડયું હતું. આ મહિલાઓએ ચીફ ઓફિસરને પાણીની વિકરાળ બનેલી સમસ્યાની રજૂઆત કરી હતી.

ગાંધીધામમાં લોકો પાણીના પ્રશને પાલિકામાં ધક્કા ખાવા મજબુર બન્યા છે. આદિપુરના લોકોને ગાંધીધામમાં આવવું ન પડે તે માટે ત્યાં પણ કચેરી બનાવવમાં આવી છે. પરંતુ આદિપુર કચેરીમાં કોઈ ધણીધોરી ન હોવાથી ત્યાં કરવામાં આવેલી રજૂઆતોનો કોઈ અર્થ રહેતો નથી.

વોર્ડ ૪/બીમાં છેલ્લા એક માસથી પાણીની ભયંકર સમસ્યા છે. પાણી ન મળવાના કારણે લોકોને ખાનગી ટેન્કરો લેવાનો વારો આવ્યો છે. આદિપુર ખાતે જવાબદારોને રજૂઆત કર્યા બાદ પણ સમસ્યા હલ ન થતા અહીની મહિલાઓએ ગાંધીધામ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

વળી આદિપુરમાં પાણી ઈન્ચાર્જને ફરિયાદ કરવા જ્યારે ફોન કરવામાં આવે ત્યારે તેના બદલે કોઈ મહિલાઓ ફોન ઉપાડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે ચીફ ઓફિસરે પણ આ કર્મચારીને ઓફિસમાં બોલાવી ઠપકો આપ્યો હતો. અહીની સમસ્યા તાત્કાલિક દૂર કરવા કર્મચારીને તાદીદ કરવામાં આવી હતી.

Post Comments