Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગૌચરની જમીન ઉપર બનાવેલુ મકાન ચોપડે ચડાવી દેવા સરપંચ ઉપર હુમલો

- ભુજ તાલુકાના કોટડા આથમણામાં બનેલી ઘટના

- માધાપર નજીક અપહરણ કર્યાની શંકા રાખીને રીક્ષામાં જતા પાંચ વ્યક્તિ પર ટોળાએ પથ્થરમારો કર્યો

ભુજ, તા.13 જૂન 2018, બુધવાર

ભુજ તાલુકાના કોટડા(આથમણા) ખાતે  સરપંચ પર હુમલોની ઘટના બનવા પામી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના માધાપર નજીક અપહરણ કર્યાની શંકા રાખીને પથ્થર મારોથતા પાંચ વ્યતિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ જુથ ગ્રામ પંચાયતના સરપંચ કાનજી ઉર્ફે શંભુ જગમાલ રબારી (રહે. સણોસરા તા.ભુજ)એ ગઈકાલે સાંજે બનેલી આ ઘટના સંદર્ભે મુળા વંકા રબારી, જેસા વેલા રબારી, રામા માલા રબારી, પચાણ વેલા રબારી, માલા વેલા રબારી, હમીર વંકા રબારી, સારંગ માલા રબારી, કમા ભીમા રબારી (રહે. તમામ સણોસરા તા.ભુજ) ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ચૂંટણી અંગેનું મનદુ:ખ રાખી તેમજ પોતાના ગૌચર જમીનમાં બનેલા મકાનોને કાયદેસરની જમીન ઉપર પોતે સરપંચ હોવાના રૃએ ચડાવી આપવા જણાવતા તેઓએ ના પાડતા ગાળો આપી લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા પધ્ધર પોલીસે આરોપીઓ સામે રાયોટીંગની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

જ્યારે માધાપર (મંજલ) નજીક અપહરણ કરી જતા હોવાનો શક વ્હેમ રાખી ટોળાએ પાંચ વ્યકિતઓ ઉપર હુમલો કર્યો હતો. પરેશ મનસુખભાઈ બારોટ (ઉ.વ.ર૭) (રહે. માનકુવા), નિકુલ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૧પ) (રહે. માનકુવા), મુકેશ કાનજી લુહાર (ઉ.વ.૧૮) (રહે. સુખપર) તથા નરેશ જીવા લુહાર (ઉ.વ.ર૦) (રહે. માનકુવા તા.ભુજ ગતરાત્રીના સાડા દસ વાગ્યે છકડો રીક્ષાથી જતા હતા ત્યારે માધાપર (મંજલ) પાસે છોકરાઓનું અપહરણ કરી જતા હોવાનો શક રાખી ર૦થી રપ જેટલા લોકોના ટોળાએ ધોકા, પાઈપ અને પથ્થરો વડે મારમારી ઈજાઓ પહોંચાડતા પ્રથમ સારવાર નખત્રાણા લઈ વધુ સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાયા હતા.

Post Comments