Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેપીડ એકશન ફોર્સની કચ્છ સરહદથી ઈન્ડીયા ગેટ સુધીની સાઈકલ યાત્રાનો પ્રારંભ

- સીઆરપીએફની આ વિશેષ વિંગને ૨૫ વર્ષ પુરા થવા નિમિત્તે

- ૨૦ દિવસની યાત્રામાં ૧૫ જવાનો ગુજરાત, રાજસ્થાન, હરીયાણા થઈને દિલ્લી પહોંચશે

'સંકલ્પ સે સિદ્ધિ ' મુહિમ અંતર્ગત મહિલા જવાનો પણ સામેલ
ભુજ, તા. 10 સપ્ટેમ્બર, 2017, રવિવાર

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલની સ્પેશિયલ શાખા રેપીડ એકશન ફોર્સને ૭ ઓકટોબરના ૨૫ વર્ષ પુરા થવાના હોઈ તે નિમિત્તે ૧૫ જવાનોની ટીમ કચ્છ સરહદની સરદાર પોસ્ટથી સાઈકલ યાત્રાનો પ્રારંભ કરીને ૨૦ દિવસે દિલ્લીના ઈન્ડીયાગેટ ખાતે પહોંચશે. આ યાત્રાનો પ્રારંભ સરદાર પોસ્ટથી સુરક્ષા વિભાગના  ઉચ્ચ અધિકારીઓએ પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં સંકલ્પ કે સીદ્ધિ મુહિમ અંતર્ગત મહિલા જવાનો પણ જોડાઈ છે.

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલની સ્પેશિયલ શાખા રેપીડ એકશન ફોર્સ ની સૃથાપના રમખાણ, ભીડ નિંયત્રણ,બચાવ તેમજ રાહત અભિયાન જેવા કુદરતી આપતિ તથા માનવ સર્જિત આપતી જેવા કાર્યો માટે કરાઈ હતી. જેની સૃથાપનાને ૨૫ વર્ષ આગામી મહિનામાં પુર્ણ થવાના હોઈ એકતા, વિશ્વ શાંતિ, ભાઈચારાનો સંદેશો આપવા આ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો પ્રારંભ સરદાર પોસ્ટ ખાતે ઉચ્ચઅિધકારીઓ અંતર્ગત આર.એ. એફના મહાનિર્દેશક દિપક મીશ્રાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કે.એસ.ભંડારી, રાવત, શેખાવત તથા બીએસએફના મહેતાની હાજરીમાં કરાયો હતો.

જ્યારે ભુજમાં કેન્દ્રીય સંરક્ષણ રાજયમંત્રી હંસરાજ આહીરે આ યાત્રાને આવકારી હતી. આ યાત્રામાં જોડાયેલા ૧૫ જવાનો ૨૦ દિવસનો પ્રવાસ કરી ગુજરાત, રાજસ્થાન,હરીયાણા રાજયોમાંથી પસાર થઈને અંતે દિલ્લી ઈન્ડીયા ગેટ ખાતે પહોંચશે. જેમાં ૧૫ જવાનોની સાથે મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. આ જવાનો રોજ ૮૦ થી ૯૦ કિ.મીનું અંતર સાથે ૨૦ દિવસમાં કુલ ૧૩૫૪ કિલોમીટર કાપશે. જવાનોની સાથે મેડિકલ વાહન ઉપરાંત અન્ય વ્યવસૃથા માટે એક ટીમ સાથે રહેશે.

Post Comments