Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિએ અવાર-નવાર સૃષ્ટી વિરૃધનું કૃત્ય આચર્યું: સસરાએ અભદ્ર માંગણી કરી

- ગુંદિયાળી ખાતે પરિણીતાએ વિકૃત સાસરીયા સામે ગુન્હો નોંધાવ્યો

- પતિ, સાસુ-નણંદે પણ માર મારી ધમકી આપી : પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથધરી

ગાંધીધામ, તા.16 મે 2018, બુધવાર

ભરૈયામાં સગી બહેને ભાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યાની ઘટના હજુ તાજી છે તેવામાં માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે વધુ એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. અહી એક સસરાએ પોતાની પુત્રવધુ પાસે શારીરિક સંબંધની માંગણી કરવાની સાથે પતિએ અવાર-નવાર સૃષ્ટી વિરૃધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીતા દ્વારા પતિ, સસરા, સાસુ અને નંદળ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે માંડવી પોલીસે જણાવ્યું હતું કે, ગુંદિયાળી ખાતે રહેતી એક પરિણીતાએ પાંચ દિવસ પહેલા આપેલી ફરિયાદ અંગે ગુન્હો નોંધાયો છે. આરોપી સસરાએ પુત્રવધુ પાસે અભદ્ર માંગણી કરી હતી. જેની ભોગબનનારે પોતાના પતિ સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ પતિએ પિતાને ટોકવાને બદલે ઉલટુ પત્નીને સંભળાવી દીધું હતું કે, આ ઘરમાં રહેવું હોય તો બાપુજી કહે તેમ કરવું પડશે.

પતિનો જવાબ સાંભળી પત્ની અવાક બની ગઈ હતી. એટલું જ નહી પતિએ પત્નીને માર પણ માર્યો હતો. સાસુ અને નણંદે પણ માર માર્યો હતો. પત્ની સાથે પતિ અવારનવાર સૃષ્ટી વિરૃધનો કૃત્ય પણ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આવા વિકૃત પરિવાર સામે આખરે પરિણીતાએ ફરિયાદ નોંધાવાની હિંમત બતાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Post Comments