Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં માટી-કચરાથી ખદબદતા વોંકળા સફાઈનું રૂ.૮ લાખનું બીલ બની ગયું!

- પ્રિમોન્સુન કામગીરીના નામે પાલિકાનું નર્યું નાટક

- વિદાય લેતા ભાજપના પદાધિકારીઓ કટકી કરતા ગયા હોવાનો વિપક્ષનો આક્ષેપ : વરસાદમાં કફોડી સ્થિતિ સર્જાશે

ભુજ, તા.13 જૂન 2018, બુધવાર

ભુજમાં પ્રિ-મોનસુન કામગીરીના નામે ફરી આ વર્ષે પણ મોટુ નાટક રચાયું છે. શહેરમાં સફાઈની કામગીરીના ઠેકાણા નથીને એટલીવારમાં ૮ લાખનું બિલ બનાવી દેવાતા ભારે ઉહાપોહ થયો છે. ખુરશી છોડતા છોડતા પદાધિકારીઓ કામગીરીમાં મલાઈ લઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મે માસના અંતમાં પ્રિ-મોનસુન કામગીરી ચાલુ કરાઈ હતી. જે ગણતરીના દિવસો આટોપી પણ લેવાઈ છે. કયાંકામગીરી થઈ ? તેની કોઈને ખબર જ નથી! તેવામાં તો કાગળ પર કરાયેલા કામના રૃ.૮ લાખના બિલ બનાવી નખાયા હોવાનું બહાર આવ્યું છે. આ મુદે વિપક્ષીનેતાએ જણાવ્યું હતું કે, શહેરના તમામ મુખ્ય વ્હેણ કચરા,રેતી, ઝાડીઓથી ભરાયેલા છે.

કામના નામે  એક કે બે કેનાલમાં માત્ર કચરો વીણીને દેખાડો કરાયો છે, જો સારો વરસાદ પડશે તો આખા ભુજમાં પુર જેવી સ્થિતી ઉભી થશે તેમાં શંકાને સ્થાન નથી. બે માસ પુર્વેથી પ્રિ-મોનસુન કામગીરી કરવા સતત રજુઆત કરાતી હતી. હવે નગરપતિ, કારોબારી ચેરમેન અને સીઓ સહિતનાએ મે માસના અંતમાં જયારે વરસાદ માથે છે, ત્યારે કેનાલોની સફાઈ માંડી છે. જે દર્શાવે છે કામ ઓછું કરીને બિલ મોટા બનાવવાનું આ સમગ્ર આયોજન  હતું.

જે કેનાલોમાંથી પાણી નીકળી નથી શકતા તેવા ખેંગારપાર્કના પુલીયા નીચેના નાલા, ઉમેદનગર પાસે મંદિરના પાછળના ભાગમાં બાંધેલી દિવાલ, દેશલસર તળાવની કેનાલ  સહિતના ૯૦ ટકા કેનાલ- વ્હેણ એમ ને એમ છે પડયા છે, તો લાખોના બિલ કેવી રીતે બનાવી દેવાયા ? ખુરશી છોડતા પહેલા જે કામોમાં કટકી મળે તેમ હતી તેવા કામોમાં શાસકો હાથ મારતા ગયા હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે.

Post Comments