Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાગડમાં પોસ્ટર યુદ્ધ : સામખિયાળીમાં ગૌરવયાત્રાના બેનર ફાડવામાં આવ્યા

- મોડી રાતે હોર્ડિંગ્સ તોડાયા : ભુજ-ભચાઉમાં કેટલાક સ્થળે ટ્રાફિકને અડચણરૃપ થાય તેવી રીતે લાગ્યા બેનર

ભચાઉ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ચૂંટણીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ વાગડમાં રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર યુદ્ધ ગરમી પકડી રહ્યું છે. અગાઉ ગૌરવયાત્રાના અભિવાદન કરતા પોસ્ટરોમાં ધારાસભ્યની અવગણનાનો વિવાદ હજુ તાજો જ છે ત્યારે આજે સામખિયાળીમાં ગૌરવયાત્રાના બેનરો ફાડવામાં આવતા વિવાદ વધ્યો છે. મોડી રાતે ફાડવામાં આવેલા હોર્ડિંગ્સ પાછળ જવાબદાર કોણ છે તે અંગે વાગડના રાજકીય વર્તુળોમાં ચર્ચા વધી ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં ચૂંટણી સંબંિધત માહોલ તેજી પકડી રહ્યો છે. ભુજ તથા રાપરમાં ગૌરવયાત્રાને આવકાર આપતા પોસ્ટરોમાં સૃથાનિક ધારાસભ્યની બાદબાકી બાદ હવે સામખિયાળીમાં હોર્ડિંગ્સ ફાડવામાં આવતા ભાજપ - કોંગ્રેસ વચ્ચે શીતયુદ્ધ વધવાની સાથે ભાજપમાં આંતરિક જૂથબંધી વધી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.

આ અંગે ભાજપના સૃથાનિક અગ્રણીઓના જણાવ્યાનુસાર, સામખિયાળીનું બેનર આકસ્મિક રીતે ફાટી ગયું હોવાની શક્યતા છે. બીજી તરફ, ખુદ ભાજપના જ કેટલાક આગેવાનો આ બેનરને કોઈ  ટીખળખોર તત્વોએ ફાડી નાખ્યું હોવાનું કહી રહ્યા છે. આવતીકાલે કચ્છમાં ભાજપની ગૌરવયાત્રાનો પ્રારંભ રાપરથી થઈ રહ્યો છે ત્યારે વાગડનું આંતરિક રાજકારણ ચર્ચાના કેન્દ્રસૃથાને રહેશે તેવું જોવા મળી રહ્યું છે.  બીજી તરફ, ભુજ, ભચાઉ અને રાપરમાં ઠેરઠેર ટ્રાફિકને અડચણરૃપ થાય તેવી રીતે યાત્રાને આવકારતા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ગૌરવયાત્રા માટે પોલીસ પણ ખડેપગે
રાપરમાં ગૌરવયાત્રાનું આગમન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધની સંભાવનાને પગલે પોલીસને પણ ખડેપગે ગોઠવી દેવામાં આવી છે. એલસીબી, એસઓજી તથા રાપર પીઆઈની સાથે ૧૦ પીએસઆઈ તથા ૨૦૦થી વધુ પોલીસ જવાનોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદાસ્પદ બેનરોએ ચર્ચા જગાવી છે તો, કોંગ્રેસ દ્વારા પણ દેખાવો થાય તેવી શક્યતાને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Post Comments