Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં પાણીના છ બોર બનાવવા માટે ખર્ચાશે રૃ.૪૦ લાખની રકમ

- પાલિકા બજાર ભાવ કરતા ત્રણ ગણી વધુ કિંમત ચુકવશે!

- જાળવણીના અભાવે અત્યાર સુધીમાં અનેક બોર નિષ્ફળ થઈ ગયા છે

- પાણીના નામે બોરના માધ્યમથી ભ્રષ્ટાચારની નવી પ્રથા શરૃ થઈ ગયાનો આક્ષેપ

ભુજ, તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

ભુજની જરૃરીયાત મુજબનું પાણી નર્મદા,બોરના માધ્યમથી મળી રહે છે. આમછતાં માત્ર આયોજનના અભાવ તથા માથે રહીને કરાવાતી પાણી ચોરી થકી શહેરમાં પાણી વિતરણનો ગાળો લંબાય છે. ત્યારે ખુદની ખામીઓ સુધારવાના બદલે પાણી તંગીને મુદો બનાવીને દર વર્ષે નવા બોર બનાવવામાં આવી રહ્યા છે. આ પરંપરાને આગળ વધારતા આશરે રૃ.૪૦ લાખના ખર્ચે વધુ છ બોર બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

ભુજ સુધરાઈના પાણી વિભાગ દ્વારા દર વર્ષે ટકેનીકલ કારણો આગળ ધરીને બોર ફેઈલ થયા તરકટ રચાય છે. જાણે કે નવા બોરના નામે લાખોના બિલ બનાવીને ખાયકી કરવાનો એક રસ્તો બનાવી લીધો છે.  આ મામલે બે વર્ષ પહેલા પણ કોંગ્રેસે સુધરાઈને તાળાબંધી સાથે ઉગ્ર દેખાવ કરીને તે સમયે મંજુર કરાયેલા ૧૫ બોર  મામલે તપાસની માંગણી કરી હતી. બજારભાવ કરતા ત્રણ ગણા ભાવે તે સમયે બોર બનાવાયા હતા. તેમાં પણ બોર બનાવાની જગ્યામાં પાણી છે કે નહીં ?, પાણીની કવોલીટી વગેરે મુદે કોઈ જ તપાસ કરાવાઈ ન હતી. સુધરાઈના કહેવાતા એન્જીનીયરોએ મનફાવે તે જગ્યાએ બોર બનાવી દીધા બાદ થોડા સમયમાં તે બંધ થઈ ગયાનું જાહેર કરી દીધું હતું.

આમ, આ જ થિયરી પર બોર બનાવવાનું કૌભાંડ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. એક બોર પાછળ ૮ લાખથી વધુનો ખર્ચ બતાવાય છે! આમ છતાં તે બોર ગણતરીના મહિનામાં ફેઈલ થઈ ગયાનું જાહેર કરાય છે. પાણી જરૃરીયાતની બાબત હોવાથી તેના બહાના હેઠળ મંજુરી મેળવીને આસાનીથી લાખોના બિલ બનાવી ખાયકી કરવાની રીતસરની મોન્ડસ ઓપરેન્ડી ચાલી રહી છે. જેની તપાસ કરવી જરૃરી છે.  

સુત્રોએ જણાવ્યું હતું કે, બોર ચાલુ કરાયા બાદ તેના પર જવાબદાર કર્મચારીઓ દ્વારા ધ્યાન અપાતું નથી, વારંવાર મોટર બોરમાં પડી જવાની ઘટના બને છે,મોટર બળી જવાની ઘટના બને છે જેની પાછળ માનવીય કારણો જવાબદાર હોય છે. કર્મચારીઓ ફરજ દરમિયાન હાજર હોવાના બદલે ઘેર હાજર હોય છે. હાલ હરિપર ગામમાં બોર બંધ હોવાનું જણાવીને ત્યાં બે બોર બનાવવા તથા ગડામાં ૪ નવા બોર બનાવવા નિર્ણય લેવાયો છે. ત્યારે નવા બનનારા આ બોર લાંબો સમય ચાલે છે કે, અન્ય બોરની માફક તરત જ ફેઈલ થઈ જાય છે ? તે આવનાર સમય જ બતાવશે.

બોર બનાવવાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન

સુત્રોના મતે સુધરાઈ નિયમ મુજબ બોર બનાવવાની ગાઈડલાઈન અનુસરતી જ નથી. બોર બનાવતા પહેલા પાણી પુરવઠા દ્વારા તે જગ્યા, પાણીની ગુણવત્તા વગેરેનું ચેકીંગ કરવું જરૃરી હોય છે પણ આવું કંઈ થતું નથી. માત્ર કાગળ પર નિયમ પાળીને બતાવાય છે.

Post Comments