Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાપરમાં સ્વચ્છતાના પ્રેરક મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે ગંદકીના ગંજ

- વડાપ્રધાન મોદીની સ્વચ્છતનો છેદ ઉડાડતા ભાજપી સતાધીશો

- છાસવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરતા રાજકીયનેતાઓ માત્ર ફોટોશેસન માટે સજ્જ થાય છે પણ સ્વચ્છતા માટે હંમેશા બેદરકાર 

ભુજ,  તા. 16 એપ્રિલ 2018, સોમવાર

વડાપ્રધાન મોદી અનેક સભાઓ, જાહેર કાર્યક્રમોમાં ચીસો પાડી પાડી દરેક ભારતીયોને સ્વચ્છતા મીશનમાં જોડવા અપીલ કરી ખાસ સ્વચ્છતા અભિયાનની મુહિમ ચલાવી રહ્યાં છે. પરંતુ ખુદ ભાજપી સતાધીશો જ મોદીના સ્વચ્છતા અભિયાનને નીષ્ફળ બનાવવા સક્રિય હોય તેવો તાલ રાપરમાં જોવા મળી રહ્યો છે. સ્વચ્છતાના જીવનભર આગ્રહી રહેલા તથા સ્વચ્છતાના પ્રેરક મહાત્મા ગાંધીજીની પ્રતિમા આસપાસ કચરાના ઢગ ખડકાયેલા છે. છતાં પણ સુધરાઈના સતાધીશો સફાઈ મુદે બેદરકાર જોવા મળી રહ્યાં છે.

વાગડ પંથકના મુખ્ય મથક રાપર શહેરમાં ૧૦૦થી વધુ ગામડાના લોકો હટાણું કરવામાં આવતા હોય છે. ત્યારે ગામડાના લોકો સારી છાપ લઈને જાય તેની માટે શહેરમાં સ્વચ્છતા માટે સુધરાઈ દ્વારા અનેક આયોજનો કરાય છે. તો લાખોની ગ્રાન્ટો પણ ફાળવાય છે.પરંતુ બેદરકાર લોકો, સતાધીશો, વેપારીઓના કારણે આ લાખોની ગ્રાન્ટો એળે જતી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. રાપર સુધરાઈને સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે. તેનો છેદ ખુદ સુધરાઈ ઉડાવી રહી છે. શહેરમાં સ્વચ્છતા જાળવણીમાં નિષ્ફળ ગયેલી નગરપાલીકાને કયાકારણોસર એવોર્ડ મળ્યો તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે.

શહેરના માંડવી ચોકમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે જ ચારેકોર પ્લાસ્ટીકના ઝબલા, રદી કાગળો, છાણ, ઘાસચારા સહીતના કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. તો નજીકમાં આવેલી દુકાનો બહાર સ્વચ્છતા જોવા મળી રહી છે. આમ, દુકાનદારો ખુદના વિસ્તાર માટે સ્વચ્છતાના આગ્રહી છે. પણ દેશને આઝાદ કરવામાં સિંહફાળો આપનારા ગાંધીજીની પ્રતિમા આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે. છતાં પણ ભાજપી સતાધીશો અને સરકારી બાબુઓને કાંઈ જ પડી ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

Post Comments